________________
૧૭૬
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ સમયસાર શાસ્ત્રજી પર પ્રવચનો ભાગ-૧ [ ] સર્વ પદાર્થનું સ્વરૂપ જણાય તેવા ગુણવાળો હોવાથી, લોકાલોકને ઝળકાવનારું એકરૂપ
જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અરીસામાં લાખ ચીજ જણાય ખરી, પણ તેથી અરીસો તે લાખ ચીજરૂપ થતો નથી, અરીસામાં કોઈ ચીજ પેસી નથી પણ તેની સ્વચ્છતાથી જ એમ જણાય છે; તેમ આત્માનો જ્ઞાન ગુણ એવો સ્વચ્છ છે કે તેમાં જણાવા યોગ્ય અનંત પર ચીજો જણાય છે.
(ગાથા-૨, પેઈજ નં.-૭૯) [ ] જ્ઞાનનો ઉપયોગ દરેક સમયે વર્તે છે, તેમાં વર્તમાન ભવનો ખ્યાલ છે, ગયા અનંત
ભવમાં પણ તે વખતના વર્તમાન વર્તતા ભાવે ખ્યાલ કરતો હતો. એ રીતે અનંત ભવમાં પોતે વસ્તુ, તેનું ક્ષેત્ર, તેનો કાળ અને તેના ભાવને જ્ઞાન સામર્થ્યથી જાણવાપણે વર્તતો હતો. હવે પછીના જેટલા ભવ કરશે તેમાં પણ વર્તમાન વર્તતું જ્ઞાન કરશે. એવું બધું સામર્થ્ય પૂર્વે એકએક સમયે હતું જ્યારે જ્યારે જે જે ભવમાં હતો ત્યારે ત્યારે જ્ઞાનમાં તેને તે તે ભાવે જાણતો હતો, તો પણ તે ભવ પૂરતું તે અવસ્થા પૂરતું જ સામર્થ્ય ન હતું પણ બીજા અનંત ભવોનું જ્ઞાન કરનારું અનંત સામર્થ્ય હતું.
(ગાથા-૬, પેઈજ નં-૧૬૩) (કેવળજ્ઞાનમાં પ્રત્યક્ષ અને શ્રુતજ્ઞાનમાં પરોક્ષ જણાય છે) [ ઉો ] તે આખા દ્રવ્યને સમ્યગ્દર્શને પ્રતીતિમાં લીધું છે, જ્ઞાનમાં લીધું છે, કેવળજ્ઞાનમાં ભૂત
ભવિષ્યની અનંત પર્યાય પ્રત્યક્ષ જણાય. જ્યારે સમ્યગ્દર્શન થતાં સમ્યજ્ઞાનમાં તે
ભૂત-ભવિષ્યની પર્યાય પરોક્ષપણે જણાય. ( ગાથા-૬ પેઈજ નં.-૧૭૨) [ ] તેમ જ્ઞાયક આત્મામાં પરવસ્તુના આકાર જણાય છે, તે તો પોતાના જ્ઞાનની જ
નિર્મળતા દેખાય છે. જેમ અરીસાની સ્વચ્છતામાં પરવસ્તુની હાજરી જેવી છે તેવી સ્વચ્છ ઝળકે ( જણાય) ખરી પણ તેમાં પરવસ્તુનું આશ્રયપણું નથી. તેમ જ્ઞાનમાં શબ્દ, રસ, રૂપ, ગંધ, સ્પર્શ વગેરે જણાય છે, તે જાણવા વખતે પણ જ્ઞાન જ્ઞાનને જ જાણે છે. પરને જાણતું નથી. કારણકે જ્ઞાન શેયમાં જતું નથી, જ્ઞાન તો સળંગ જાણનારપણે રહે છે. પર (શેય) સહજ જણાય એવો સ્વ-પર પ્રકાશક જ્ઞાનનો સ્વભાવ છે. જ્ઞાન જ્ઞાનમાં રહી અનેક યોનું જ્ઞાન કરે, તે જ્ઞાનની સ્વચ્છતાનો વૈભવ છે.
(ગાથા-૬ પેઈજ નં.-૧૮૦) શ્રી સમયસાર શાસ્ત્રજી પર પ્રવચનો ભાગ-૨ [ ] . આ શુદ્ધનયના વિષય સ્વરૂપ આત્માની અનુભૂતિ છે તે જ સમ્યજ્ઞાન છે. તેમ
હોવાથી જ્ઞાની જ્યાં જ્યાં દેખે છે ત્યાં ત્યાં નિરંતર જ્ઞાનની અનુભૂતિ છે, સ્વાશ્રયપણે યથાર્થ શ્રદ્ધા થયા પછી નિરંતર પોતાના જ્ઞાનને જાણે છે. પુણ્ય-પાપ સ્વર્ગ-નરક તથા પાંચ ઈન્દ્રિયના વિષયો સંબંધી વિચાર આવે ત્યાં પણ સ્વપણે હું છું, અખંડ જ્ઞાયકપણે છું પણ પર પણ નથી; એવો જ્ઞાનમય અનુભવ હોવાથી