________________
૧૯૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
પ્રવચન રત્નાકર ભાગ-૫
[ ] અજ્ઞાનથી આત્મા ૫૨ એટલે રાગ-વ્યવહા૨ રત્નત્રયનો વિકલ્પ અને પોતાની જુદાઈ જાણતો નથી. એટલે તે ૫૨ને-રાગને પોતારૂપ કરતો અને પોતાને ૫૨રૂપ એટલે રાગરૂપ કરતો, અજ્ઞાનમય થયો થકો, કર્મોનો એટલે વિકારી પરિણામોનો કર્તા પ્રતિભાસે છે. અહીં જડકર્મોની વાત નથી. (ગાથા-૯૨, પેઈજ નં. ૧૬)
[ ] હવે કહે છે– ‘જ્યારે અજ્ઞાનને લીધે આત્મા તે રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિનો અને તેના અનુભવનો ૫૨સ્પ૨ વિશેષ ન જાણતો હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે, શીતઉષ્ણની માફક ( અર્થાત્ જેમ શીત-ઉષ્ણરૂપે આત્મા વડે પરિણમવું અશકય છે તેમ ), જેમના રૂપે આત્મા વડે પરિણમવું અશકય છે એવાં રાગદ્વેષસુખદુઃખાદિરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો (અર્થાત્ પરિણમ્યો હોવાનું માનતો થકો ), જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો, પોતે અજ્ઞાનમય થયો થકો, ‘આ હું રાગી છું ( અર્થાત્ આ હું રાગ કરું છું)' ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે.
[]
અજ્ઞાનીને દયા, દાનના પરિણામ અને આત્માની એક્તાનો અધ્યાસ છે. તેથી એ બે વચ્ચેની ભિન્નતાનું એને ભાન નથી. પુણ્ય-પાપના પરિણામ મારાથી ભિન્ન છે અને તે સંબંધીનું જ્ઞાન મારાથી અભિન્ન છે એવું અજ્ઞાનીને ભાન નથી. જેમ શીતઉષ્ણ અવસ્થા આત્મા દ્વારા કરાવી અશકય છે તેમ રાગ-દ્વેષાદિ અવસ્થા આત્મા દ્વારા કરાવી અશકય છે. દયા, દાન આદિ પરિણામરૂપે આત્માનું પરિણમવું અશકય છે. આહાહા... ! હું જાણનાર–જાણનાર એક જ્ઞાયક છું એવું ભાન નહિ રાખતાં દયા-દાનપુણ્ય-પાપરૂપે અજ્ઞાનાત્મા વડે પરિણમતો થકો એટલે તે–રૂપે પોતે પરિણમ્યો હોવાનું માનતો, અજ્ઞાની થયો થકો આ હું દયા–દાન આદિ કરું છું ઇત્યાદિ ભાવ વડે રાગાદિ કર્મનો અજ્ઞાની કર્તા પ્રતિભાસે છે. (ગાથા-૯૨, પેઈજ નં. ૧૯ )
[ ] પુણ્યપાપના ભાવમાં જ્ઞાનભાવનો અંશ નથી. તે ભાવ ચૈતન્યની વિરુદ્ધ જાતિના વિજાતીય, જડ અને અચેતન છે. ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ છે. અને જ્ઞાનનું જ્ઞાનપણે જ પરિણમન થવું જોઈએ અને તે જ વાસ્તવિક છે. પરંતુ પોતાના જ્ઞાયકસ્વભાવની દૃષ્ટિ નહિં હોવાથી મિથ્યાષ્ટિ જીવને હું રાગદ્વેષપણે, પુણ્ય-પાપના ભાવપણે પરિણમું છું એમ ભાસે છે. આ પ્રમાણે જ્ઞાનનું અજ્ઞાનત્વ પ્રગટ કરતો તે
રાગાદિ કર્મોનો કર્તા થાય છે. ભગવાન શાયકની દૃષ્ટિનો અભાવ છે એવો મિથ્યાર્દષ્ટિ જીવ હું સ્વયં રાગી છું, પુણ્ય-પાપનો હું કર્તા છું, આ શુભાશુભ પરિણામ હું કરું છું એમ માનતો તે રાગાદિ કર્મોનો કર્તા પ્રતિભાસે છે. (ગાથા-૯૨, પેઈજ નં. ૨૦)
જીવ તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે, પણ પુણ્યપાપ આદિ અજીવને પોતાના માને તે મિથ્યાદૅષ્ટિ છે. મિથ્યાર્દષ્ટિ જીવ પોતે અજ્ઞાની થયો થકો ‘આ હું રાગી છું' ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે. હું રાગી છું એટલે રાગ મારું કર્તવ્ય છે અને હું રાગનો કર્તા છું એમ અજ્ઞાનીને પ્રતિભાસે છે. જ્યાં સુધી દૃષ્ટિ રાગ ઉપર છે ત્યાં સુધી