________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૭૩ જ્ઞાયકભાવનો સર્વ શેયોને જાણવાનો સ્વભાવ હોવાથી ક્રમે પ્રવર્તતા અનંત ભૂતવર્તમાન-ભાવિ વિચિત્ર પર્યાય સમૂહવાળાં અગાધ સ્વભાવ અને ગંભીર એવાં સમસ્ત દ્રવ્યમાત્રને – જાણે કે તે દ્રવ્યો જ્ઞાયકમાં કોતરાય ગયાં હોય... ચીતરાય ગયા હોય... દટાઈ ગયા હોય.. ખોડાઈ ગયા હોય... ડૂબી ગયા હોય... સમાઈ ગયા હોય... પ્રતિબિંબિત થયા હોય એમ એક ક્ષણમાં જ શુદ્ધ આત્મા પ્રત્યક્ષ કરે છે. આવા શેય જ્ઞાયક સંબંધને લીધે જ્ઞાન અને શેયો જાણે કે એકમેક હોય- એમ પ્રતિભાસે છે; તોપણ આત્મા પોતાના જ્ઞાન સ્વભાવની એકતાને છોડીને પરણેયો સાથે એકમેક થઈ ગયો નથી. જ્ઞાનની જ એવી વિશેષતા છે કે જોયો તેમાં જણાય છે, પણ કાંઈ શેયોને લીધે જ્ઞાન થતું નથી.
(૨૪-જ્ઞાન-શેય અદ્વૈતનય, પેઈજ નં. ૧૫૮-૧૫૯) [ઉ] આત્મા ખરેખર પરશેયોથી જુદો છે, પણ તેના જ્ઞાનમાં પરશેયો જણાય છે તેથી જ્ઞાન
અને શેયનું અદ્વૈત હોય એમ કહેવાય છે, જેમ છાણાં-લાકડાં વગેરે અનેક પ્રકારનાં ઇંધનને બાળનારો મોટો અગ્નિ એક જ લાગે છે, તેમાં છાણાં-લાકડાં વગેરે જુદાં દેખાતા નથી, તેમ જાણનાર સ્વભાવ વડે આત્મા પોતે પોતાના જ્ઞાનમાં પરિણત થઈને અનંત શેય પદાર્થોના જ્ઞાનરૂપે પરિણમે છે. ત્યાં જાણે કે બધા શેયો પદાર્થોપણે એક જ્ઞાન જ પરિણમી ગયું હોય એમ જ્ઞાન શેયના અદ્વૈતનયે પ્રતિભાસે છે. જુઓ, અહીં જ્ઞાન અને શેયનું એકપણું સાબિત નથી કરવું, પણ જ્ઞાન સામર્થ્યમાં બધા શેયો જણાય છે- એમ સાબિત કરીને આત્માનો જ્ઞાન સ્વભાવ ઓળખાવવો છે. પર શેયો તો ત્રણે કાળે પરમાં જ રહે છે પણ જ્ઞાનમાં જાણવાની અપેક્ષાએ તેમને જ્ઞાન સાથે અદ્વૈત કહીને જ્ઞાનનું સામર્થ્ય જણાવ્યું છે. અનંતા સિદ્ધો વગેરે શેયો છે તેમને લીધે અહીં તેનું જ્ઞાન થાય છે એમ નથી, પણ જ્ઞાનનું જ એવું દિવ્ય સામર્થ્ય છે તેથી જ્ઞાન પોતે જ તેવા શેયોના પ્રતિભાસરૂપે પરિણમે છે, જ્ઞાનની જ એવી મોટાઈ છે કે સમસ્ત શેયોના જ્ઞાનપણે પોતે એક જ ભાસે છે.
(પેઈજ નં.- ૧૬૦) [ કુ ] આત્મદ્રવ્ય જ્ઞાન શેય દ્વિતનયે, પરનાં પ્રતિબિંબોથી સંયુક્ત દર્પણની માફક, અનેક છે.
જેમાં અનેક ચીજોનું પ્રતિબિંબ ઝળકતું હોય એવો અરીસો પોતે અનેકરૂપ થયો છે તેમ જ્ઞાનમાં અનેક પ્રકારના પરશેયો ઝળકે છે- જણાય છે, ત્યાં જ્ઞાન પોતાના સ્વભાવથી જ એવી અનેકતારૂપ પરિણમ્યું છે, પરશેયો કાંઈ જ્ઞાનમાં પેઠા નથી.
( જ્ઞાન શેય દૈતનય. પેઈજ નં. ૧૬૪) [ઉ] જેમ અરીસામાં મોર, સોનું, આંબા, જાંબુડા, લીમડા વગેરે અનેક પદાર્થોનું પ્રતિબિંબ
દેખાતા અરીસાની પણ અનેકતા ભાસે છે તેમ ચૈતન્ય જ્યોત અરીસો ભગવાન આત્મા અનેક પદાર્થોને જાણતાં તેનું જ્ઞાન પણ અનેકતારૂપે પરિણમે છે તેથી આત્મામાં અનેકપણારૂપ ધર્મ પણ છે. શેયોનું અનેકપણું શેયોમાં છે, તેમનાથી તો આત્મા જુદો છે, પણ અહંત, સિદ્ધ, જડ-ચેતન વગેરે અનેક શેય પદાર્થોને જાણતાં જ્ઞાન પોતે પોતાના સ્વભાવથી જ અનેકતારૂપે થાય છે, તે અનેકતા કાંઈ પર શેયોને લીધે થતી નથી. જેમ