________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૯ પ્રવચનસાર પરિશિષ્ટ [ ] ભૂત અને ભવિષ્યની પર્યાયરૂપ થવાની લાયકાત પોતાની છે એવા ધર્મનું ભાન થતાં ત્રણ કાળની પર્યાયનો પિંડ અખંડ આત્મા હું છું એમ નક્કી થાય છે.
અહીં ધર્મી જીવ વિચારે છે કે મેં ઘણા ભવો કર્યા. રાજાના, રંકના, મનુષ્યના, ઢોરના, નારકીના વગેરે ગયા કાળના ભવો શ્રુતજ્ઞાનમાં પ્રતિભાસે છે. ભૂતકાળમાં
ક્યાં, કેવો ભવ હતો વગેરે વિગતથી શ્રુતજ્ઞાનમાં તે કદાચ ન જાણતો હોય તો પણ ભૂતકાળના અનંતા ભવોની અનંતી ભૂત પર્યાયનો સામાન્ય ખ્યાલ પરોક્ષપણે આવે છે, વળી પોતાના દ્રવ્ય સ્વભાવનો નિર્ણય કરતાં હું ભવિષ્યમાં સિદ્ધપદને પામીશ એવો નિર્ણય યથાર્થ કરે છે વચલા ભવોમાં કઈ પદવી મળશે તે ચોકકસપણે ન જાણતો હોય કે અમુક પદવી મળીને સિદ્ધ થવાનો કે સામાન્ય કેવળી થઈને સિદ્ધ થવાનો એ ભલે ખબર ન હોય પણ ભવિષ્યમાં ટૂંક વખતમાં સિદ્ધ થઈશ એવી પ્રતીતિ આવી છે, એમ ભૂત અને ભવિષ્યની પર્યાયો જ્ઞાનમાં પ્રતિભાસે છે, એકલો વર્તમાન જેટલો જ છું એમ પ્રતિભાસતું નથી. આમ આત્મદ્રવ્ય જે ભૂત-વર્તમાન ને ભવિષ્ય ત્રણે કાળની પર્યાયનો પિંડ છે તેને યથાર્થ નક્કી કર્યું. આવી રીતે પ્રમાણજ્ઞાન પ્રમેય એવા આત્મદ્રવ્યને નક્કી કરે છે, આત્મદ્રવ્ય જેવું છે તેવું પર્યાયમાં પ્રગટ થાય છે. એટલે જ્ઞાન ને ય અભેદ થાય છે. તે સમ્યકદર્શન અને સમ્યજ્ઞાન છે આવી રીતે ભૂતની પર્યાયરૂપે ને ભવિષ્યની પર્યાયરૂપે આત્મ દ્રવ્ય વર્તમાનમાં ખ્યાલમાં આવે તેવો એક આત્મામાં ધર્મ છે. તે ધર્મને જાણનાર જ્ઞાનના અંશને દ્રવ્યનય કહે છે.
(દ્રવ્યનય પેઈજ નં. ૧૯૬૨-૬૩) [ G ] આત્મદ્રવ્યમાં અનંતા ધર્મો છે. આત્મદ્રવ્ય ભૂતકાળની પર્યાયપણે ને ભવિષ્યની પર્યાયપણે
વર્તમાન પ્રતિભાસે છે એવો આત્મામાં ધર્મ છે, દ્રવ્ય સન્મુખ દષ્ટિ કરતાં વર્તમાન પર્યાયમાં શુદ્ધિ થાય છે. મારું દ્રવ્ય ત્રણેકાળની પર્યાયનો પિંડ છે. તેમાંથી શુદ્ધિની પર્યાય આવે છે. તીર્થકર, ગુરુ શાસ્ત્ર કે વાણી કોઈ મને ધર્મ આપે એમ નથી. ત્રણ કાળ, ત્રણ લોકના પદાર્થો જેમાં પ્રતિભાસે તે જ્ઞાન કેવડું મોટું હશે? બધા પદાર્થો પ્રમેય છે અર્થાત્ જ્ઞાનમાં આવવા યોગ્ય છે અને જ્ઞાન તે પ્રમાણ છે. પ્રમાણજ્ઞાન દ્વારા અનંત ધર્માત્મક આત્માને જેણે જાણ્યો તેનો રાગ તૂટીને સ્વભાવમાં એકાગ્રતા થયા વિના રહે નહિ. જે છતી શક્તિ અંતરમાં પડી છે તે પ્રગટ થાય છે, સમ્યકજ્ઞાન વધીને કેવળજ્ઞાન થાય છે.
(૧૪મી દ્રવ્યનય પેઈજ નં. ૧૬૭૩) [ ] જે પર્યાય રાગદ્વેષમાં ને નિમિત્તમાં અટકતી તે સાચી શ્રદ્ધા થતાં દ્રવ્યમાં અભેદ થાય
તે તો ઠીક પણ આ નય તો દ્રવ્ય પોતે સમ્યકદર્શન જ્ઞાન ચારિત્રની નિર્મળ પર્યાયરૂપે ઉલ્લસે છે. તત્કાળના પર્યાયરૂપે આખું દ્રવ્ય પ્રતિભાસે છે, અહીં સાધકની ઓછી વતી પર્યાય હોય તેનો પ્રશ્ન નથી. નિમિત્ત નહીં, શુભાશુભ ભાવ નહીં. અધૂરી પર્યાય નહિ પણ હું તો અનાદિ અનંત શુદ્ધ ચૈતન્ય સ્વભાવી છું એવી દૃષ્ટિ થઈ કે વસ્તુ આખી