________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૮૫ યકૃત અશુદ્ધતા જ્ઞાનને નથી. જ્ઞાયકભાવનાં લક્ષ જે જ્ઞાનનું પરિણમન થયું તેમાં સ્વનું જ્ઞાન થયું, અને જે શેય છે તેનું જ્ઞાન થયું તે પોતાના કારણે થયું છે. જે શેયાકાર અવસ્થામાં જ્ઞાયકપણે જણાયો તે પોતાના સ્વરૂપને જાણવાની અવસ્થામાં પણ દીવાની જેમ કર્તા કર્મનું અનન્યપણું હોવાથી જ્ઞાયક જ છે. પોતે જાણનારો માટે પોતે કર્તા અને પોતાને જાણ્યો માટે પોતે જ કર્મ. શેયને જાણ્યું જ નથી, પણ શેયાકાર થયેલા પોતાના જ્ઞાનને જાણ્યું છે.
(ગાથા-૬, પેઈજ નં. ૯૭) [ 2 ] શેયોનું જ્ઞાન તે જ્ઞાનની અવસ્થા છે, શેયની નથી. જ્ઞાનની પર્યાય શેયના જાણનપણે
થઈ માટે તેને શેયકૃત અશુદ્ધતા નથી. સાક્ષાત્ તીર્થકર ભગવાન સામે હોય અને તે જાણવાના આકારે જ્ઞાનનું પરિણમન થાય તો તે શેયના કારણે થયું એમ નથી. તે કાળે જ્ઞાનનું પરિણમન સ્વતંત્ર પોતાથી જ છે, પરને લઈને થયું નથી. ભગવાનને જાણવાના કાળે પણ ભગવાન જણાયા છે એમ નથી પણ ખરેખર તત્સંબંધી પોતાનું જ્ઞાન જણાયું છે.
(ગાથા-૬, પેઈજ નં-૯૮) [ ] જેમ અરીસો હોય તેમાં સામે જેવી ચીજ કોલસા, શ્રીફળ વગેરે હોય તેવી ચીજ ત્યાં
જણાય. એ રૂપે અરીસો પરિણમ્યો છે, એ અરીસાની અવસ્થા છે. અંદર દેખાય એ કોલસા કે શ્રીફળ નથી. એ તો અરીસાની અવસ્થા દેખાય છે. તેમ જ્ઞાનની પર્યાયમાં શરીરાદિ શેયો જણાય ત્યાં જ્ઞાનની પર્યાય એ પોતાની છે, એ શરીરાદિ પરને લઈને થઈ છે તેમ નથી; કેમકે જેવું જ્ઞેય જ્ઞાનમાં પ્રતિભાસિત થયું તેવો જ્ઞાયકનો જ અનુભવ કરતાં જ્ઞાયક જ છે. જાણનારો જાણનારપણે જ રહ્યો છે, જોયપણે થયો જ નથી. શેય પદાર્થનું જે જ્ઞાન થયું તે જ્ઞાન પોતાનું પોતાથી છે, શેયથી નથી.
(ગાથા-૬, પેઈજ નં. ૧૦૨) [ ] સિદ્ધાંત - એવી રીતે અનેક પ્રકારના શેયોના આકારો સાથે મિશ્રરૂપપણાથી ઉપજેલ
સામાન્યના તિરોભાવ અને વિશેષોના આવિર્ભાવથી અનુભવમાં આવતું જે (વિશેષ ભાવરૂપ, ભેદરૂપ અનેક આકારરૂપ) જ્ઞાન તે અજ્ઞાની શેય લુબ્ધ જીવોને સ્વાદમાં આવે છે પણ અન્ય શેયાકારોનાં સંયોગ રહિતપણાથી ઉપજેલ સામાન્યના આવિર્ભાવ અને વિશેષના તિરોભાવથી અનુભવમાં આવતું જે એકાકાર અભેદરૂપ જ્ઞાન તે સ્વાદમાં આવતું નથી.'
(ગાથા-૧૫, પેઈજ નં.- ૨૬૪). (પરશેયનું જ્ઞાન નથી અને પરણેયથી જ્ઞાન નથી.) [ ] ૧૭ - ૧૮ ગાથામાં આવે છે કે – આબાલગોપાળ સર્વને રાગ, શરીર, વાણી, જે કાળે
દેખાય છે તે કાળે ખરેખર જ્ઞાનની પર્યાય જાણવામાં આવે છે, પણ એવું ન માનતાં મને આ જાણવામાં આવ્યું, રાગ જાણવામાં આવ્યો એ માન્યતા વિપરીત છે. એવી રીતે જ્ઞાનપર્યાય છે તો સામાન્યનું વિશેષ, પણ શેય દ્વારા જ્ઞાન થતાં (શેયાકાર જ્ઞાન થતાં) અજ્ઞાનીને ભ્રમ થઈ જાય છે કે આ શેયનું વિશેષ છે, શેયનું જ્ઞાન છે. ખરેખર જે જ્ઞાનપર્યાય છે તે સામાન્ય જ્ઞાનનું જ જ્ઞાન-વિશેષ છે, પરણેયનું જ્ઞાન નથી, પરશેયથી પણ નથી.
(ગાથા-૧૫ પેઈજ નં. ૨૬૫)