________________
૧૮૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પ્રવચન રત્નાકર ભાગ - ૨
(જાનનક્રિયા દ્વારા સૌને જાણનાર જ જણાય છે. )
[ ] આ બાળ–ગોપાળ સૌને એટલે નાનાથી મોટા દરેક જીવોને જાણવામાં તો સદાકાળ (નિરંતર ) અનુભૂતિસ્વરૂપ-જ્ઞાયકસ્વરૂપ નિજ આત્મા જ આવે છે. આબાલ-ગોપાલ સૌને જાણનક્રિયા દ્વારા અનુભૂતિસ્વરૂપ ભગવાન આત્મા જ જણાઈ રહ્યો છે. જાણનક્રિયા દ્વા૨ા સૌને જાણના૨ જ જણાય છે. આહાહા ! આમ સદાકાળ સૌને પોતે જ એટલે કે આત્મા જ જાણવામાં આવે છે. પુણ્ય પાપ આદિ જે વિકલ્પ છે તે અચેતન અને ૫૨ છે તેથી ઉર્ધ્વપણે જ્ઞાનની પર્યાયમાં તે જણાતા નથી પરંતુ જાણનાર જ જણાય છે. આમ સૌને પોતે જ અનુભવમાં આવતો હોવા છતાં અનાદિ બંધના વશે–એટલે અનાદિ બંધના કારણે એમ નહીં પરંતુ અનાદિ બંધને ( પોતે ) વશ થાય છે, તેથી આ જાણના૨જાણનાર–જાણનાર તે હું છું એમ ન માનતાં રાગ હું છું એમ માને છે.
ન
(ગાથા-૧૭-૧૮ પેઈજ નં-૩૩)
[ ] હવે દર્પણનું દૃષ્ટાંત આપીને સમજાવે છે. જેમ રૂપી દર્પણની સ્વ-૫૨ના આકા૨નો પ્રતિભાસ ક૨ના૨ી સ્વચ્છતા જ છે અને ઉષ્ણતા તથા જ્વાળા અગ્નિની છે... શું કહે છે ? જ્યારે દર્પણની સામે અગ્નિ હોય ત્યારે દર્પણમાં જે પ્રતિબિંબ ( અગ્નિ જેવો આકાર ) દેખાય છે તે દર્પણની સ્વચ્છતાની પર્યાય છે પણ અગ્નિની પર્યાય નથી. જે બહા૨માં જ્વાળા અને ઉષ્ણતા છે તે અગ્નિનાં છે. પરંતુ દર્પણમાં જે પ્રતિબિંબ દેખાય છે તે તો દર્પણની સ્વ-૫૨ના આકારનો- સ્વરૂપનો પ્રતિભાસ કરનારી સ્વચ્છતા જ છે. ‘તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને ને ૫૨ને જાણનારી જ્ઞાતૃતા ( જ્ઞાતાપણું ) જ છે અને કર્મ તથા નોકર્મ પુદ્ગલનાં છે. ' શું કહે છે? રાગ, દયા-દાન, પુણ્ય-પાપ આદિ જે વિકલ્પ એના આકારે એટલે શેયાકારે જે જ્ઞાન થયું તે તો જ્ઞાનની પર્યાય છે, પણ રાગની પર્યાય નથી. જેમ અગ્નિની પર્યાય અગ્નિમાં રહી પણ તેનો આકાર (પ્રતિબિંબ ) જે અરીસામાં દેખાય છે તે અગ્નિની પર્યાય નથી પણ એ તો અરીસાની સ્વચ્છતાની આકૃતિની પર્યાય છે. તેમ ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે જ્ઞેયાકાર સ્વનું જ્ઞાન કરે છે અને દયા, દાન, વ્રત આદિ વિકલ્પનું જ્ઞાન કરે છે. એ ૫૨નું જ્ઞાન થાય છે એ પોતાની પર્યાયમાં થાય છે. એ પરનું જ્ઞાન ૫૨માં તો થતું નથી, પણ ૫૨ને લીધે પણ થતું નથી. પોતાના જ્ઞાનની સ્વચ્છત્વ શક્તિને લીધે થાય છે. ( ગાથા-૧૯, પેઈજ નં.-૫૪) [ ] જેમ રૂપી દર્પણની સ્વચ્છતામાં સ્વ-૫૨નો પ્રતિભાસ ક૨વાની પોતાની શક્તિ છે તેમ જ્ઞાનની પર્યાયમાં પોતાનું જ્ઞાન થવું અને ૫૨ એવા વ્યવહા૨ રત્નત્રયનું જ્ઞાન થવું– એ સ્વપરના જાણવારૂપ પરિણમન થવું એ પોતાની શક્તિના કા૨ણે છે, પણ રાગના કા૨ણે નહીં અને રાગમાં પણ નહીં..... (ગાથા-૧૯, પેઈજ નં. ૫૪)
[ ] સ્વનું જ્ઞાન થવું અને ૫૨-રાગનું જ્ઞાન થવું એ તો પોતાની જ્ઞાનની પરિણતિનો સ્વ૫૨પ્રકાશક સ્વભાવ છે. રાગ છે તો રાગનું જ્ઞાન થયું એમ નથી. પરંતુ તે સમયે