________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
તે રાગનો કર્તા છે અને ત્યાંસુધી મિથ્યાર્દષ્ટિ છે. આવો આ વી૨નો માર્ગ છે! (ગાથા-૯૨, પેઈજ નં. ૨૨) [ ] ‘રાગ-દ્વેષ-સુખ-દુઃખાદિ અવસ્થા પુદ્ગલકર્મના ઉદયનો સ્વાદ છે; તેથી તે, શીતઉષ્ણપણાની માફક, પુદ્ગલકર્મથી અભિન્ન છે. અને આત્માથી અત્યંત ભિન્ન છે. અજ્ઞાનને લીધે આત્માને તેનું ભેદજ્ઞાન નહિ હોવાથી તે એમ જાણે છે કે આ સ્વાદ મારો જ છે; કારણકે જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગદ્વેષાદિનો સ્વાદ, શીત-ઉષ્ણપણાની માફક જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં, જાણે કે જ્ઞાન જ રાગદ્વેષ થઈ ગયું હોય એવું અજ્ઞાનીને ભાસે છે. તેથી તે એમ માને છે કે “હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું,” ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગ-દ્વેષાદિનો કર્તા થાય છે.’
૧૯૭
( ગાથા-૯૨, પેઈજ નં. ૨૨, ૨૩) [ ] જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગ-દ્વેષાદિનો સ્વાદ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. જેવો રાગ થાય એવું જ્ઞાનમાં જાણવામાં આવે છે. ત્યાં જાણે કે જ્ઞાન જ રાગદ્વેષરૂપ થઈ ગયું હોય એમ અજ્ઞાનીને ભાસે છે. રાગ તો ખરેખર જ્ઞાનનું ૫૨શેય છે. પણ એમ ન માનતાં હું રાગદ્વેષપણે જ થઈ ગયો છું એમ અજ્ઞાનીને ભાસે છે. તેથી તે એમ માને છે કે હું રાગી છું, હું દ્વેષી છું, હું ક્રોધી છું, હું માની છું ઇત્યાદિ. આ રીતે અજ્ઞાની જીવ રાગદ્વેષાદિ કર્મોનો કર્તા થાય છે; પણ પોતાના જ્ઞાતાદેષ્ટા સ્વભાવનું ભાન પ્રગટ કરતો નથી.
ન
(ગાથા-૯૨, પેઈજ નં. ૨૩) [ ] ‘જ્ઞાનથી આ આત્મા ૫૨નો અને પોતાનો ૫રસ્પર વિશેષ જાણતો હોય ત્યારે ૫૨ને પોતારૂપ નહિં કરતો અને પોતાને ૫૨ નહિ કરતો, પોતે જ્ઞાનમય થયો થકો, કર્મોનો અકર્તા પ્રતિભાસે છે.’ (ગાથા-૯૩, પેઈજ નં. ૨૫ )
[ ] અહો ! જૈનદર્શન એ તો વિશ્વદર્શન છે અને એ જ વિશ્વને શ૨ણ છે. ધર્મી એમ માને છે કે હું તો સ્વયં જ્ઞાનમય છું. રાગ છે તો રાગનું જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞાન જ્ઞાનથી પોતાથી થયું છે, એને કોઈ ૫૨ની અપેક્ષા નથી. જ્ઞાની સ્વયં જ્ઞાની થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. અહીં જડ કર્મની વાત નથી. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવનો જ્ઞાની અકર્તા પ્રતિભાસે છે– એમ વાત છે.
( ગાથા-૯૩, પેઈજ નં. ૨૬) (જ્ઞાનને એકલું ૫૨ પ્રકાશક માને તે મિથ્યાત્વ છે.) [ ] સ્વ-પર પ્રકાશક જ્ઞાનની પર્યાયમાં પોતાનું દ્રવ્ય જણાય છે. પરંતુ અજ્ઞાનીની દ્રવ્ય ઉ૫૨ દૃષ્ટિ નથી. અજ્ઞાનીની દૃષ્ટિ અનાદિથી રાગ અને પર્યાય ઉ૫૨ ૫ડી છે. એટલે મેં દયા પાળી, મેં વ્રત કર્યા, મેં ભક્તિ કરી, પૂજા કરી એમ જાણતો તે પોતાને એકલો ૫૨પ્રકાશક માને છે. સ્વપ૨પ્રકાશક જ્ઞાનને એકલું ૫૨પ્રકાશક માને તે મિથ્યાત્વ છે. રાગને માનવો અને સ્વભાવને ન માનવો તે એકાન્ત મિથ્યાત્વ છે, મિથ્યા ભ્રાન્તિ છે.
(પેઈજ નં-૩૩)