________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ અહીં સાધકના સમ્યક્ પર્યાયોની વાત છે, કેવળી ભગવાન તો નયાતિક્રાન્ત છે, તેમને નયથી કાંઈ સાધવાનું રહ્યું નથી; ને અજ્ઞાની જીવને તો દ્રવ્યનું ભાન નથી તેથી તેને પણ પર્યાયમાં દ્રવ્ય ઉલ્લસતું ભાસતું નથી; તેણે તો વિકલ્પને અને રાગને જ આત્મા માન્યો છે એટલે તેને તો પર્યાયમાં રાગ જ ઉલ્લસતો ભાસે છે. જેને અખંડ દ્રવ્યનું ભાન છે એવા સાધક જીવને પર્યાયમાં દ્રવ્ય ઉલ્લસતું પ્રતિભાસે છે. તે જ્યારે ભાવનયથી જુએ છે ત્યારે સમ્યગ્દર્શનાદિ વર્તમાન પર્યાયપણે આખો આત્મા તેને ભાસે છે, એ પ્રમાણે વર્તમાન પર્યાયરૂપ ઉલ્લસતું પ્રતિભાસે એવો દ્રવ્યનો ધર્મ છે. અજ્ઞાનીના આત્મામાં પણ આવો ધર્મ તો છે પરંતુ તેને પોતાને દ્રવ્યનું ભાન નથી એટલે ‘વર્તમાન પર્યાયમાં દ્રવ્ય ઉલ્લુસે છે’ એમ તેને પ્રતિભાસતું નથી, તેથી તેને ભાવનય હોતો નથી. દ્રવ્ય પોતે પર્યાયપણે ઉલ્લુસે છે– એમ જેને ભાસે તે બહા૨ના આશ્રયે પર્યાયની નિર્મળતા થવાનું માને નહીં. મારી વર્તમાન પર્યાયમાં મારું દ્રવ્ય ઉલ્લુસે છે એમ જેને પ્રતિભાસ્યું તેની દૃષ્ટિ દ્રવ્ય સન્મુખ ગઈ ને સમ્યજ્ઞાન થયું અને તેને ભાવનય લાગુ પડયો; આ સિવાય ભાવનય હોતો નથી, કેમકે ભાવનય તે સમ્યજ્ઞાનનો અંશ છે.
(ભાવનય, પેઈજ નં. - ૧૧૩) [ ] ભાવનયથી આત્મા વર્તમાન પર્યાયપણે પ્રતિભાસે છે એટલે કે વર્તમાન એક પર્યાયમાં વ્યાપેલો પ્રતિભાસે છે– એમ કહ્યું, અને અહીં કહે છે કે સામાન્ય નયથી આત્મા બધી પર્યાયોમાં વ્યાપક એક દ્રવ્યપણે દેખાય છે. આ સામાન્યનય એમ બતાવે છે કે- હું જીવ ! તારી પર્યાયમાં સદાય તું જ વ્યાપક છો, તારી પર્યાયમાં કોઈ બીજો આવતો નથી; એટલે તારી પર્યાય પ્રગટવા માટે તારે કોઈ ૫૨ સામે જોવાનું રહેતું નથી, પણ તારા દ્રવ્યની સામે જ જોવાનું રહે છે.
ભાવનયે જોતાં વર્તમાન પર્યાયપણે જ દ્રવ્ય પ્રતિભાસે છે; દ્રવ્યનયે જોતાં ભૂતભાવી પર્યાયપણે દ્રવ્ય પ્રતિભાસે છે; અને સામાન્ય નયે જોતાં ત્રણકાળના પર્યાયોમાં વ્યાપકપણે દ્રવ્ય પ્રતિભાસે છે. - આનો અર્થ જ એ થયો કે વર્તમાનની પર્યાય વર્તમાનમાં છે, ભૂતકાળની પર્યાય ભૂતકાળમાં છે ને ભવિષ્યની પર્યાય ભવિષ્યમાં છે, કોઈ પર્યાય આઘી પાછી થતી નથી. જો ભવિષ્યની પર્યાયનો ક્રમ દ્રવ્યમાં નિશ્ચિત ન હોય તો ભાવી પર્યાયપણે દ્રવ્ય પ્રતિભાસી શકે જ નહીં. જેમ મોતીની માળામાં મોતીનો ક્રમ આઘો પાછો થતો નથી, તેમ ત્રણકાળની પર્યાયમાળામાં વ્યાપક એવા દ્રવ્યમાં કોઈ પર્યાયનો ક્રમ આઘો પાછો થતો નથી; અને ૫૨ને લીધે કોઈ પર્યાય થતી નથી એ વાત પણ આમાં આવી જ ગઈ. દ્રવ્યની પર્યાયો તેના સ્વ અવસરે જ થાય છે; આગળ-પાછળ થતી નથી- એ વાત ૯૯ ગાથાના પ્રવચનોમાં વિશેષ વિસ્તારથી આવી ગઈ છે. (સામાન્ય નય,૧૭ પેઈજ નં. ૧૧૬-૧૧૭)
૧૭૨
[ ] જ્ઞાન અને શેય પદાર્થો કદી એકમેક થઈ જતા નથી, પણ જ્ઞાન સ્વભાવી આત્મામાં એક એવો સ્વપ૨ પ્રકાશક ધર્મ છે કે લોકાલોકના સમસ્ત શેયો જાણે કે જ્ઞાનમાં કોતરાઈ ગયાં હોય– એમ જણાય છે. પહેલાં ૨૦૦ મી ગાથામાં પણ કહ્યું હતું કે ‘એક