________________
૧૮૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧
પ્રવચન રત્નાકર ભાગ
[] ભાવાર્થ:- જે સમ્યજ્ઞાન છે તે જ સરસ્વતીની સત્યાર્થમૂર્તિ છે. તેમાં પણ સંપૂર્ણ જ્ઞાન તો કેવળજ્ઞાન છે કે જેમાં સર્વ પદાર્થો પ્રતિભાસે છે. તે અનંત ધર્મો સહિત આત્મ
-
તત્ત્વને પ્રત્યક્ષ દેખે છે તેથી સરસ્વતીની મૂર્તિ છે. ( શ્લોક-૨, પેઈજ નં.૪ [] આત્મા કેવો છે? પોતાના અને ૫૨દ્રવ્યોના આકારોને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી જેણે સમસ્ત રૂપને ઝળકાવનારું એકરૂપપણું પ્રાપ્ત કર્યું છે. અહા ! પોતાનું જ્ઞાન કરે અને ૫૨ દ્રવ્યના આકા૨નું એટલે ૫૨ના સ્વરૂપનું જ્ઞાન કરે એવું સ્વ-૫૨ને પ્રકાશવાનું એનું સામર્થ્ય છે. ત્રણકાળ–ત્રણલોકને જાણવાનું સામર્થ્ય એક સમયની પર્યાયનું છે, છતાં એકરૂપપણે રહે છે; ખંડ ખંડ થતું નથી. (ગાથા-૨ પેઈજ નં-૪૯ ) [] પોતાના અને ૫૨દ્રવ્યોના આકાર-સ્વરૂપને પ્રકાશવાનું સામર્થ્ય હોવાથી સમસ્ત રૂપને પ્રકાશનારું એકપણું જેણે પ્રાપ્ત કર્યું છે એવો જીવ પદાર્થ તે સમય છે. ત્રણકાળ, ત્રણલોકને જ્ઞાનની પર્યાય જાણે છતાં જ્ઞાન એક આકારરૂપ છે એમ કહે છે. આ વિશેષણથી જ્ઞાન પોતાને જ જાણે છે, ૫૨ને નથી જાણતું એમ એકાકાર જ માનના૨નો તથા પોતાને નથી જાણતું પણ ૫૨ને જાણે છે એમ અનેકાકા૨ જ માનનારનો વ્યવચ્છેદ થયો. (ગાથા-૨ પેઇજ નં-૪૯ ) [] ભાવાર્થઃ– ‘શાયક’ એવું નામ પણ તેને શેયને જાણવાથી આપવામાં આવે છે; કારણકે શેયનું પ્રતિબિંબ જ્યારે ઝળકે છે ત્યારે જ્ઞાનમાં તેવું જ અનુભવાય છે. તો પણ શેયકૃત અશુદ્ધતા તેને નથી કા૨ણ કે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો શાયકનો જ અનુભવ કરતાં શાયક જ છે... (ગાથા-૬, પેઈજ નં. ૮૯)
[ ] ઉત્પાદ–વ્યય રહિત જે એકરૂપ શાયકભાવ તેના લક્ષે જે નિર્મળ પરિણમન થયું તેમાં આત્મા શુદ્ધ પ્રતિભાસ્યો તેને ‘શુદ્ધ’ કહેવામાં આવે છે.
( ગાથા - ૬, પેઈજ નં. ૯૬)
[ ] શેયાકાર થવાથી તે ‘ભાવ’ ને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે. જેવો રાગ હોય, પુણ્ય-પાપના ભાવ હોય તેને તે સ્વરૂપે જ જ્ઞાન જાણે, શરીર, મન, વાણી, રાગ, આદિ જ્ઞાનમાં જણાય તે કાળે જ્ઞાન જ્ઞેયાકારે પરિણમે છે, છતાં જ્ઞેયના જ્ઞેયાકાર થાય છે એવી પરાધીનતા નથી. જાણનાર શેયાકારોના જ્ઞાનપણે પરિણમે તેથી તેને જ્ઞાયકપણું પ્રસિદ્ધ છે, તોપણ શેય પદાર્થોના કા૨ણે જ્ઞાન પરિણમ્યું છે એમ નથી– જ્ઞેયકૃત અશુદ્ધતા તેને નથી. ૫૨ના કા૨ણે જ્ઞાન શેયાકા૨રૂપ થાય છે– એમ નથી, પરંતુ પોતાની પરિણમન યોગ્યતાથી પોતાનો શાનાકાર પોતાથી થયો છે. ( ગાથા-૬, પેઈજ નં-૯૬-૯૭) [] શાયક જે શેયો ૫૨ છે તેનો જાણનાર છે. ૫૨ શેયો જેવા હોય તે આકારે જ્ઞાનનું પરિણમન થાય છે; તો પ૨ની અપેક્ષાથી જ્ઞાનનું પરિણમન અશુદ્ધ થયું કે નહીં ? તો કહે છે – ના, કેમકે રાગાદિ જ્ઞેયાકા૨ની અવસ્થામાં શાયકપણે જે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની શાયક અવસ્થામાં પણ જ છે. જેમ દાહ્યકૃત અશુદ્ધતા અગ્નિને નથી તેમ