________________
૧૮૯
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ ] આવી પ્રચંડ ચિન્માત્રશક્તિ વડે ગ્રાસીભૂત કરવામાં આવ્યા હોવાથી, જાણે અત્યંત
અંતર્મગ્ન થઈ રહ્યા હોય એવી રીતે પદાર્થો આત્મામાં પ્રકાશમાન છે. એટલે કે પ્રચંડ જ્ઞાનના સામર્થ્ય વડે જ્ઞાનમાં બધા પદાર્થો જાણવામાં આવ્યા હોવાથી, જાણે જ્ઞાનમાં બધા શેયો પેસી ગયા હોય અર્થાત જ્ઞાનમાં તદાકાર થઈ ડૂબી રહ્યા હોય એવી રીતે તેઓ આત્મામાં પ્રકાશમાન છે.
(ગાથા-૩૭, પેજ નં-૨૦૧) [ ] જ્ઞાનનો સ્વભાવ સમસ્ત પદાર્થોને પ્રસવાનો છે છતાં તે જ્ઞાનનું પરિણમન શેયને
લઈને થતું નથી. જેમ અરીસામાં જે પરચીજનું પ્રતિબિંબ જણાય છે તે પરચીજ નથી, તેમ જ અરીસામાં એ પરચીજ આવી નથી. વળી અરીસામાં પરિણતિ થઈ છે (પ્રતિબિંબ પડયું છે) તે પરચીજને કારણે નથી. પરંતુ અરીસાની સ્વચ્છતાને લઈને પરચીજનો એમાં ભાસ થયો છે. પરચીજ જાણે અરીસામાં આવી હોય તેમ જણાય છે છતાં તે અરીસાની સ્વચ્છતાની દશા છે, તે કાંઈ પરચીજ નથી. તથા સામે પરચીજ છે તેને લઈને અરીસાની સ્વચ્છતાની પરિણતિ થઈ છે એમ પણ નથી. તેમ આ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનો પોતાની દશામાં પરચીજને જાણવાનો ગ્રહવાનો પ્રસવાનો-કોળિયો કરી જવાનો સ્વભાવ છે. સમસ્ત પદાર્થોને પ્રસવાનો-જાણવાનો તેનો સ્વભાવ છે. ચાહે તો સર્વજ્ઞ પરમેશ્વર હો, સમોસરણ હો કે મંદિર હો-એ બધાયને પોતાના
ચૈતન્યના પ્રકાશના સામર્થ્યથી તેનો જાણવાનો સ્વભાવ છે. (પેઈજ નં-૨૦૧) [ઉ] ભાઈ ! તને તારા સ્વભાવના સામર્થ્યની ખબર નથી, શ્રદ્ધા નથી. એક સમયમાં
લોકાલોકને જાણે એવો તારો સ્વભાવ છે. ભલે શ્રુતજ્ઞાન હો. શ્રુતજ્ઞાન પરોક્ષ છે અને કેવળજ્ઞાન પ્રત્યક્ષ છે એટલો જ ફેર છે. શ્રુતજ્ઞાનમાં પણ પોતે પોતાને જાણતાં પોતાની હયાતીમાં, લોકાલોક જણાઈ જાય છે. ખરેખર તો લોકાલોક જણાય છે એમ કહેવું તે વ્યવહા૨ છે.
(પેઈજ નં-૨૦૬) [ રે ] જ્યારે આત્માનું અજ્ઞાન દૂર થાય ત્યારે કેવળજ્ઞાન પ્રગટ થાય અને કેવળજ્ઞાન પ્રગટ
થતાં સમસ્ત લોકમાં રહેલા પદાર્થો એકીવખતે જ જ્ઞાનમાં આવી ઝળકે છે તેને સર્વ લોક દેખો.
(ગાથા૩૮, પેઈજ નં.-૨૧૪)
દુઃખની પરમાર્થ વ્યાખ્યા બીજી રીતે કહીએ તો સાધકપણાને દ્રવ્ય કરતું નથી. દ્રવ્ય જે પરિપૂર્ણ છે એ સાધકપણામાં આવતું નથી અને સાધ્ય જે કેવળજ્ઞાન છે એ પણે પણ દ્રવ્ય થતું નથી. એ પર્યાયમાં દ્રવ્યને અને લોકાલોકને જે જાણવાની તાકાત છે... એટલે કે એ માત્ર જાણવાપણે પરિણમે છે. આહાહા ! આત્માનું સ્વરૂપ આવું છે.
(પ્રવચન સુધા ભાગ-૨, પેઈજ નં-૪૩૩)દ્વ