________________
૧૭૭
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
અંશે આસક્તિનો નાશ થયો છે. તેથી પોતાના જ્ઞાનની સ્વચ્છતાને જ દેખે છે, અનુભવે છે.
(કળશ-૧૩, પેઈજ નં.-૯૪) (જ્ઞાનીને સદા જ્ઞાનની સ્વચ્છતા દેખાય છે.) [ ] સ્વાશ્રિત શુદ્ધનય વડે જ્ઞાનસ્વરૂપ આત્માનો અનુભવ કર્યા પછી સદા સર્વદા જ્યાં
જોઉં ત્યાં મારામાં મારા જ્ઞાન વૈભવની અવસ્થા દેખાય છે, પર ચીજની મારામાં નાસ્તિ છે. તેથી બાહ્ય નીંદા કરનાર કે સ્તુતિ કરનાર શબ્દાદિ પાંચ ઇન્દ્રિયોના વિષયાદિ જે કાંઈ જણાય છે તે મારા જ્ઞાનમય સ્વભાવની સ્વચ્છતા દેખાય છે.
(કળશ-૧૩, પેઈજ નં.-૯૫) (સ્વાશ્રિતપણામાં નિર્મળજ્ઞાન સામર્થ્યની જાહેરાત) [ ] અનાદિથી નિમિત્તાધીન દૃષ્ટિ વડે પરની શ્રદ્ધાથી પરને જાણતો હતો તે જ્ઞાન સ્વાશ્રિતપણે
પોતા તરફ થયું, એટલે શુભાશુભ રાગપણે પરનાં કર્તાપણે ન થયું. જે જણાય છે તે પોતાથી પોતામાં પોતાના જ્ઞાનની નિર્મળ અવસ્થા જણાય છે. તે પોતાની ગુણના અનુભવની જાહેરાત છે. રાગમાં કે મન, વાણી, દેહ કે ઇન્દ્રિયોમાં જાણપણાની જાહેરાત નથી.
(કળશ-૧૩, પેઈજ નં.-૯૫) (જ્ઞાનની સ્વચ્છતાનો નિષેધ કરતાં પોતાના આત્માનો નિષેધ થાય છે.) [ ] પરચીજનું આમ થવું જોઈએ અને આમ ન થવું જોઈએ એમ માને તો જ્ઞાનમાં જે
પોતાની સ્વચ્છતા જણાય છે; તેનો નિષેધ થાય છે એટલે હું ન હોઉં એમ થાય છે; કારણકે તે વખતે પોતાના જ્ઞાનની તે અવસ્થારૂપ યોગ્યતા જ તે પ્રકારે જાણવાની છે, તેની ના પાડતાં પોતાની અવસ્થાનો નિષેધ અને અવસ્થાનો નિષેધ થતાં પોતાનો નિષેધ થાય છે. કારણ કે અવસ્થા વગર કોઈ વસ્તુ હોઈ શકે નહિ, જેમ અરીસાની સ્વચ્છતામાં વિષ્ટા કે સુગંધી ફુલ કોયલો કે ઘરેણાં બરફ કે અગ્નિ વગેરે જે દેખાય છે તે અરીસાની અવસ્થા છે. તેનો નિષેધ કરતાં આવી સ્વચ્છતા અરીસાની ન હોવી જોઈએ એમ અર્થ થાય છે ને તેથી અરીસાનો જ નિષેધ થાય છે (પણ અરીસાને જ્ઞાન નથી) એમ અરીસાના દષ્ટાંતે જ્ઞાનની સ્વચ્છતામાં અનુકૂળ-પ્રતિકૂળ સંયોગ એના કારણે દેખાય. દેહમાં વૃદ્ધપણું-રોગાદિ અવસ્થા દેહના કારણે આવે તે તથા પાંચ ઇન્દ્રિયોના વિષયો જ્ઞાનની સ્વચ્છતામાં સહજ જણાય તેનો નકાર કરતાં પોતાના જ્ઞાનગુણની સ્વચ્છતાનો નકાર થાય છે. આમ જાણતા હોવાથી જ્ઞાની નિરંતર પોતાના એક જ્ઞાનભાવનો અનુભવ કરે છે તેથી પરમાં ઠીક-અઠીક માની આદરઅનાદરરૂપે અટકવાનું થતું નથી. પર ચીજ મને લાભહાનીનું કારણ નથી તેમજ જ્ઞાન સ્વભાવ પણ રાગ-દ્વેષનું કારણ નથી, સ્વર્ગ-નરક વિગેરે તથા નિંદા-સ્તુતિના કોઈપણ શબ્દો કે કોઈપણ પર ચીજ જણાય તે મને લાભ-નુકશાનનું કારણ નથી. એમ જાણી જ્ઞાની જાણવામાં નિમિત્તાધીન દેષ્ટિ છોડીને ઠીક-અઠીકપણું ટાળીને સ્વાધીન સ્વલક્ષ વડે નિરંતર બધી બાજુ પોતાના નિર્મળ જ્ઞાનને જ અનુભવે છે. સ્વાનુભવની શાંતિને જ જાણે છે; પરને જાણતો નથી. પરને અનુભવતો નથી.