________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૨૦૧
[ ] ૯૬ મી ગાથામાં આવી ગયું છે કે આ શરીર મૃતક કલેવર છે. અમૃતસાગર પ્રભુ આત્મા મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે. “પોતાનો કેવળ બોધ (–જ્ઞાન ) ઢંકાયેલ હોવાથી અને મૃતક કલેવર (શ૨ી૨) વડે ૫૨મ અમૃતરૂપ વિજ્ઞાનઘન (પોતે ) મૂર્છિત થયો હોવાથી તે પ્રકા૨ના ભાવનો કર્તા પ્રતિભાસે છે.” ત્રણલોકનો નાથ અમૃતનો સાગર અંદર છલોછલ ભરેલો છે. તેને ભૂલીને મૃતક કલેવરમાં મૂર્છિત થયો છે એવો અજ્ઞાની જીવ પોતાના શુભાશુભ ભાવોનો કર્તા પ્રતિભાસે છે.
(ગાથા-૧૦૫, પેઈજ નં. ૧૬૨-૧૬૩) (પર્યાયમાં દ્રવ્ય આવતું નથી પણ તેનો પ્રતિભાસ થાય છે.)
[ ] સમ્યગ્દર્શન એટલે ધર્મનું પ્રથમ સોપાનઃ તેની અહીં વાત ચાલે છે. જ્ઞાનની દશા ૫૨ ત૨ફના ઝુકાવથી ખસીને જ્યાં સ્વસન્મુખ થઈ ત્યાં નિજરસથી જ ભગવાન આત્મા પર્યાયમાં પ્રસિદ્ધ થાય છે, અનુભવાય છે. ત્યાં જે અનુભવમાં આવ્યો તે આત્મા કેવો છે? તો કહે છે–આદિ–મધ્ય-અંતરહિત, અનાકુળ આનંદનું ધામ, કેવળ એક, જાણે આખાય વિશ્વના ઉપ૨ ત૨તો હોય તેવો વિશ્વથી ભિન્ન અખંડ પ્રતિભાસમય વસ્તુ આત્મા છે. પર્યાયમાં વસ્તુ પરિપૂર્ણ, અખંડ પ્રતિભાસમય પ્રતિભાસે છે. પર્યાયમાં દ્રવ્ય આવતું નથી, પણ પરિપૂર્ણ અખંડ દ્રવ્યનો પર્યાયમાં પ્રતિભાસ થાય છે. આખી વસ્તુના પૂર્ણ સામર્થ્યનું પર્યાયમાં જ્ઞાન થાય છે. વિકલ્પથી છૂટીને અંત૨માં જાય છે તેને વર્તમાન જ્ઞાનની દશામાં ત્રિકાળી એકરૂપ અખંડનો પ્રતિભાસ થાય છે.
( ગાથા-૧૪૪, પેઈજ નં. ૩૫૮) (પ્રતિભાસ દ્વારા અખંડ પ્રતિભાસમયી ૫૨માત્માની સિદ્ધિ)
[ ] શાતાદ્રવ્યમાં એકાગ્ર થયેલી જ્ઞાનની પર્યાયમાં આદિ-મધ્ય-અંતરહિત અનાદિઅનંત, કેવળ એક, અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનથનરૂપ વસ્તુનો જે પ્રતિભાસ થયો તે ૫૨માત્મરૂપ સમયસાર છે. આહાહા... ! આત્માની શક્તિ, એનું સામર્થ્ય, એનું સ્વરૂપ ૫રમાત્મરૂપ છે. આત્માનું સિદ્ધસ્વરૂપ કહો કે ૫૨માત્મસ્વરૂપ કહો–એક જ વાત છે. આવા અખંડ પ્રતિભાસમય ૫૨માત્મરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા સમ્યપણે દેખાય છે; દેખાય છે એટલે શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યગ્નાન છે.
આત્માનો અનુભવ એટલે શુદ્ઘ દ્રવ્યનો અનુભવ, અનાદિ અનંત, કેવળ એક, અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન ૫૨માત્મરૂપ સમયસારનો અનુભવ. આ અનુભવમાં આત્મા સમ્યપણે દેખાય છે, શ્રદ્ધાય છે. આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યાન છે અને તે ભગવાન સમયસારથી ભિન્ન નથી, એક જ છે ભાઈ ! ( ગાથા-૧૪૪, પેઈજ નં. ૩૫૯ )
(બા૨ અંગનો સ૨વાળો )
[ ] આહા ! ભગવાન સર્વશદેવનું કહેલું આ સત્ય તત્ત્વ છે. કોઈને તે ન બેસે અને ન ગોઠે