________________
૧૯૧
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે. એક સમયની પર્યાયમાં પર્યાય અને દ્રવ્ય બને સાથે પ્રતિભાસે છે છતાં ભગવાન દ્રવ્યસ્વભાવ પર્યાયને અડતો, સ્પર્શતો નથી. શ્રી પ્રવચનસાર ગાથા ૧૭રના અલિંગગ્રહણના ૨૦ માં બોલમાં એમ લીધું છે કે પર્યાય દ્રવ્યને સ્પર્શતી નથી. (ત્યાં વિવિક્ષા જુદી છે). એ વાત અહીં નથી બતાવવી. અહીં તો દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી એમ બતાવવું છે.
(ગાથા-૪૯, પેઈજ નં. ૭૪) [ ] આ દિવ્યધ્વનિ અનુસાર ભગવાન કુંદકુંદાચાર્ય અહીં એમ કહે છે કે એક સમયની
પર્યાયમાં છ દ્રવ્યનું જ્ઞાન થાય છે. એ છ દ્રવ્યમાં અનંત સિદ્ધો પણ આવી ગયા. તે એક એક સિદ્ધને કેવળજ્ઞાન વર્તે છે. એવા અનંત સિદ્ધો અને સ્વદ્રવ્ય પર્યાયમાં જણાય છે. એટલે કે પર્યાયમાં પર્યાયનો પ્રતિભાસ થાય છે અને પર્યાયમાં દ્રવ્યનો પ્રતિભાસ થાય છે. જેમ દર્પણમાં બિંબનું પ્રતિબિંબ દેખાય છે તેમ એક સમયની પર્યાયમાં આખા દ્રવ્યનો પ્રતિભાસ થાય છે.
(ગાથા-૪૯, પેઈજ નં. ૭૬) પ્રવચન ૨ોકર ભાગ-૪ [ 0 ] જ્ઞાતાસ્વભાવના આશ્રયે જે જ્ઞાનપર્યાય પ્રગટી તેનો સ્વભાવ જુદાં જુદાં દ્રવ્યોને
પ્રકાશવાનો છે. જ્ઞાનનો સવિકલ્પ સ્વભાવ છે. એટલે જેટલાં (અનંત) દ્રવ્ય-ગુણપર્યાય છે તે સર્વને ભિન્નભિન્નપણે જાણે એવો એનો સ્વભાવ છે. કેવળજ્ઞાનની પર્યાયમાં કે શ્રુતજ્ઞાનની પર્યાયમાં પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને-દ્રવ્ય-ગુણ-પર્યાયબધાને પ્રકાશવાનો સ્વભાવ છે.
(પેઈજ નં. ૧૦) [૯ ] “જે આ આત્મા પોતાના અજ્ઞાન ભાવને લીધે, જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન
(જ્ઞાતા-દષ્ટા માત્ર) અવસ્થા તેનો ત્યાગ કરીને અજ્ઞાનભવન વ્યાપારરૂપ અર્થાત્ ક્રોધાદિ વ્યાપારરૂપ પ્રવર્તતો પ્રતિભાસે છે તે કર્તા છે.....”
(ગાથા-૬૯-૭૦, પેઈજ નં. ૧૬) [ ] તેને જ્ઞાન પ્રતિભાસવાને બદલે એકલા રાગાદિ જ પ્રતિભાસે છે અને તેથી રાગાદિમાં પ્રવર્તતો તે રાગાદિનો કર્તા છે...
.....અને જ્ઞાનભવનવ્યાપારરૂપ પ્રવર્તનથી જુદાં, જે ક્રિયમાનપણે અંતરંગમાં ઉત્પન્ન થતાં પ્રતિભાસે છે એવાં ક્રોધાદિક તે, (તે કર્તાનાં) કર્મ છે.”..
(ગાથા-૬૯, ૭૦, પેઈજ નં.-૧૭) [ 8 ] અહાહા....! રાગથી ભિન્ન પડીને સ્વભાવપણે જ્યાં જ્ઞાન પરિણમ્યું ત્યાં જ્ઞાનીને
હું કર્તા અને જે જ્ઞાનની પર્યાય થઈ, આનંદની પર્યાય થઈ તે મારું કાર્ય એમ પ્રતિભાસે છે પણ હું રાગ કરું છું અને રાગ મારું કાર્ય એમ પ્રતિભાસતું નથી. અહો ! ધર્મના સ્થંભ એવા દિગંબર સંતોએ ગજબની વાતો કરી છે. ધર્મના સ્વરૂપની આવી વાત બીજે ક્યાંય નથી.
(ગાથા-૭૧, પેઈજ નં. ૨૬) [ કુ ] “જોયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો