________________
૧૬૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ [ 0 ] જેમ અરીસામાં પ્રતિબિંબ અને બિંબ બન્નેનું જ્ઞાન થાય છે. તેમ ભગવાન આત્મા
જ્ઞાન દર્પણ સમાન છે, જાણનાર જ્ઞાન છે. તે દર્પણમાં એકાકાર થતાં પૂર્ણ અવસ્થા પ્રગટે છે અને સર્વ જગતના પદાર્થો જણાય છે, એ વાતને કુંદકુંદ આચાર્ય સાબિત કરે છે.
(પેઈજ નં. ૩૪૨) [ કુ ] સર્વના જ્ઞાનથી આત્માનું જ્ઞાન અને આત્માના જ્ઞાનથી સર્વનું જ્ઞાન અને સાથે થાય
છે. આત્મા પોતે જ્ઞાન પર્યાયરૂપે થયો એટલે સર્વનું જ્ઞાન આવી ગયું. લોકાલોક આવી ગયા. આ રીતે ભગવાન આત્મા જ્ઞાનમય છે તે સ્વસંચેતક છે. જાણવું જાણવું તેનો સ્વભાવ પોતાને પૂર્ણપણે અનુભવતો હોવાથી એમાં શેયનું જ્ઞાન આવ્યા વિના રહેતું નથી. સ્વસંચેતક થયો એમાં લોકાલોકનું જ્ઞાન આવી ગયું, જેમ મકાનમાં ટાંગેલા કાચના ગોળામાં આજુબાજુની બધી ચીજ દેખાય છે, એટલે કે ગોળો કેવડો, કેવા રંગનો તેમજ મકાનની બધી ચીજો દેખાય જાય છે, તેમ ચૈતન્ય જ્ઞાનમયપણાને લીધે પોતાને જાણ્યો એટલે લોકાલોકનું ઘર જણાઈ ગયું. જેમ કાચના ગોળામાં કાચનો ગોળો... તથા મકાન યુગપદ દેખાય છે. તેમ ચૌદ બ્રહ્માંડમાં જ્ઞાન ગોળો પડ્યો છે. કાચમાં પ્રકાશ સાથે છે, તેમ ભગવાન આત્મામાં જ્ઞાન પ્રકાશ સાથે છે તેને જાણતા લોકાલોક જણાય જાય છે. ભગવાન આત્મા (એ) જ્ઞાનમય અભેદ સ્વભાવને લીધે
પોતાને પોતે અનુભવ્યો છે. (પ્રવચનસાર ગાથા-૪૯, પેઈજ ન.૩૪૨) [ રે ] આત્મા જ્ઞાનમય હોવાથી પોતાને સંચેતે છે, અનુભવે છે. જાણે છે અને પોતાને જાણતાં
સર્વ શેયો જાણે કે તેઓ જ્ઞાનમાં સ્થિત હોય એ રીતે જણાય છે કારણકે જ્ઞાનની અવસ્થામાંથી શેયાકારોને એ રીતે ભિન્ન કરવા અશક્ય છે. આંખની કાળી કીકીમાં આખુ મકાન બારી બારણા વિગેરે દેખાય છે. કીકીમાં કીકી તથા મકાન બધું દેખાય છે. કીકી કાઢી નાખતા કીકીમાં દેખાતા મકાનનો નાશ થાશે તેવો પરમાણુની સ્વચ્છતાનો સ્વભાવ છે. તો પછી આત્માના સ્વભાવનું શું કહેવું? વળી કીકી બધાને દેખે છે, તેવી કીકીની સ્વચ્છતાને જ્ઞાન જાણે છે, કીકીમાંથી મકાન કાઢી નાખો તો કીકી ચાલી જશે કીકીને દેખતા બધાને દેખે છે તેવી રીતે આત્માને જાણતા બધાને જાણે છે. બધાને જાણતા આત્માને જાણે છે.
(પ્રવચન સાર, ગાથા-૪૯ નો ભાવાર્થ, પેઈજ નં. ૩૪૪) [ કુ ] ભૂત અને ભવિષ્યની પર્યાયરૂપે આત્મા પ્રતિભાસે છે તેવો તેનામાં એક ધર્મ છે. ને તે ધર્મના જાણનાર જ્ઞાનના અંશને દ્રવ્યનય કહે છે.
જેમ શેઠનો દીકરો બાળક હોય તે ભવિષ્યમાં શેઠ થશે એવી ભવિષ્યની પર્યાયરૂપે વર્તમાનમાં તે પ્રતિભાસે છે ને એક મુનિ પૂર્વે રાજા હતા. તે રાજાપણું છોડી મુનિ થયા તો પણ તે અતીત એટલે ભૂતકાળમાં રાજા હતા એમ ભૂતની પર્યાયરૂપે વર્તમાનમાં પ્રતિભાસે છે ખ્યાલમાં આવે છે. તેમ આ આત્મા કેવળજ્ઞાની થશે એમ ભવિષ્યની પર્યાયરૂપે વર્તમાનમાં પ્રતિભાસે છે, મારો આત્મા સિદ્ધપદને પામશે એમ ભવિષ્યની પર્યાયરૂપે થવાની લાયકાતનો ધર્મ આત્મ દ્રવ્યમાં ત્રિકાળ છે. (પેઈજ નં. ૧૬૫૮)