________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૮૧ માને છે એમ અજાણપણે થતો કર્મનો કર્તા પ્રતિભાસે છે.
(ગાથા-૯૨, પેઈજ નં.-૨૦૬) [ ૩ ] “આ હું રાગી છું ( અર્થાત્ આ હું રાગ કરું છું )' ઇત્યાદિ વિધિથી રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે.
(ગાથા-૯૨, પેઈજ નં.-૨૧૦) [ ] જ્યારે અજ્ઞાનને લીધે આત્મા રાગ દ્વેષ ને સુખ-દુખાદિનો અને તેના અનુભવનો એટલે
કે જ્ઞાનનો પરસ્પર તફાવત ન જાણતો હોય ત્યારે એટલે કે અજ્ઞાનભાવે એક જાણતો હોય ત્યારે એકપણાના અધ્યાસને લીધે રાગાદિ કર્મનો કર્તા પ્રતિભાસે છે.
(ગાથા-૯૨, પેઈજ નં.-૨૧૦) [ ] પરભાવને પોતારૂપ ન કરતો એટલે પોતાના નહિ માનતો અવસ્થામાં મલિનતા થાય
છે તેને પોતારૂપ નહિ માનતો પોતે જ્ઞાનમય થયો થકો કર્મોનો અકર્તા પ્રતિભાસે છે. જ્ઞાનમાં દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે, જ્ઞાનસ્વરૂપી આત્માનું જ્ઞાન તેની શ્રદ્ધા અને તેમાં એકાગ્ર થતો પરનો કર્તા થતો નથી. પુણ્ય-પાપની કારવાઈ મારી છે જ નહિ, હું તેનો અકર્તા છું, જ્ઞાતા છું એમ જ્ઞાનમય થયો થકો અકર્તા પ્રતિભાસે છે,
અલ્પ અસ્થિરતા થાય પણ તેનો કર્તા થતો નથી. (ગાથા-૯૩, પેઈજ નં.-૨૧૬) [ s ] રાગી તો પુદ્ગલ છે. ઇત્યાદિ વિધિથી, જ્ઞાનથી વિશુદ્ધ એવા સમસ્ત રાગાદિ કર્મનો અકર્તા પ્રતિભાસે છે.
(ગાથા-૯૩, પેઈજ નં.-૨૧૮) [ ] આ રીતની માર્ગની વિધિથી જ્ઞાનથી વિરુદ્ધ એવા સમસ્ત હર્ષ-શોક આદિ વિકારી ભાવોનો અકર્તા પ્રતિભાસે છે.
(ગાથા-૯૩, પેઈજ નં.-૨૧૯) [ ] એવો જે ભાવક તેને અનુચિત એવા વિચિત્ર ભાવ્યરૂપ ક્રોધાદિ વિકારોથી મિશ્રિત ચૈતન્ય પરિણામ વિકારવાળો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.
(ગાથા-૯૬, પેઈજ નં.-૨૪૫) [ ] અજ્ઞાનભાવથી ક્રોધાદિ વિકારી ભાવોનો કર્તા પ્રતિભાસે છે. અજ્ઞાનીને ક્રોધાદિભાવો પોતાના ભાસે છે પણ હું તે ભાવોથી જુદો છું તેમ ભાસતું નથી.
(ગાથા-૯૬, પેઈજ નં.-૨૪૫) [ ] નિર્મળ સ્વભાવનો સ્વાદ લેનાર છું પણ આ વિકારી ભાવોનો સ્વાદ લેનારો નથી તેમ અજ્ઞાનીને ભાસતું નથી.
(ગાથા-૯૬, પેઈજ નં.-૨૪૬) [ ] મોટો મહિષ છું. એવા અધ્યાસને લીધે મનુષ્યને યોગ્ય એવું જે ઓરડાના બારણામાંથી નીકળવું તેનાથી રચુત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.
(ગાથા-૯૬, પેઈજ નં.-૨૪૬) [ s ] એ તો ભ્રમણાથી હું પાડો છું એમ એને થઈ પડ્યું, તેથી તે ભાવનો કર્તા પ્રતિભાસે છે
એટલે કે હું પાડો જ છું એવા જ ભાવ તેને ભાસે છે. પણ હું મનુષ્ય છું એમ ભ્રમણાને કારણે તેને ભાસતું નથી.
(ગાથા-૯૬, પેઈજ નં.-૨૪૭),