________________
૧૭૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ [ ] અગ્નિની જવાળા જે અરીસામાં દેખાય છે તે અરીસામાં અગ્નિ દેખાતી નથી પણ તે
અરીસાની સ્વચ્છતા જ દેખાય છે. અગ્નિના ગુણ કાંઈ અરીસામાં પેસી ગયા નથી, અરીસામાં રાતાપણે પરિણમવાની યોગ્યતા હતી તેથી રાતારંગપણે તે થયો છે. પણ અગ્નિએ અરીસાને રાતાપણે કર્યો નથી. જો અગ્નિથી અરીસાની રાતી અવસ્થા થઈ હોત તો લાકડામાં પણ થવી જોઈએ. પરંતુ તેમ બનતું નથી. તેનામાં યોગ્યતા હોય ત્યારે જ થાય તેમ આત્મા જ્ઞાનાનંદ ચૈતન્યમૂર્તિ છે તેમાં કર્મ-નોકર્મ દેખાય છે તે તેના જ્ઞાનની સ્વચ્છતા છે. કર્મ કે નોકર્મ આત્મામાં પેસી ગયા નથી. આત્મા પોતે પોતાની અવસ્થાને જ જાણે છે સામા નિમિત્તને લઈને જાણે છે તેમ નથી. આત્મા જ્ઞાન સ્વરૂપ નિર્મળ અરીસો એવો છે કે તેમાં જે મકાન વગેરે દેખાય છે તેને તે જાણતો નથી પણ પોતાના જ્ઞાનની અવસ્થાને જ જાણે છે, પોતાનો જ્ઞાન સ્વભાવ પર નિમિત્તને લઈને નથી પણ અવસ્થા થવાની યોગ્યતા મુજબ જ્ઞાનના સામર્થ્ય અનુસાર સામું નિમિત્ત હાજર હોય છે. પણ તે નિમિત્તાધીન આત્માનું જ્ઞાન નથી.
(ગાથા-૧૯, પેઈજ નં.-૧૮૯) [ ] શરીર, ઇન્દ્રિય, કર્મ તે તો રજકણ છે, તેને લીધે જ્ઞાન નથી. શરીર હાલ્યું એમ જાણું તે જ્ઞાનની સ્વચ્છતા યોગ્યતામાં પોતાના જ્ઞાનની અવસ્થા જાણી.
(ગાથા-૧૯, પેઈજ નં.-૧૮૯) [] શરીરાદિની અવસ્થા તેના સ્વતંત્ર કારણે છે. મારી અવસ્થા મારામાં મારા કારણે છે.
જેટલા દેહના જન્મ મરણાદિ સ્વભાવો-સંયોગો તે બધા ભગવાન આત્માના જ્ઞાનની સામર્થ્ય ભૂમિકામાં જણાય છે પણ આત્મા તેની અવસ્થા કરતો નથી કે તે પર (પદાર્થ) આત્માની અવસ્થા કરતા નથી. આત્મા અરૂપી છે તેમાં જો લીમડો આદિ રૂપી પદાર્થ આવી જતા હોય તો તો તે રૂપી થઈ જાય, પણ તેમ કદી બને નહિ. પર પદાર્થો જ્ઞાનસ્વભાવમાં જણાય તે પોતાની જ અવસ્થા છે. કોઈનું પ્રતિબિંબ તેમાં આવી જતું નથી. “આનાથી જ્ઞાન થયું એમ માત્ર નિમિત્તથી બોલાય છે.
(ગાથા-૨૧, પેઈજ નં.-૧૯૧) શ્રી સમયસાર શાસ્ત્રજી પર પ્રવચનો ભાગ-૩ [ ] અંદર જાણે છે- જુએ છે તે જ્ઞાનમાત્ર આત્મા છે. “જ્ઞાનમાત્ર” કહેતાં અનંતગુણ સાથે આવી જાય છે; અને તે સિવાય જે ભાસે તે સંયોગજનિત ઉપાધિ છે તે ટાળવાયોગ્ય
(ગાથા-૩૫, પેઈજ-૧૦૧) [ ] જેમ અરીસામાં વસ્તુઓનો પ્રતિભાસ થાય છે, ત્યારે તે બધી વસ્તુઓ એવી દેખાય છે
કે જાણે અંતર્મગ્ન થઈ ગઈ હોય! અરીસામાં પેસી ગઈ હોય! એકી સાથે અરીસામાં પાંચ હજાર ચીજો દેખાય તો પણ તેમાં સંકડાશ પડતી નથી. અરીસા જેવા પદાર્થમાં પણ આમ બને તો પછી જ્ઞાનમાં શું ન જણાય? (ગાથા-૩૭, પેઈજ-૧૩૨)
ભાવ છે;