________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૭૧ થવાની હોય તે પર્યાય થયાં પહેલાં, વર્તમાનમાં પણ, તેનામાં તે તે પર્યાયો થવાનો ધર્મ રહેલો છે અને તે ભાવિ પર્યાયપણે દ્રવ્યને વર્તમાનમાં જાણી લ્ય એવો શ્રુતજ્ઞાનનો એક પ્રકાર છે તેનું નામ દ્રવ્યનય છે.
જ્યાં સ્વભાવ સન્મુખ સાધક દશા થઈ ત્યાં “હું અલ્પકાળે સિદ્ધ થવાનો છું એમ સાધકને નિર્ણય થઈ જાય છે. ભવિષ્યમાં અલ્પકાળે સિદ્ધ દશા થવાની છે ત્યાં હું સિદ્ધ છું” એમ ભાવિ પર્યાયરૂપે વર્તમાનમાં પોતાનો આત્મા જણાય- એવો તેનો ધર્મ
છે, અને શ્રુતજ્ઞાનનો તેવું જાણવાનો સ્વભાવ છે. (પેઈજ નં. ૧૦૫) [ 0 ] .... શ્રુતજ્ઞાનમાં દ્રવ્યની ભૂત-ભાવિ પર્યાયો પણ પ્રતિભાસે છે. પૂર્વ ભવની પર્યાયો પણે
જણાય એવો આત્મામાં ધર્મ છે. એક દ્રવ્યનયમાં આટલું સામર્થ્ય છે કે દ્રવ્યની ભૂતભવિષ્યની પર્યાયોને નક્કી કરી શકે; દ્રવ્યમાં આવો શેય ધર્મ છે ને જ્ઞાનમાં તેવું જાણવાનો ધર્મ છે. આ એક ધર્મને પણ યથાર્થ નક્કી કરતાં ત્રિકાળી દ્રવ્યનું સ્વરૂપ પ્રતીતમાં આવ્યા વગર રહેતું નથી.
(પેઈજ નં.- ૧૦૭ ) [] અહીં દ્રવ્યનયના દૃષ્ટાંતમાં બાળકનું દૃષ્ટાંત આપ્યું છે તે બાળક એવો છે કે જે
આયુષ્યવંત છે અને ભવિષ્યમાં શેઠ થવાનો છે; તેને લોકો ભાવિ પર્યાયપણે લક્ષમાં લઈને કહે છે કે “આ શેઠ છે;ત્યાં ભવિષ્યમાં શેઠ થનાર બાળક વર્તમાનમાં શેઠ તરીકે પ્રતિભાસે છે એવો તેનો ધર્મ છે. તેમ સિધ્ધાંતમાં એવો જીવ લેવો છે કે જે ભવિષ્યમાં સિદ્ધ થનાર છે, તે વર્તમાનમાં સિદ્ધપણે પ્રતિભાસે એવો તેનો ધર્મ છે. ધર્મી પોતે પોતાના આત્માને ભવિષ્યની સિદ્ધ પર્યાયપણે વર્તમાનમાં જુએ છે. આ દ્રવ્યમાં ભવિષ્યમાં આ પર્યાય થવાની છે એમ પોતાના જ્ઞાનમાં તે વાત આવી ગઈ ત્યારે દ્રવ્યનય લાગુ પડ્યો.
(પેઈજ નં. ૧૧૦) [ ] અહીં આચાર્યદેવે સ્ત્રીનો દાખલો આપીને સમજાવ્યું છે. શાસ્ત્રકાર આચાર્ય ભગવાન
તો વીતરાગી સંત છે; વસ્તુનું સ્વરૂપ સમજાવવા માટે જે દૃષ્ટાંત લક્ષમાં આવ્યું તે દાંત નિઃશંકપણે આપ્યું છે, તેમાં પોતાને તો વીતરાગભાવ છે. જેમ કોઈવાર પુરુષના જેવી ચેષ્ટારૂપે સ્ત્રી પ્રવર્તતી હોય ત્યારે તે સ્ત્રી પુરુષપણે પ્રતિભાસે છે, તેમ વર્તમાન પર્યાયપણે પ્રવર્તતું દ્રવ્ય પણ ભાવનયથી તે પર્યાયપણે પ્રતિભાસે છે. પર્યાય તો દ્રવ્યમાં તન્મય થઈને પરિણમે છે. પણ, અહીં તો કહે છે કે દ્રવ્ય પોતે ઉલ્લસીને તે તે કાળના પર્યાયમાં તન્મય થઈ જાય છે, એટલે તે પર્યાયપણે જણાય છે. શુદ્ધ સમ્યગ્દર્શન વગેરે પર્યાયો થઈ તે પર્યાયમાં તન્મયપણે આખું દ્રવ્ય જ પ્રતિભાસે છે, એવો આત્માનો સ્વભાવ છે. સમ્યગ્દર્શનાદિ પર્યાય થઈ તેમાં તન્મયપણે આત્મા જ પ્રતિભાસે છે એટલે કે આભા જ સમ્યગ્દર્શન છે – એમ ભાવનયે પ્રતિભાસે છે.
આખું દ્રવ્ય વર્તમાન પર્યાયપણે જણાય એવો અનાદિ-અનંત સ્વભાવ છે. જ્યાં આવો સ્વભાવ નક્કી કર્યો ત્યાં નિર્મળ પર્યાયમાં ઉલ્લસતું દ્રવ્ય પ્રતિભાસ્યું. પર્યાયમાં દ્રવ્ય ઉલ્લસતું પ્રતિભાસે છે, પણ કોને? કે જેણે દ્રવ્યને પ્રતીતમાં લીધું છે તેને આ રીતે