________________
૧૮૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ ] ભેદજ્ઞાન નહિ હોવાથી જેની ભેદ સંવેદન શક્તિ બિડાઈ ગઈ છે એવો અનાદિથી જ છે.
તેથી તે પરને અને પોતાને એકપણે જાણે છે. તેથી હું ક્રોધ છું. હું માન સ્વરૂપ છું. હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું શરીર છું, હું ઠીંગણો છું, હું લાંબો છું, હું કાળો છું, હું ધોળો છું વગેરે પરમાં આત્મ વિકલ્પ કરે છે એટલે કે પરમાં પોતાપણાનો વિકલ્પ કરે છે. તેથી નિર્વિકલ્પ અકૃત્રિમ, એક વિજ્ઞાનઘનસ્વભાવથી ભ્રષ્ટ થયો થકો વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણામતો થકો કર્તા પ્રતિભાસે છે.
(ગાથા-૯૭, પેઈજ નં.-૨૫૬) [ કુ ] આત્માની ઓળખાણ અને પ્રતીત થતાં જ્ઞાન પરનો અકર્તા થાય છે. અત્યંત ઉદાસીન થાય છે. નિર્વિકલ્પ અત્યંત વિજ્ઞાનઘન થયો થકો અકર્તા પ્રતિભાસે છે.
(ગાથા-૯૭, પેઈજ નં.-૨૬૧) [ ] પોતાના ભાવને અને શરીરના ઉદયને લગભગ સંબંધ થવાથી શરીર મારાથી ચાલે છે એમ અજ્ઞાનીને ભાસે છે.
(ગાથા-૯૮, પેઈજ નં.-૨૭૩) [ ] આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય તેમ અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન,
પરમાત્મરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યક્ષણે દેખાય છે.
(ગાથા-૧૪૪, પેઈજ નં.-૪૯૧) [G] આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય એવા આત્માને અનુભવે છે; તરતો એટલે
કે બધાથી જુદો ઉપર ને ઉપર, અધિક ને અધિક આખાય વિશ્વના ઉપર જાણે કે તરતો હોય એવા આત્માને અનુભવે છે, અખંડ પ્રતિભાસમય એવા આત્માને અનુભવે છે. વિકલ્પમાં રોકાતો ત્યાં ખંડ પડતો; તે છૂટી જવાથી અખંડ પ્રતિભાસમય આત્માને અનુભવે છે.
(ગાથા-૧૪૪, પેઈજ નં.-૪૯૩) [ ] એ વિકલ્પ મટાડીને શ્રુતજ્ઞાનને પોતા તરફ વાળવું પોતામાં લીન થવું, પોતામાં લીન થતાં બધા વિકલ્પ છૂટી જાય છે અને અખંડ પ્રતિભાસમય આત્માનો અનુભવ થાય છે.
(ગાથા-૧૪૪, પેઈજ નં.-૪૯૭) [ ] કરવારૂપ ક્રિયાની અંદર જાણવાની ક્રિયા ભાસતી નથી અને જાણવારૂપ ક્રિયાની અંદર
કરવારૂપ ક્રિયા ભાસતી નથી. અજ્ઞાનભાવમાં હું પરનું કરું છું તેમ ભાસે છે પણ હું જાણનાર છું, કર્તા નથી તેમ જુદાપણું રહેતું નથી અને તેથી જુદાપણું ભાસતું પણ નથી. કરવારૂપ ક્રિયામાં જ્યાં હોય ત્યાં કર્તાપણું ભાસે છે. પુણ્યની, પાપની, હિંસાની, દયાની જેટલી જેટલી લાગણી થાય તે બધાનો હું કર્તા છું અને તે મારું કામ છે એમ અજ્ઞાનીને ભાસે છે, જ્ઞાતાની ખબર નથી તેથી કરવારૂપ ક્રિયામાં એકમેક થયો તેને જાણવારૂપ ક્રિયા ભાસતી નથી.
(ગાથા-૧૪૪, પેઈજ નં.-૫૦૯) [ કુ ] તે જ્ઞસિ ક્રિયામાં મેં પૂજા કરી, ભક્તિ કરી, વ્રત કર્યાં તેવું કર્તાપણું ભાસતું નથી, તેની
ક્રિયા મેં કરી તેમ ભાસતું નથી, જ્ઞાનનું જ્ઞાન કર્યું, એટલે કે જ્ઞાતાનું જ્ઞાન કર્યું પૂજાભક્તિનો, વ્રતાદિનો જે જે વિકલ્પ આવે તેનું જ્ઞાન કર્યું એમ બધાનું જ્ઞાન કર્યું. પૂજા