________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૯૩
હું ૫૨નો કર્તા-ભોક્તા છું એવો અજ્ઞાનીનો જે વ્યવહા૨ છે તે સદોષ છે. મિથ્યાત્વસહિત છે એમ કહે છે. (ગાથા-૮૪, પેઈજ નં. ૨૦૩) [ ] એક પ્રશ્ન થયેલો કે–ભગવાને જોયું છે તે પ્રમાણે ભવ ઘટશે, આપણે શું કરી શકીએ ? અરે ભાઈ ! ભગવાને જોયું છે એમ થશે એવો નિર્ણય કોણે કર્યો ? જે કેવળજ્ઞાનની એક સમયની પર્યાયની સત્તાનો પોતાના જ્ઞાનમાં સ્વીકાર કરે તેને સ્વસન્મુખતા થાય છે અને તેને ભવ હોતો નથી. ભગવાને તેના ભવ જોયા નથી. કેવળજ્ઞાનીએ જોયું છે તે પ્રમાણે થશે એ વાત તો પછી, જગતમાં કેવળજ્ઞાનની સત્તાનો તને સ્વીકાર છે ? પ્રભુ ! એ સત્તાનો સ્વસન્મુખ થઈને સ્વીકાર નથી ત્યાં સુધી કેવળીએ જોયું તેમ ભવ ઘટશે એ વાત જ રહેતી નથી. ભગવાન ત્રણકાળ ત્રણલોકને જાણે છે એ તો વ્યવહા૨નું કથન છે. ખરેખર તો તે પોતાની પર્યાયને જાણે છે જેમાં ત્રણકાળ ત્રણલોક જણાય છે.
જે એક સમયની પર્યાયમાં ત્રણકાળ ત્રણલોક પ્રતિભાસે, જેમાં અનંતા કેવળી જણાય તે પર્યાયનું સામર્થ્ય કેટલું ? આવા અનંત અનંત સામર્થયુક્ત કેવળજ્ઞાનનો જેણે સ્વીકાર કર્યો તે પર્યાય અલ્પજ્ઞ છે અને સર્વજ્ઞ છે તે ૫૨ છે. કેવળજ્ઞાનનો સ્વીકાર અલ્પજ્ઞ પર્યાય કે સર્વજ્ઞની સામું જોવાથી થતો નથી. તો તેની સત્તાનો સ્વીકાર કેવી રીતે થાય ? કે જ્યારે શુદ્ધ ચૈતન્યસ્વભાવમય નિજ જ્ઞાયકસ્વભાવની સન્મુખ થઈ તેની દૃષ્ટિ થાય ત્યારે તેનો યથાર્થ સ્વીકાર થાય છે અને તે અનંતો પુરુષાર્થ છે. આહાહા...! કેવળજ્ઞાનની પર્યાય જેને પોતાના જ્ઞાનમાં બેઠી તેની દૃષ્ટિ સ્વભાવસન્મુખ હોય છે. પ્રવચનસા૨ની ગાથા ૮૦ માં કહ્યું છે કે-જે અરિહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાયથી જાણે છે તેને આત્માની સન્મુખ થઈને મોહનો ક્ષય થાય છે.
( ગાથા-૮૫, પેઈજ નં. - ૨૨૬થી ૨૨૭) [ ] હવે કહે છે– ‘એક દ્રવ્ય વડે બે દ્રવ્યના પરિણામ કરવામાં આવતા ન પ્રતિભાસો. જેમ કુંભાર ઘડાના સંભવને અનુકૂળ પોતાના (ઈચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ ) વ્યાપા૨ પરિણામને-કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને-ક૨તો પ્રતિભાસે છે, પરંતુ ઘડો કરવાના અહંકા૨થી ભરેલો હોવા છતાં પણ (તે કુંભાર ) પોતાના વ્યાપારને અનુરૂપ એવા માટીના ઘટ
પરિણામને –કે જે માટીથી અભિન્ન છે અને માટીથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી
કરવામાં આવે છે તેને–કરતો પ્રતિભાસતો નથી. (ગાથા-૮૬, પેઈજ નં. ૨૩૩) [ ] બંધ અધિકારમાં ત્યાંસુધી વાત કરી છે કે કોઈ ઉપદેશ દેનાર એમ માને કે મારાથી બીજા મોક્ષ પામે છે તો એમ માનનાર તે મૂઢ છે. જીવના (મુક્તિના ) વીતરાગ પરિણામનો જીવ પોતે કર્તા છે. તે પરિણામ પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે. તેને બીજાએ કર્યા છે એમ પ્રતિભાસતું નથી એમ અહીં કહે છે. આગળ કહે છે– ‘તેવી રીતે આત્મા પણ અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મરૂપ પરિણામને અનુકૂળ પોતાના પરિણામને -કે જે પોતાથી અભિન્ન છે અને પોતાથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને કરતો પ્રતિભાસો, પરંતુ પુદ્ગલના