________________
૧૯૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ ] જુઓ, પ્રથમ શ્રી મહાવીરસ્વામી અને બીજા ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી પછી તરત
જ ત્રીજા સ્થાને ભગવાન કુંદકુંદાચાર્યદેવનું નામ આવે છે. જેમણે જૈનશાસનને જીવિત રાખ્યું છે એવા એ મહાસમર્થ આચાર્યની આ વાણી છે. તેઓ કહે છે કે જેમનારૂપે આત્મા વડે પરિણમવું અશકય છે એવાં રાગદ્વેષસુખદુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે જરાય નહિ પરિણમતો થકો જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે જ્ઞાનમય થયો થકો આ હું રાગને જાણું જ છું, રાગી તો પુદ્ગલ છે, રાગ તો પુદ્ગલ કરે છે ઇત્યાદિ વિધિથી, જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે.
૯૨મી ગાથામાં જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો એમ કહ્યું હતું અને અહીં જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો પોતે જ્ઞાનમય થઈને, રાગનો અકર્તા પ્રતિભાસે છે એમ કહ્યું છે. અજ્ઞાન શબ્દથી અહીં રાગ સમજવું. રાગમાં જ્ઞાન નથી તેથી તેને અજ્ઞાન કહ્યું છે. અજ્ઞાન એટલે મિથ્યાત્વ એમ નહિ પણ અજ્ઞાન એટલે રાગ એમ અર્થ સમજવો. રાગાદિ અજ્ઞાનપણે પરિણમવું તે અજ્ઞાનામાં છે અને રાગપણે ન પરિણમતાં જ્ઞાનરૂપે પરિણમવું તે જ્ઞાનાત્મા છે. અહો ! ભગવાનનો વિરહ ભૂલાવે એવી આ વાણી છે.
(ગાથા-૯૩, પેઈજ નં. ૩૫) [ ઉો ] અહીં કહે છે-જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, આ હું રાગને જાણું
જ છું ઇત્યાદિ વિધિથી રાગનો અકર્તા પ્રતિભાસે છે. “પોતે જ્ઞાનમય થયો થકો” –એટલે રાગ છે તો રાગનું જ્ઞાન થયું છે એમ નથી. સ્વયં અભેદ જ્ઞાનપણે પરિણમતો આ હું રાગને જાણે જ છું એમ ધર્મી માને છે. રાગથી લાભ (ધર્મ) થાય અથવા રાગ મારું કર્તવ્ય છે એમ ધર્મી જીવ માનતો નથી. વ્યવહારથી નિશ્ચય થાય એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે વાત કરી છે. બાકી રાગથી વીતરાગતા થાય એમ કદી હોય શકે નહિ. જ્ઞાની તો માને છે કે હું રાગને જાણું જ છું. (કરું છું એમ નહિ).
(ગાથા-૯૩, પેઈજ નં.૩૬-૩૭) [ ] જીવ સ્વરૂપથી રાગી નથી કેમકે જીવ તો ચૈતન્યસ્વરૂપ છે. રાગી તો પુદ્ગલ છે અર્થાત્
રાગનો કર્તા પુદ્ગલ છે ઇત્યાદિ વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ સમસ્ત રાગાદિ કર્મનો જ્ઞાની અકર્તા પ્રતિભાસે છે. જાઓ, આ ભેદજ્ઞાનની વિધિ !ધર્મી રાગનું જ્ઞાન કરે છે તે જ્ઞાનનું જ્ઞાનત્વ પ્રગટ કરે છે. રાગ પ્રગટ કરવો તે આત્માનો સ્વભાવ નથી. આ પ્રમાણે જ્ઞાની રાગનો અકર્તા પ્રતિભાસિત થાય છે.
(ગાથા-૯૩, પેઈજ નં. ૩૭) [ 8 ] અજ્ઞાની જીવ સ્વદ્રવ્ય-પદ્રવ્યને એક માને છે. તેથી આ આત્મા, જોકે તે સમસ્ત
વસ્તુઓના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્યધાતુમય છે તોપણ, અજ્ઞાનને લીધે જ સવિકાર અને સોપાધિક કરાયેલા ચૈતન્ય પરિણામવાળો હોવાથી તે પ્રકારના પોતાના ભાવનો કર્તા પ્રતિભાસે છે.”
(ગાથા-૯૬, પેઈજ નં. ૫૩) [ ] અહાહા....! ભગવાન આત્મા સમસ્ત વસ્તુના સંબંધથી રહિત બેહદ શુદ્ધ ચૈતન્ય
ધાતુમય છે. આત્મા રાગ, પુષ્ય, પાપ, શરીર, મન, વાણી, દેવ, ગુરુ, શાસ્ત્ર ઇત્યાદિ