________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૭૯ [ ] .. તો આ પુણ્ય-પાપ આદિના ભાવો તો કથંચિત્ ચૈતન્ય સાથે સંબંધ રાખે છે, કોઈ
પ્રકારે ચૈતન્યની અવસ્થામાં થતાં પ્રતિભાસે છે પણ ચૈતન્ય સિવાય જડમાં, લાકડામાં થતાં દેખાતાં નથી, જુઓ, આ શિષ્યને જિજ્ઞાસા થઈ એટલે પરિણામ જોવા શીખ્યો. શિષ્ય શું કહ્યું? હર્ષ, શોક, સુખ, દુઃખ તેનું વેદન આત્મા સાથે સંબંધ રાખતું પ્રતિભાસે છે, પરંતુ તે ભાવો કાંઈ જડમાં દેખાતા નથી તો તેને જડના કેમ કહ્યા?.
(ગાથા-૪૪, પેઈજ-૨૫૫) [ રે ] જ્ઞાન ત્રણે કાળની અવસ્થાને જાણે અને વસ્તુને પણ જાણે. બન્ને જ્ઞાનમાં પ્રતિભાસવા છતાં કેવળ વ્યક્ત એટલે અવસ્થાને જ સ્પર્શે છે તેમ નથી.
(ગાથા-૪૯, પેઈજ-૩૭૮) શ્રી સમયસા૨જી શાસ્ત્ર પર પ્રવચન ભાગ-૪ [ ] પોતાને જ માલુમ પડવાની વાત છે. નિઃશંકપણે જ્ઞાનરૂપે થતો પોતે જ પોતાને ભાસે
છે. પોતે જ પોતાને માલૂમ પડે છે, આવું જ્ઞાન થાય ત્યારે પોતે પોતાને ક્રોધાદિરૂપે થતો ભાસતો નથી પણ જ્ઞાનરૂપે નિઃશંકપણે પોતાને જ ભાસે છે. બીજાને પૂછવા જવું પડતું નથી.
(ગાથા-૭૧, પેઈજ નં-૨૨) [] છ મહિનાના ઉપવાસ કરવાથી પણ આસ્રવ રોકાતો નથી. મૌન રહે તો પણ આસવ
રોકાતો નથી. પરંતુ આત્માના સ્વભાવનું જ્ઞાન કરવાથી આસ્રવ રોકાય છે. જ્ઞાતાનો જ્ઞાનભાવ ભાસે ત્યારે ક્રોધાદિ ભાસતા નથી અને ક્રોધાદિ ભાસે ત્યારે જ્ઞાન ભાસતું નથી.
(ગાથા-૭૧, પેઈજ નં-૨૩) [ ] જીવ જ પોતે અંતરવ્યાપક થઈને સંસાર અથવા નિઃસંસાર અવસ્થાને વિષે આદિ
મધ્ય-અંતમાં વ્યાપીને સસંસાર અથવા નિઃસંસાર એવા પોતાને કરતો થકો પોતાને એકને જ કરતો પ્રતિભાસો.
(ગાથા-૮૩,પેઈજ નં.-૧૩૮) [ ] ભગવાન આત્મા પોતે જ પોતાને ભૂલીને સંસારભાવ કરે છે અને પોતે જ પોતાને
જાણીને સંસારભાવ ટાળીને નિઃસંસારભાવ કરે છે. માટે આત્મા પોતાને એકને જ
કરતો પ્રતિભાસો પણ અન્યને કરતો ન પ્રતિભાસો. (ગાથા-૮૩, પેઈજ નં.-૧૩૯) [ ૯ ] આચાર્યદેવ કહે છે કે ભાઈ ! તું એમ સમજ કે મારા ભાવનો કર્તા હું છું તેમ મને
પ્રતિભાસો પણ મારા ભાવ કર્મો કર્યા તેમ મને ન પ્રતિભાસો. હું પોતે જ મારા ભાવની ઊંધાઈ–સવાઇ કરું છું તેમજ મને પ્રતિભાસો પણ કર્મ મને ઊંધાઈ-સવળાઈ કરાવે છે તેમ ન પ્રતિભાસો.
(ગાથા-૮૩, પેઈજ નં.-૧૩૯) [ કુ ] સંસાર અથવા નિઃસંસારરૂપ પોતાને અનુભવતો થકો પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો પરંતુ અન્યને અનુભવતો ન પ્રતિભાસો.
(ગાથા-૮૩, પેઈજ નં.-૧૪૦)