________________
૧૮૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ (અનાદિથી જીવ અપ્રતિબુધ્ધ કેમ થયો છે. તેનું કારણ દર્શાવે છે.) [૯ ] “એકી સાથે અનેક પ્રકારની બંધનની ઉપાધિના અતિ નિકટપણાથી વેગપૂર્વક વહેતા
અસ્વભાવભાવોના સંયોગવશે જે (અપ્રતિબુદ્ધ જીવ ) અનેક પ્રકારના વર્ણવાળા આશ્રયની નિકટતાથી રંગાયેલા સ્ફટિક-પાષાણ જેવો છે. 'જુઓ, સ્ફટિક-પાષાણની નજીકમાં કાળા, લાલ આદિ ફૂલ હોય તો જે એનું પ્રતિબિંબ સ્ફટિક પાષાણમાં પડે તે સ્ફટિકની યોગ્યતાથી પડે છે, પણ એ લાલ, કાળા આદિ ફૂલને લઈને પડે છે એમ નથી. જો એ લાલ આદિ ફૂલને લઈને પડે તો લાકડું મૂકીએ તો એમાં પણ પડવું જોઈએ. (પણ એમ નથી.) એ (ફૂલ) તો નિમિત્ત છે અને નૈમિત્તિકમાં જે લાલ આદિ ફૂલનું પ્રતિબિંબ દેખાય છે એ તો સ્ફટિકની તે પ્રકારની પોતાની પર્યાયની વર્તમાન યોગ્યતાને લીધે છે. તેવી જ રીતે કર્મના ઉદયરૂપ રંગને લીધે આત્મામાં રાગ-દ્વેષરૂપ રંગ ઊઠે છે એમ નથી. એ (કર્મનો ઉદય) તો નિમિત્ત છે અને નૈમિત્તિક રાગ-દ્વેષ જે આત્મામાં ઊઠે છે તે તે પ્રકારની પોતાની પર્યાયની વર્તમાન યોગ્યતાને લીધે છે.
વળી જેમ કોઈ વાસણમાં સ્ફટિક મૂક્યો હોય તો વાસણ જેવા રંગનું હોય તેવા જ રંગનો સ્ફટિક દેખાય છે. એ સ્ફટિકની પોતાની પર્યાયની વર્તમાન યોગ્યતાને કારણે છે નહિ કે વાસણના રંગને કારણે; તેમ એક સમયની પર્યાય-વિકારી હોય કે અવિકારીસ્વતંત્રપણે તે કાળે તે પ્રકારે ઉત્પન્ન થવાની યોગ્યતાથી થાય છે.
ભગવાન જ્ઞાયકભાવસ્વરૂપ આત્માનો ચૈતન્ય ઉપયોગ તો સ્ફટિકની જેમ નિર્મળ છે. એ ઉપયોગમાં અતિ નિકટના જે અસ્વભાવભાવો-રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, વ્રત, તપ, દાન, ભક્તિ તથા કામ, ક્રોધ આદિ તે જણાય છે. એ જણાતાં એ અસ્વભાવભાવો જ હું છું એમ અજ્ઞાની માને છે. ઝીણી વાત છે, ભાઈ ! આ વ્યવહાર રત્નત્રયના વિકલ્પ, દેવ-ગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચમહાવ્રતનો રાગ, ઇત્યાદિ જે બધા વ્યભિચારી ભાવો તે ચૈતન્યના ઉપયોગથી ભિન્ન છે, અચેતનરૂપ છે છતાં અનાદિ અજ્ઞાનથી અજ્ઞાની કર્મની નિકટતાથી ઉત્પન્ન થયેલા એ અસ્વભાવભાવોને પોતાના માની ને તે હું છું એમ માને છે.
(ગાથા-૨૩ થી ૨૫, પેઈજ નં.૮૮૧) [ ] પ્રશ્ન- એને શું આ અણ ઉપયોગરૂપ અસ્વભાવભાવો છે એની ખબર નથી ? ઉત્તર- હા, ખબર નથી. એને ભાન નથી તેથી તો તે અપ્રતિબદ્ધ છે.
જેમ સ્ફટિકમણિમાં લાલ, પીળા આદિ ફૂલની નિકટતાથી લાલ, પીળી આદિ ઝલક (ઝાંય) જે ઊઠે છે એને લઈને એની સફેદાઈ (નિર્મળતા) ઢંકાઈ ગઈ છે, તિરોભૂત થઈ ગઈ છે; તેમ ચૈતન્યસ્વરૂપ જ્ઞાન ઉપયોગમય વસ્તુ જે આત્મા તેનો સ્વભાવ એ પુણ્ય-પાપ આદિ અસ્વભાવભાવોને લઈને ઢંકાઈ ગયો છે.
(ગાથા-૨૩, ૨૪, ૨૫, પેઈજ નં.૮૧) [ ૯ ] કર્મના નિમિત્તે થતાં રાગદ્વેષના પરિણામ જે ઉપયોગમાં ઝળકે છે તે હું નથી, કારણ કે
ટંકોત્કીર્ણ એક જ્ઞાયક સ્વભાવભાવ શુદ્ધ ચૈતન્ય ઉપયોગ સ્વભાવી વસ્તુનું વિકારના ભાવ્યપણે થવું અશક્ય છે.
(ગાથા-૩૬ પેઇજ નં-૧૯૧)