________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૯૯
સર્વ વસ્તુઓના સંબંધથી રહિત શુદ્ધ ચૈતન્યમય પ્રભુ છે. આહા... ! જેણે શુદ્ધ ચૈતન્યને ધારી રાખ્યું છે એવો પોતે ચૈતન્યધાતુમય છે. આત્મા આવો હોવા છતાં અજ્ઞાનના કા૨ણે હું ક્રોધ, માન, માયા, લોભ છું અને હું ધર્માસ્તિકાય આદિ છ દ્રવ્યસ્વરૂપ છું એમ માને છે. તે જીવ સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે. આ અજ્ઞાનીની વાત છે એટલે સવિકાર અને સોપાધિક ચૈતન્યપરિણામને પોતાના ભાવ કહ્યા છે અને તે પ્રકા૨ના પોતાના ભાવનો તે કર્તા પ્રતિભાસે છે એમ કહ્યું છે. જ્ઞાયક તો શાયક છે પણ અજ્ઞાનમાં આવો પ્રતિભાસ થાય છે કે વિકા૨ી ભાવનો હું કર્તા છું અને તે ભાવ મારું કર્તવ્ય છે. (શુદ્ધ નિશ્ચયથી વિકારી પરિણામ આત્માના નથી ). (ગાથા-૯૬, પેઈજ નં. ૫૩)
(અજ્ઞાની, જ્ઞાનીનું ભાવ્ય )
[] અજ્ઞાની રાગને અને પોતાને એક કરતો થકો અનુભૂતિમાત્ર જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત ચૈતન્ય પરિણામ વિકારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે. જીઓ, પુણ્ય અને પાપના ભાવ પોતાના અવિકાર અનુભૂતિમાત્ર ભાવકને અનુચિત ભાવ્ય છે. ભગવાન આત્મા નિર્મળ જ્ઞાન અને આનંદની મૂર્તિ છે. તેને તો સમ્યગ્દર્શન-જ્ઞાન અને અતીન્દ્રિય આનંદની નિર્મળ અવસ્થારૂપે થવું શોભે. નિર્મળ વીતરાગી શાન્તિનું વેદન કરવું એ જ તેનું ઉચિત ભાવ્ય છે. (ગાથા-૯૬, પેઈજ નં. ૫૬) [] આ પ્રમાણે ૯૪મી ગાથામાં સોળ બોલ દ્વારા જે કહ્યા તે સઘળા વિકા૨ ચૈતન્યપરિણામનો અજ્ઞાની કર્તા પ્રતિભાસે છે, કેમકે તેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભાસતું નથી. તેના કર્તાપણાનું મૂળ અજ્ઞાન છે એમ અહીં સિદ્ધ કર્યું.
(ગાથા-૯૬, પેઈજ નં. ૫૬)
[ ] ‘વળી જેમ અપરીક્ષક આચાર્યના ઉપદેશથી મહિષનું (પાડાનું) ધ્યાન કરતો કોઈ ભોળો પુરુષ અજ્ઞાનને લીધે મહિષને અને પોતાને એક કરતો થકો “હું ગગન સાથે ઘસાતાં શિંગડાંવાળો મોટો મહિષ છું” એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી બહાર નીકળવું તેનાથી વ્યુત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે....’ ( ગાથા-૯૬, પેઈજ નં. ૫૬)
[ ] જુઓ, ત્રણ વાત કરી–
મનના વિષયમાં–છ પદાર્થના વિચા૨માં ચૈતન્યધાતુ રોકાઈ ગઈ એ એક વાત. પાંચ ઇન્દ્રિયના વિષયમાં કેવળ બોધ ઢંકાઈ ગયો એ બીજી વાત અને ૫૨મ અમૃતરૂપ વિજ્ઞાનઘનસ્વભાવ મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો એ ત્રીજી વાત. આ પ્રમાણે અજ્ઞાનને લીધે જીવ ઇન્દ્રિયના વિષયમાં, મનના વિષયમાં અને શ૨ી૨માં મૂર્છાભાવને પામેલો હોવાથી તે પ્રકારના ભાવનો તે કર્તા પ્રતિભાસે છે. એટલે જે જે પ્રકારનો શુભાશુભ રાગ આવે છે તેનો તે કર્તા થાય છે. (ગાથા-૯૬, પેઈજ નં.૫૯ )