________________
૧૯૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
પ્રવચન રત્નાકર ભાગ-૩.
[ ] વળી તે જ્ઞાન કેવું છે’ ‘આત્મ-આરામમ્' જેનું રમવાનું ક્રીડાવન આત્મા જ છે અર્થાત્ જેમાં અનંત શેયોના આકા૨ આવીને ઝળકે છે તોપણ પોતે પોતાના સ્વરૂપમાં જ રમે છે. જુઓ, અનંત શેયોને જાણનારું જ્ઞાન પોતાના સામર્થ્યથી જ થાય છે, શૈયોથી નહિ. (કળશ-૩૩, પેઈજ નં. ૬)
[ ] કેવળ એક આખા વિશ્વની ઉપ૨ જાણે ત૨તો હોય તેમ, અખંડ પ્રતિભાસમય.. એટલે કે પર્યાયમાં અખંડનો પ્રતિભાસ થાય છે. અખંડ વસ્તુ છે તે પર્યાયમાં આવતી નથી પણ અખંડ પ્રતિભાસમય જે આત્મા તેનું જ્ઞાન પર્યાયમાં આવે છે. પર્યાયમાં ૫૨માત્મ સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે અને એવું જણાય છે ત્યારે પર્યાયમાં ૫૨માત્મપણું કાર્યપણે પરિણમે છે. પર્યાય છે તે ખંડ છે, અંશ છે, તે જ્યારે વસ્તુ તરફ ઢળે છે ત્યારે તેમાં અખંડ પ્રતિભાસમય વસ્તુ આખી જણાય છે. (ગાથા-૩૯ થી ૪૩, પેઈજ નં. ૧૪)
[ 0 ] ખરેખર તો સર્વજ્ઞપણું એ આત્મજ્ઞપણું છે. કેવળજ્ઞાનની પર્યાયનો સ્વભાવ જ એટલો અને એવડો છે કે તે સ્વ અને ૫૨ને સંપૂર્ણ પ્રકાશે. લોકાલોક છે તો પર્યાયમાં તેનું જ્ઞાન થાય છે એમ નથી. પર્યાયનો એ સહજ જ સ્વભાવ છે કે એ સમસ્ત વિશ્વને જાણે. સ્વપ૨પ્રકાશકપણાનું સામર્થ્ય પોતાથી જ પ્રગટયું છે. અરિહંતદેવ વિશ્વને સાક્ષાત્ દેખે છે એટલે કે પોતાની પર્યાયમાં પૂર્ણતાને દેખે છે. જેમ રાત્રિના સમયે કોઈ સરોવ૨ના પાણીમાં તારા, ચંદ્ર વગેરે દેખાય છે તે ખરેખર તો પાણીની જ અવસ્થા દેખાય છે તેમ જ્ઞાન ખરેખર તો જ્ઞાનને જ સંપૂર્ણ જાણી રહ્યું છે.
(પેઈજ નં-૨૦) (સ્વ-૫૨ પ્રકાશક સ્વભાવ હોવા છતાં અજ્ઞાનીનું વલણ સ્વદ્રવ્ય ઉ૫૨ નથી. ) [ ] આબાળગોપાળ સૌને સદા અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જણાઈ રહ્યો છે. આહાહા ! એની જ્ઞાનની પર્યાયમાં સદા ત્રિકાળી વસ્તુ જણાય છે, કેમકે જ્ઞાનની પર્યાયનો સ્વપ૨પ્રકાશકસ્વભાવ છે. સ્વ એવું જે દ્રવ્ય તે જ તેના જ્ઞાનમાં આવે છે. પરંતુ અજ્ઞાનીનું વલણ સ્વદ્રવ્ય ઉપર નથી તેથી જ્ઞાનની પર્યાયમાં પ્રગટ અવસ્થામાં જાણના૨ો પોતે જણાય છે એવું તેને ભાન થતું નથી, એવી તેને પ્રતીતિ ઉપજતી નથી. ભગવાન ! તારું જે પૂર્ણ અસ્તિત્વ છે તે એક સમયની પર્યાયમાં સદાય જણાય છે. (પેઈજ નં-૩૬)
[ ] કહે છે કે આ રાગ-દ્વેષ, પુણ્ય-પાપના ભાવ અને સુખ-દુઃખનું ભોગવવું એ તો ચૈતન્યની પર્યાયમાં થાય છે, કાંઈ શ૨ી૨ાદિ જડમાં થતા નથી. એ ચૈતન્યની ઊંધાઈથી થાય છે. તેથી તે ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે. છતાં તેમને પુદ્ગલના સ્વભાવ કેમ કહ્યાં ? આવી જેને અંત૨થી સમજવાની જિજ્ઞાસા છે અને પ્રશ્ન પૂછે છે તેને ઉત્ત૨રૂપે ગાથા સૂત્ર કહે છે. ( ગાથા-૪૫, પેજ નં. ૩૯ )
[ ] વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળાં મિશ્રિતરૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપણાને