________________
૧૮૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ ] સંસાર અવસ્થામાં રાગ-દ્વેષ, હર્ષ-શોકના વિકારી વિભાવ ભાવને જીવ ભોગવે અને મોક્ષદશામાં પોતાની પવિત્ર, નિર્મળ વીતરાગતાને ભોગવે તેવો અનુભવતો થકો પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો પરંતુ અન્યને અનુભવતો ન પ્રતિભાસો. ( ગાથા-૮૩, પેઈજ નં.-૧૪૦) [] આચાર્યદેવ અજ્ઞાનીના પ્રતિભાસને વ્યવહા૨ કહે છે. તે વ્યવહા૨નું ફળ ચોરાશીમાં રખડવાનું છે. ( ગાથા-૮૪, પેઈજ નં.-૧૪૭) [] એવા માટીના ઘટ પરિણામને કે જે માટીથી અભિન્ન છે અને માટીથી અભિન્ન પરિણતિમાત્ર ક્રિયાથી કરવામાં આવે છે તેને કરતો પ્રતિભાસતો નથી.
( ગાથા-૮૬, પેઈજ નં.-૧૫૪) ( [] આત્મા પોતાના જ પરિણામને કરતો પ્રતિભાસો પપુદ્ગલની પરિણામને કરતો તો કદી ન પ્રતિભાસો ! આત્માની અને પુદ્ગલની બન્નેની ક્રિયા એક આત્મા જ કરે છે એમ માનનારા મિથ્યાર્દષ્ટિ છે. ( ગાથા-૮૬, પેઈજ નં. -૧૫૫ ) [] જેમ ઘેરો પીળો, લીલો, વાદળી આદિ ભાવો જે મોર વડે ભાવવામાં આવે છે બનાવાય છે– થાય છે. તે મો૨ જ છે. મો૨નાં શ૨ી૨માં અને પીછામાં જે ઘેરો, પીળો, વાદળી, લીલો આદિ રંગ છે તે મો૨ જ છે અને દર્પણમાં પ્રતિબિંબરૂપે દેખાતો ઘેરો, વાદળી, લીલો, પીળો વગેરે ભાવો તે અરીસાની વિકારી પર્યાય છે. અરીસાની નિર્મળતાનો તે વિકા૨ છે. માટે અરીસામાં પડતું મોરનું પ્રતિબિંબ અને મોર બન્ને જુદી વસ્તુ છે; અરીસામાં મોરના આકારે જે વિકા૨ી પર્યાય થાય છે તે અરીસાનો મૂળ સ્વભાવ નથી પણ વિકારી પર્યાય છે, મોરનો રંગ અરીસામાં દેખાય છે તે અરીસાની વિકારી છે. અરીસાની પર્યાય લાયકાતને લઈને અરીસાની પર્યાય છે. અરીસાની લાયકાતને લઈને અરીસાની પર્યાય થાય છે. અરીસાની સામે આ મો૨પીછી રાખીએ તો અરીસાની પોતાની લાયકાતને લઈને તેમાં પ્રતિબિંબ પડે છે. પરંતુ નિમિત્તને લઈને પ્રતિબિંબ પડતું નથી. નિમિત્ત તો માત્ર નિમિત્ત છે. નિમિત્તને લઈને જો પ્રતિબિંબ પડતું હોય તો લાકડામાં પ્રતિબિંબ પડવું જોઈએ. પણ લાકડામાં પ્રતિબિંબ પડતું નથી. તેથી સિદ્ધાંત એ થયો કે નિમિત્તને લઈને પ્રતિબિંબ નથી પણ અરીસાની પોતાની રાતા-લીલા-પીળા રંગની અવસ્થા થવાની યોગ્યતા હતી તેથી તે ટાણે મો૨પીછીનું નિમિત્ત બની જાય છે. અરીસાની સ્વચ્છતા બદલીને વિકારરૂપે રાતી-લીલી અવસ્થા થઈ જાય છે તો પણ અરીસાની સ્વચ્છતાનો નાશ થતો નથી; વિકારી અવસ્થા કાયમ રહેતી નથી પણ ક્ષણિક છે. ( ગાથા-૮૭, પેઈજ નં. -૧૭૨ )
[ ] સામે અગ્નિ સળગતી હોય તો અરીસો ઊનો થાય ? ન થાય. લાલ અગ્નિ સામે છે. તેવું પ્રતિબિંબ અરીસામાં પડે છે- તેવું પ્રતિબિંબ અરીસામાં દેખાય છે. તે અરીસાની લાયકાત છે. અરીસાની સ્વચ્છતાનો વિકા૨ છે. ( ગાથા-૮૭, પેઈજ નં. -૧૭૩) [ ] પુણ્ય–પાપ, શરીર, મન, વાણી તે બધાંને પોતારૂપ માને છે અને પોતાને શ૨ી૨ાદિરૂપ