________________
૧es
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ ઉગ્ર પુરુષાર્થ કર
“તું તને જો; જેવો તું છો તેવો જ તું પ્રગટ થઈશ.” [ ] “આ શરીર છે, આ રાગ છે” એમ જોવા યોગ્ય પર ચીજ તરફ તારી દષ્ટિ અનાદિથી છે,
પણ તેનો જોનાર પોતે ભગવાન આત્મા શી ચીજ છે તેને જાણવાની કદી દરકાર કરી નથી. શરીર, વાણી, ઘટ, પટ વગેરે કોઈપણ ચીજ જાણવામાં આવે ત્યાં જાણનાર એવું જ્ઞાન જ ઊર્ધ્વ રહીને જાણે છે, જ્ઞાન ન હોય તો શેયને જાણે કોણ ?
ઘટ પટ આદિ જાણ તું, તેથી તેને માન;
જાણનાર ને માન નહીં, કહીએ કેવું જ્ઞાન?” [ ] જાણનાર આને જાણે, આને જાણે, ઘટને જાણે, પટને જાણે, ધંધાને જાણે, શાસ્ત્રને જાણે –
એમ કહેવું તે પર સાથેના સંબંધનું કથન હોવાથી વ્યવહાર છે; ત્યાં જણાનારને નહીં પણ
જાણનારને જો. અંતરમાં ચૈતન્ય વિજ્ઞાનઘન પૂર્ણાનંદ પ્રભુ આત્મા બિરાજે છે તેને જો. [ ] તું અનાદિથી અજ્ઞાનભાવે તારી વર્તમાન પર્યાયમાં પરને જ જુએ છે, હવે તારી જ્ઞાન
નજર અંતરમાં વાળીને તું સુખનિધિ સને--તારા જ્ઞાયક પ્રભુને-જો. “મારાં નયણાની આળસ રે! ન નિરખ્યા હરિને જરી” જે મોહરાગદ્વેષ આદિ વિભાવભાવોને હરે-જીતે, વીતરાગતા પ્રગટ કરે એવો પોતાનો આત્મા જ “હરિ છે, પણ જોવાની આળસે તને તારું પરમ નિધાન કદી દષ્ટિગત થયું નહીં. પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય; જિનેસર! જ્યોતિ વિના જુઓ જગદીશની, અંધો અંધ પલાય; જિને સર!
ધર્મ જિનેસર ગાઉં રંગશું” [ ] રુચિ બહારની હોવાથી પરને જ જોવા રોકાઈ ગયો. શાસ્ત્રો વાંચીને જાણ્યું,
બહિર્લક્ષી જ્ઞાન કર્યું, પણ અંદર સ્વસમ્મુખ થઈને જાણનારને જાણ્યો નહીં. અહા !
આવી વાતો છે. [ s ] અંદર કોઈ વસ્તુ છે કે નહીં? તત્ત્વ છે ને? તે તત્ત્વ પૂર્ણ વિજ્ઞાનઘન-આનંદઘન છે. તારી
જે પર્યાય પરવસ્તુને શેય બનાવીને જુએ છે તેને અંતરમાં વાળીને સ્વવસ્તુને શેય બનાવીને જુએ છે. જ્ઞાયકદ્રવ્યને-જો. જેમાં અપવિત્રતાનો, અપૂર્ણતાનો કે પૂર્ણતાના ભેદનો અંશ પણ નથી એવા પરમ પવિત્ર, પરિપૂર્ણ, અભેદ જ્ઞાયકતત્ત્વને અંતરમાં જો, તો તું પર્યાયમાં પણ એવો જ પ્રગટ થઈ જઈશ. અંતરમાં જે શક્તિ છે તેની પૂર્ણ વ્યક્તતા થઈ જશે.
(આત્મધર્મ અંક ૫૧૪ પેઈજ નં-૨૭ માંથી)