________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૭૫ નિયતનયથી જ્યારે જુઓ ત્યારે આત્મા પોતાના ચૈતન્ય સ્વભાવપણે એકરૂપ ભાસે છે.
અહીં આત્માના નિયત સ્વભાવની વાત છે. જેવો શુદ્ધ ચૈતન્ય જ્ઞાનાનંદ સ્વભાવ છે તેવા જ નિયત સ્વભાવે આત્મા સદાય ભાસે છે. (નિયતિનય-પેઈજ નં. ૧૭૧)
અશૂન્યનયે આત્માનું વર્ણન [ ] આત્મદ્રવ્ય અશૂન્યનયે, લોકોથી ભરેલા વહાણની માફક, મિલિત ભાસે છે. આત્માના
જ્ઞાનમાં બધાય શેયો ભાસે છે. તેથી જાણે કે જ્ઞાનરૂપી વહાણમાં આખો લોકાલોક ભરેલો હોય એમ આત્મા ભરેલો દેખાય છે.
જેમ વહાણમાં માણસો ભર્યા હોય ત્યાં વહાણ ભરેલું દેખાય છે, તેમ આત્માના જ્ઞાનમાં અનંતા શેયો જણાતાં આત્મા પણ ભરેલો દેખાય છે; પર પદાર્થોનું જ્ઞાન પણ આત્મામાં નથી–એમ નથી. પોતાના જ્ઞાન સ્વભાવથી પરવસ્તુને પણ આત્મા જાણે છે, તેથી અનંત શેયોના જ્ઞાનથી તે ભરેલો છે. આવા જ્ઞાન સામર્થ્યને લીધે બધાય જોયો જાણે કે જ્ઞાનમાં આવી ગયા હોય...... જ્ઞાનમાં ઉતરી ગયા હોય. જ્ઞાનમાં ડૂબી ગયા હોય... એમ જ્ઞાન ભરેલું લાગે છે. જેમ સ્વચ્છ અરીસામાં રંગબેરંગી પદાર્થો ઝળકતાં અરીસો તેનાથી ભરેલો લાગે છે, તેમ આત્માના સ્વચ્છ જ્ઞાનમાં બધા શેયો જણાતાં આત્મા પણ બધા શેયોથી ભરેલો લાગે છે. જ્ઞાનમાં એકાગ્ર થતાં પોતાના જ્ઞાનમાં બધું જણાય જાય છે.
કોઈ પૂછે કે ભગવાનને ક્યાં શોધવા? તો કહે છે કે તારા જ્ઞાનમાં ! અનંતા તીર્થકરો-સિદ્ધો અને સંતોને બહારમાં ગોતવા જવું પડે તેમ નથી, પોતાના જ્ઞાનમાં તે બધાય જણાય છે એટલે જ્ઞાનમાં જ તે બધા બિરાજતા હોય-એમ જણાય છે. માટે તું તારા જ્ઞાન સામે જોઈને તારા જ્ઞાન સામર્થ્યની પ્રતીત કર. અનંતા સિદ્ધ ભગવંતો, કેવળી ભગવંતો તેમ જ ધર્મ –અધર્મ-આકાશ ને કાળ તથા અનંતા પુગલો વગેરે બધાયના જ્ઞાનથી આત્મા ભરેલો છે; આવા આત્માને ઓળખીને તેની દૃષ્ટિ કરે તો સ્વાધીન દષ્ટિ અને સમ્યજ્ઞાન થાય છે.
(આત્મધર્મ અંક-૧૦૯, પેઈજ નં.-૧૭-૧૮)
અનુભવ કોનો પ્રશ્ન- અનુભવ દ્રવ્યનો છે કે પર્યાયનો?
ઉત્તર- અનુભવમાં એકલું દ્રવ્ય કે એકલી પર્યાય નથી, પણ સ્વસમ્મુખ વળીને પર્યાય દ્રવ્ય સાથે તદ્રુપ થઈ છે, ને દ્રવ્ય-પર્યાય વચ્ચે ભેદ નથી રહ્યો, -આવી જે બંનેની અભેદ અનુભૂતિ-તે અનુભવ છે. દ્રવ્ય-પર્યાય વચ્ચે ભેદ રહે ત્યાં સુધી નિર્વિકલ્પ અનુભવ થાય નહીં. (આત્મધર્મ અંક નં-ર૬ર, પેઈજ નં-૨૩)