________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૮૭ પોતાની જ્ઞાનની પર્યાય સ્વયં રાગના શેયાકારરૂપે પરિણમતી થકી જ્ઞાનાકારરૂપ થઈ છે. તે પોતાથી થઈ છે, પોતામાં થઈ છે, પરથી (શેયથી) નહીં. અરૂપી આત્માને તો પોતાને અને પરને જાણવાવાળી જ્ઞાતૃતા છે. એ જ્ઞાતૃતા પોતાની છે, પોતાથી સહજ છે, રાગથી નીં અને રાગની પણ નહીં. એ રાગ છે તો જ્ઞાતૃતા ( જાણપણું ) છે એમ નથી. વસ્તુનું સહજ સ્વરૂપ જ આવું છે. અહો! આચાર્યદેવે મીઠી મધુરી ભાષામાં વસ્તુ ભિન્ન
પાડીને બતાવી છે. એમાં કર તો તારું કલ્યાણ થશે. (ગાથા-૧૯, પેઈજ નં.૫૪) [ કુ ] ....આમાં કહે છે કે લોકાલોક છે તો કેવળજ્ઞાનની પર્યાય છે એમ નથી. જ્ઞાનની સ્વપર
પ્રકાશક પરિણતિ એ પોતાની પોતાના સ્વભાવથી થાય છે લોકાલોકથી નહીં. સ્વપરનો પ્રતિભાસ થવો એ પોતાનું સહુજ સામર્થ્ય છે. પર છે તો પરનો પ્રકાશ થાય છે એમ નથી. આત્માની તો સ્વપરને જાણનારી જ્ઞાતૃતા છે અને કર્મ અને નોકર્મ પુદ્ગલનાં જ છે એમ જણાય છે.
(ગાથા- ૧૯, પેઈજ નં. ૫૫) [ 0 ] ભગવાન આત્મા જ્ઞાયકભાવ સ્વભાવરૂપ છે. એમાં વ્યવહારરત્નત્રયનો જે રાગ થાય
તે રાગ સંબંધીનું પણ તે કાળે પોતાનું જ્ઞાન પરિણમે છે. એ શેયાકારે પરિણમે છે એમ કહેવું તે વ્યવહાર અને એ જ્ઞાનાકારે થઈ રહ્યું છે એ નિશ્ચય છે. ભગવાન! તને સ્વભાવની સત્તાની ખબર નથી. ભગવાન આત્માની જ્ઞાનસત્તા જ્ઞાનના હોવાપણે છે. એમાં વ્યવહારના જે વિકલ્પ ઊઠે એ સંબંધીનું જ્ઞાન થયું તે તે કાળે જ્ઞાનની પરિણતિના સ્વભાવથી થાય છે, પણ રાગને લીધે નહીં. તે કાળે સ્વપરને જાણવાની પરિણતિ પોતાના અસ્તિત્વને લઈને ઊભી થાય છે, પણ રાગને લઈને નહીં. ભગવાન આત્માનો
સ્વ-પરને પ્રકાશવાના સામર્થ્યવાળો ચૈતન્યપ્રકાશ જ એવો છે કે જેમ અરીસામાં સામેની ચીજ-બિંબનું પ્રતિબિંબ દેખાય છે તેમ જ્ઞાનમાં રાગાદિ કર્મ-નોકર્મ જે શેય છે તે પ્રતિભાસે છે. તેથી રાગને કાળે રાગનું જે જ્ઞાન થાય એ રાગને લઈને નહીં પણ જ્ઞાનના સ્વપરપ્રકાશક સામર્થ્યને લઈને એ જ્ઞાન થાય છે. જ્યારે રાગનું જ્ઞાન રાગને લઈને નથી તો પછી રાગથી (રાગ કરતાં કરતાં) આત્માની નિર્મળ દશા કેમ પ્રગટ થાય? શુભરાગ-વ્યવહાર સાધન કારણ અને નિર્મળ દશા કાર્ય એમ શી રીતે થાય? ન જ થાય.
(ગાથા-૧૯, પેઈજ નં-૫૭) [ ] અનુભૂતિની- જ્ઞાનની જે પર્યાય થઈ એ પર્યાયમાં પોતામાં પ્રતિબિંબિત થયેલા એ
(અનંત ભાવોના શેયોના સ્વભાવ) જાણવામાં આવ્યા; શરીરની પર્યાય, વાણીની પર્યાય રાગની પર્યાય-એમ બધા અનંત ભાવો જ્ઞાનની પર્યાયમાં પોતપોતાના કારણે જાણવામાં આવ્યા, એ યોનું જ્ઞાન થયું પણ શેયો સંબંધી વિકાર થયો એમ નથી. એ શેયોનું જ્ઞાન નિર્વિકારી છે. જ્ઞાનમાં જે શેયોના આકાર પ્રતિભાસે છે તેમનાથી (ભેદવિજ્ઞાની પુરુષો) રાગાદિ વિકારને પ્રાપ્ત થતા નથી. એ જ્ઞાનની પર્યાયનું પોતાનું સહજ સામર્થ્ય છે. તેથી સ્વને અને પરને પોતાના અસ્તિત્વમાં જાણે છે....... (પેઈજ નં-૬O)