________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૮૩
ભક્તિનાં જે જે નિમિત્ત આવે તેનું જ્ઞાન કર્યું. એમ બધાનું જ્ઞાન કર્યું પણ નિમિત્તનું કાંઈ કરી શકું છું તેમ ભાસતું નથી પણ માત્ર જ્ઞાનની ક્રિયા જ ભાસે છે.
(ગાથા-૧૪૪, પેઈજ નં.-૫૧૦) [ ] જાણવાની ક્રિયામાં ૫૨નું હું કરી શકું છું તેમ ભેગું ભાસતું નથી. જડનું તો હું કદી કરી શકતો નથી પણ રાગનું હું કરી શકું છું એમ જ્ઞાનીને ભાસતું નથી, જડનું તો કરી શકતો નથી. પરંતુ રાગનું પણ કરી શકતો નથી એમ જ્ઞાનીને ભાસે છે. આ ધર્મી અને અધર્મીની ક્રિયાની વાત છે. ધર્મીની શતી ક્રિયા છે અને અધર્મીની કરોતી ક્રિયા છે. બન્ને ક્રિયા ભિન્ન છે. અજ્ઞાનીને ૫૨નું હું કરી શકું છું એવી કોતી ક્રિયા છે; તે કરોતી ક્રિયામાં જ્ઞાનક્રિયા ભાસતી નથી અને જ્ઞાનીને જ્ઞાનની એકાગ્ર ક્રિયામાં જ્ઞતિક્રિયામાં કરોતી ક્રિયા ભાસતી નથી.
( ગાથા-૧૪૪, પેઈજ નં.-૫૧૦) ભાસતું નથી અને જ્યારે જ્ઞાતાપણાનું (ગાથા-૧૪૪, પેઈજ નં.-૫૧૦)
[ ] જ્યારે કર્તાપણાનું પરિણમન હોય ત્યારે જ્ઞાતાપણું પરિણમન હોય ત્યારે કર્તાપણું ભાસતું નથી.
[ ] હું બોલું છું, હું ખાઉં છું, હું પીઉં છું, એમ અંદર ભાસે છે. ત્યારે હું જાણું છું, જાણું છું, એમ ભાસતું નથી. તે અજ્ઞાનીની કરોતી ક્રિયા છે. (ગાથા-૧૪૪, પેઈજ નં. ૫૧૦)
જ્ઞાનકળામાં અખંડનો પ્રતિભાસ
જ્ઞાનની વર્તમાન પર્યાયનું સામર્થ્ય સ્વને જાણવાનું છે. આબાળગોપાળ સૌને સદાકાળ અખંડ પ્રતિભાસમય ત્રિકાળી સ્વ જણાય છે, પણ તેની દૃષ્ટિ ૫૨માં ૫ડી હોવાથી ત્યાં એકત્વ કરતો થકો, ‘જાણનાર જ જણાય છે’ તેમ નહીં માનતાં, રાગાદિ ૫૨ જણાય છે એમ અજ્ઞાની ૫૨ સાથે એકત્વપૂર્વક જાણતોમાનતો હોવાથી તેને વર્તમાન અવસ્થામાં અખંડનો પ્રતિભાસ થતો નથી. અને જ્ઞાની તો– ‘આ જાણનાર જણાય છે તે જ હું છું' એમ જાણનાર શાયકને એકત્વપૂર્વક જાણતો માનતો હોવાથી તેની વર્તમાન અવસ્થામાં (–જ્ઞાનકળામાં ) અખંડનો સમ્યક્ પ્રતિભાસ થાય છે.
(આત્મધર્મ અંક નં-૩૯૨, મુખપૃષ્ટ)