________________
૧૯૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પરિણામને કરવાના અહંકારથી ભરેલો હોવા છતાં પણ (તે આત્મા) પોતાના પરિણામને અનુરૂપ એવા પુદ્ગલના પરિણામને-કે જે પુદ્ગલથી અભિન્ન છે અને પુદ્ગલથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-કરતો ન પ્રતિભાસો.”
(ગાથા-૮૬, પેઈજ નં. ૨૩૪) [ ] પ્રત્યેક દ્રવ્ય પોતાના અનંત ગુણની અવસ્થારૂપે પરિણમન કરે છે. હવે કહે છે તેઓ
સંજ્ઞા, સંખ્યા, લક્ષણ, પ્રયોજનાદિકથી જુદા જુદા પ્રતિભાસે છે તોપણ એક વસ્તુ જ છે, જુદા નથી.; એવો જ ભેદભેદસ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે.”
(ગાથા-૮૬, પેઈજ નં. ૨૪૩) [ કુ ] અહો ! દિગંબર સંતોએ અલૌકિક માર્ગ કહ્યો છે. કહે છે કે-મિથ્યાદર્શન, અજ્ઞાન,
અવિરતિ ઇત્યાદિ ભાવો કે જે ચૈતન્યના વિકારમાત્રથી જીવ વડે ભાવવામાં આવે છે તે જીવ જ છે. વિકારમાત્રથી એટલે પોતાની વિકૃત અવસ્થાથી જીવમાં વિકાર થયો છે, નિમિત્તથી થયો છે એમ બિલકુલ નથી. જેમ લીલી, પીળી આદિ અવસ્થાપણે અરીસો પોતે પરિણમ્યો છે તે અરીસાની સ્વચ્છતાનો વિકાર છે. ત્યાં મોર પરિણમ્યો છે એમ નથી. તથા એ દર્પણની વિકૃતિ મોરને લઈને થઈ છે એમ નથી. મોર તો નિમિત્ત માત્ર છે. તેમ આત્મામાં જે વિકાર થાય છે તે આત્માની પર્યાય છે. કર્મ ત્યાં વિકારપણે પરિણમ્યું નથી. કર્મને લઈને વિકાર થયો છે એમ નથી. કર્મ તો નિમિત્ત માત્ર છે. જીવમાં વિકાર તેની પોતાની યોગ્યતાથી થયો છે. અજ્ઞાનદશામાં વિકારની ક્રિયા કરવાવાળો જીવ છે અને ભેદજ્ઞાનપૂર્વક સમ્યગ્દર્શન થતાં જ્ઞાની દ્રવ્યદૃષ્ટિએ વિકારને પરનો જાણે
છે કારણકે તે ચૈતન્યનો સ્વભાવ નથી. (ગાથા-૮૭, પેઈજ નં. ૨૬૮-૨૬૯) [ ] હવે કહે છે. અહીં એમ જાણવું કે-મિથ્યાત્વાદિકર્મની પ્રકૃતિઓ છે તે પુગલદ્રવ્યના
પરમાણુ છે. જીવ ઉપયોગ સ્વરૂપ છે. તેના ઉપયોગની એવી સ્વચ્છતા છે કે પૌદ્ગલિક કર્મનો ઉદય થતાં તેના ઉદયનો જે સ્વાદ આવે તેના આકારે ઉપયોગ થઈ જાય છે. અજ્ઞાનીને અજ્ઞાનને લીધે તે સ્વાદનું અને ઉપયોગનું ભેદજ્ઞાન નથી તેથી તે સ્વાદને જ પોતાનો ભાવ જાણે છે. જ્યારે તેમનું ભેદજ્ઞાન થાય અર્થાત્ જીવભાવને જીવ જાણે અને અજીવભાવને અજીવ જાણે ત્યારે મિથ્યાત્વનો અભાવ થઈને સમ્યજ્ઞાન થાય છે.”
જ્ઞાનમાં જડના સ્વાદનો ખ્યાલ આવે છે, પણ જડનો સ્વાદ જ્ઞાનમાં આવતો નથી. કર્મના ઉદયનો સ્વાદ આવે એટલે કે તેના આકારે ઉપયોગ થાય છે. જ્ઞાનની પર્યાયમાં જડની પર્યાયનો ખ્યાલ આવે છે. ખરેખર તો વિકારને જ્ઞાન જાણતું નથી, કર્મના ઉદયને પણ જ્ઞાન જાણતું નથી, પરંતુ તે વિકાર સંબંધીનું જે જ્ઞાન પોતામાં થયું તેને જ્ઞાન જાણે છે.
(સમયસાર ગાથા-૮૭, પેઈજ નં.- ૨૭૩) [] આત્મા અને પરમાણુ આદિ પ્રત્યેક પદાર્થમાં પોતાના સ્વભાવના રસથી સ્વભાવભૂત
એવા સ્વરૂપપરિણમનમાં સમર્થપણું છે. ભગવાન આત્મામાં નિશ્ચયથી પોતાના