________________
૧૭).
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પર્યાયમાં પ્રતિભાસે છે. એવો આત્મામાં એક ધર્મ છે. તેને જાણે તેને ભાવનય કહે છે. દ્રવ્યનયથી આત્મદ્રવ્ય ભૂત ને ભવિષ્યની પર્યાયરૂપે વર્તમાનમાં પ્રતિભાસે છે ને ભાવનયથી આત્મદ્રવ્ય આખું વર્તમાન પર્યાયરૂપે ઉલ્લસે છે. કોને ઉલ્લસે છે? કેવળજ્ઞાની તો નયાતિક્રાંત છે, મિથ્યાષ્ટિ જીવને તો દ્રવ્યની શ્રદ્ધા થતી નથી તેથી તેને દ્રવ્ય ઉલ્લસતું નથી, કારણકે તેને તો વિકલ્પ તે જ હું એટલે રાગ જેટલો ને પર્યાય જેટલો આત્મા માન્યો છે. તેથી તેને દ્રવ્ય ઉલ્લસે નહિ. માત્ર સાધક જીવને ઉલ્લસે છે. આ ઉપરથી નક્કી થાય છે કે નિમિત્તથી, દયાદાનના પુણ્યભાવથી, બાહ્ય ક્રિયાથી દ્રવ્ય ઉલ્લસતું નથી. નિમિત્તો અને સંયોગો પર છે. વિકાર તે આત્માનું સ્વરૂપ નથી. અને પર્યાય જેટલો આત્મા નથી. આત્મા તો અનંત ધર્માત્મક વસ્તુ છે એવાં શ્રદ્ધા જ્ઞાન થતાં આખું દ્રવ્ય પર્યાયરૂપે ઉલ્લસે છે. સમય સમયની પર્યાયની વાત છે. વર્તમાન પર્યાયમાં આખું દ્રવ્ય ઉલ્લસે છે.
(ભાવનય પેઈજ નં. ૧૬૭૪) [ 2 ] વિકારરૂપે પરિણમનારો પોતે છે. એમ નક્કી કરનારનું લક્ષ આત્મ દ્રવ્ય ઉપર જાય છે.
ને આત્મ દ્રવ્ય તો અનંત ધર્માત્મક છે, તે આત્મ દ્રવ્ય શુધ્ધ ચૈતન્યમાત્ર પ્રતિભાસે છે. આમ શુધ્ધ ચૈતન્યમાત્ર ભાવપણે પ્રતિભાસતાં વિકારરૂપે અટકવું ભાળતો નથી. શુભાશુભ પરિણામ પોતે કરે છે. પણ પોતાના દ્રવ્યનું નક્કી કરતાં તે શુધ્ધ ચૈતન્યમાત્ર ભાસે છે, ને તેમ ભાસતાં અનાદિ અનંત કાળ સુધી રાગાદિરૂપે પરિણમ્યા જ કરીશ તેવી પ્રતીતિ થતી નથી.
(૩૮-કર્તનય, પેઈજ નં. ૧૭૪૯) [ ] અનંતા ધર્મોનો ઘરનાર આત્મા છે એમ નક્કી કરતાં આત્મા અભોક્તાપણે સાક્ષી છે તેમ ભાસે છે એવી શ્રદ્ધા અને અનુભવ કરવો તે સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રરૂપી ધર્મ છે.
(૪૧મી અભકર્તુત્વનય પેઈજ નં. ૧૭૬૫) [ ] આ નયમાં પરનું જ્ઞાન આત્મા સાથે એકમેક છે એમ બતાવે છે. અનંતા તીર્થકરો સિદ્ધો
થયા તે જ્ઞાનમાં જણાવા યોગ્ય છે, તે પરપદાર્થો સંબંધીનું જ્ઞાન પોતાનું છે તે અદ્વૈતનયથી એક છે, જેમ લાખો લાકડાં હોય તે બળતાં હોય તો બધા એક અગ્નિ સ્વરૂપ ભાસે છે, તેમ અનંતા જોયોને જાણે તો પણ જ્ઞાનાગ્નિ એક જ રૂપે છે. એ અપેક્ષાએ જ્ઞાન શેયનું અદ્વૈતપણું છે, એવો આત્માનો એક ધર્મ છે.
(જ્ઞાનશેય અદ્વૈતનય પેઈજ નં. ૧૬૮૭)
નય પ્રજ્ઞાપન [ ] અજ્ઞાનીને તો નય હોતા નથી. કોઈ જીવ ભવિષ્યમાં ભગવાન થવાનો છે પણ
વર્તમાનમાં અજ્ઞાની છે; તો તે અજ્ઞાનભાવ વખતે પણ ભવિષ્યમાં સિદ્ધ થવાનો તેના દ્રવ્યનો સ્વભાવ છે, પણ તેને પોતાને તેની ખબર નથી; બીજો જ્ઞાની પોતાના જ્ઞાનની
નિર્મળતાથી તેને જાણી લ્ય છે. [ s ] અહીં ત્રિકાળી દ્રવ્યના અનાદિ અનંત પર્યાયો થવાનો જેવો ધર્મ છે તેવો જ્ઞાન જાણે છે;
જ્ઞાન તેનો નિષેધ ન કરે અને તેને ફેરવે પણ નહીં. દ્રવ્યમાં ભવિષ્યની જે જે પર્યાયો