________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૯૫
નિજરસથી–જ્ઞાનરસથી, આનંદરસથી, શાંતરસથી નિર્વિકા૨૨સથી પોતાના સ્વભાવભૂત એવા સ્વરૂપપરિણમનમાં સમર્થપણું છે. પુણ્ય-પાપના જે ભાવ થાય એ તો સ્વભાવભૂત સ્વરૂપપરિણમન નથી. અહીં કહે છે કે ભગવાન આત્મા પોતાના અનાકુળ આનંદ, અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય સ્વચ્છતાના પોતાના શુદ્ધ સ્વભાવે પરિણમે એવું એમાં સામર્થ્ય છે. તો વિકા૨ કેમ છે ? તો કહે છે
તથાપિ અનાદિ કાળથી અન્ય વસ્તુ જે જડ મોઠ તેની સાથે સંબંધ કર્યો છે તે કા૨ણે જે તેના ઉપયોગમાં વિકા૨પરિણામ ઉત્પન્ન થાય છે. ભગવાન આત્માનો જાણવા-દેખવાનો ઉપયોગ તો સદા નિર્મળ, શુદ્ધ છે. તેમાં અનાદિ મોહકર્મના સંયોગના વશે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ–એમ ત્રણ પ્રકારે વિકા૨પરિણામની પોતાથી ઉત્પત્તિ છે. ( ગાથા-૮૯, પેઈજ નં. ૨૭૯-૨૮૦)
[ ] જુઓ, સ્ફટિક તો સ્વચ્છતાના સ્વરૂપપરિણમનમાં સમર્થ છે. છતાં ૫૨ના સંગથી કાળા, લીલા, પીળા રંગરૂપે પર્યાયમાં પરિણમન થાય છે. સ્ફટિકમાં જે કાળી ઝાંય દેખાય છે તે ખરેખર તો પોતાના ષટ્કારકના પરિણમનથી થઈ છે; ૫૨ના કા૨ણે નહિ અને પોતાના દ્રવ્ય-ગુણના કા૨ણે પણ નહિ. માર્ગ સૂક્ષ્મ છે પ્રભુ ! સંતો પોકાર કરે છે કે તારા અપરાધથી તારામાં રાગ પરિણામ થાય છે, ૫૨ના કા૨ણે નહિ.
( ગાથા-૮૯, પેઈજ નં. ૨૮૧) [] જુઓ, મિથ્યાદર્શન, અજ્ઞાન, અવિરતિ છે તે અન્યવસ્તુભૂત મોહનો સ્વભાવ છે; તે મોહનો સંયોગ એટલે નિમિત્ત હોવાથી આત્મામાં મિથ્યાદર્શન આદિ પરિણામ થાય છે. સંયોગ નિમિત્ત છે પણ સંયોગના કારણે મિથ્યાત્વાદિ વિકા૨પરિણામ થાય છે એમ નથી. જેમ સ્ફટિકમાં કાળી, લીલી, પીળી ઝાંય દેખાય છે તે વાસણના કા૨ણે નથી; વાસણ તો નિમિત્ત છે,નિમિત્તકર્તા નથી. સ્ફટિકમાં જે કાળી, લીલી, પીળી ઝાંય દેખાય છે તે સ્ફટિકની પર્યાયની યોગ્યતાથી થઈ છે, વાસણે કરી છે એમ નથી. તેમ જીવમાં થતા મિથ્યાત્વાદિ ભાવો જીવની પર્યાયની યોગ્યતાથી થયા છે, જડ મોહકર્મે કર્યા છે એમ નથી. જડમોહ તો નિમિત્ત છે બસ. (ગાથા-૮૯, પેઈજ નં. ૨૮૨)
આત્મ દ્રવ્યમાં બે ભાગ છે તેથી તેમાં હૈય-ઉપાદેયના બે પ્રકાર પડે છે. હવે જો બન્ને ભાગને ઉપાદેયરૂપ જ ગણવામાં આવે તો એક ઉપાદેયરૂપમાં જ બે ભાગ શું ? બે ભાગ જ સિદ્ધ ન થાય, ને બે ભાગ તો છે જ. તેથી બે માંથી એક ભાગને હેય કરી બીજો ભાગ ઉપાદેયરૂપ થાય ત્યારે જ દૃષ્ટિનો વિષય ગ્રહણ થઈ શકે છે. આમ જ વસ્તુનું સ્વરૂપ છે.
( ૧૯૮૨ મેં આત્મધર્મ અંક-૪૬૩, પેઈજ નં-૫, બોલ નં-૧૪ )