________________
- ૧૫
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
હોવાથી વર્તમાન પર્યાયને રાગ ઉપર દૃષ્ટિ હોવાથી પર્યાયમાં સ્વચ્છેય જણાતું હોવા છતાં તે જણાતું જ નથી એમ અજ્ઞાની માને છે.
અહીં તો કહે છે કે પર્યાયમાં દ્રવ્યનું જ્ઞાન ને પર્યાયનું જ્ઞાન તો થાય છે છતાં દ્રવ્ય પર્યાયને સ્પર્શતું નથી. જેમાં પોતાનું જ્ઞાન છે એવી જ્ઞાનપર્યાયને દ્રવ્ય સ્પર્શતું નથી. આહાહા! ગજબ વાત છે ને ! આ તો થોડું લખ્યું ઘણું કરીને જાણજો-એવી વાત છે. જેનું લક્ષણ સ્વ-પર-પ્રકાશક છે એ લક્ષણ જાય ક્યાં? જાગતી પર્યાયમાં જાગતા જીવનું જ્ઞાન થાય છે ને છતાં તારી દૃષ્ટિમાં અનાદિથી પર ઉપર લક્ષ હોવાથી પર્યાયમૂઢ થઈ રહ્યો છો. પર્યાયમાં દ્રવ્ય જાણવા છતાં પર્યાયમૂઢ થઈ ગયો છો.
(આત્મધર્મ અંક-૪૫૭, પેઈજ નં. ૨૦) અરે! પરમાત્મ સ્વરૂપ શું છે, તેમાં કેવી કેવી શક્તિ ભરી પડી છે, તેના સ્વભાવની અચિંત્યતા કેવી છે તેનો આ જીવે કદી ખ્યાલ પણ કર્યો નથી. કેમ કે જ્ઞાન, દર્શન, વીર્યાદિના જે પ્રગટ અંશો-પર્યાયો છે તેનું વલણ આખું પર તરફ જ ચાલ્યું ગયું છે. અનાદિથી જીવની આ દશા છે.
જે વર્તમાન પ્રગટ અંશો છે કે જેના છે તેની સાથે જોડવાને બદલે અજ્ઞાનીએ એ અંશો જેના નથી એવા પર નિમિત્તો સાથે જોડે છે. જ્ઞાનના અંશમાં રાગ નથી અને રાગમાં જ્ઞાનનો અંશ નથી છતાં અજ્ઞાની જ્ઞાનને રાગમાં જોડે છે. ખરેખર જ્ઞાન કોનો અંશ છે એમ દૃષ્ટિ કરે તો પૂર્ણાનંદ જ્ઞાનસ્વરૂપ આત્માનો પત્તો લાગી જાય. પણ અનાદિ કાળથી જીવે પોતાનું લક્ષ જ કર્યું નથી. લક્ષ તો નથી કર્યું પણ આ મારો આત્મા જ લક્ષ કરવા લાયક છે એવો નિશ્ચય પણ કદી કર્યો નથી.
લોકભાવના સંવરમાં ગણી છે, જ્ઞાન સ્વરૂપમાં જે એકાગ્ર થાય તે સંવર છે. આત્મા સદાય અરૂપી -જ્ઞાન સ્વભાવી છે તે પર ચીજને જાણે પણ પરનું કાંઈ કરી શકે નહીં. ઇચ્છાથી કે જ્ઞાનથી પરમાં કાંઈ કરી શકે નહીં. જ્ઞાની માને છે કે- પરનો હું જાણનારો છું એ કથન પણ વ્યવહારથી છે. કેમ કે ખરેખર તો તે સ્વને જાણે છે ને સ્વને જાણતા પર જણાય જાય છે.
(આત્મધર્મ અંક -૫૪૩, પેઈજ નં.૧૪)
સ્વ તરફ વળેલી જ્ઞાન પર્યાયમાં વીતરાગતા પ્રસિદ્ધ થઈ છે, તેમાં રાગનું સ્થાને રહ્યું નથી. બીજ ઊગી તે ચંદ્રનો કટકો છે, એ કાંઈ ઠીકરું નથી. તેમ ભેદજ્ઞાન થયું તે તો જ્ઞાન સ્વભાવની દશા છે, તે કાંઈ વિકલ્પનો કટકો નથી. સ્વભાવમાંથી બીજ ઊગી તે અલ્પકાળમાં કેવળજ્ઞાનને સાધશે જ. સાધકને આવી જ્ઞાનધારા પ્રગટી તે અપૂર્વ છે, આનંદદાયક છે, વિકલ્પની ધારાથી તદ્ન જુદી છે.
(આત્મધર્મ અંક નં-૩૪૫, પેઈજ નં-૨૯, ૩૦)