________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૬૭ - પ્રવચન પ્રસાદ [ ] આ પ્રકારે શેયમિશ્રિત જ્ઞાન કર્યું છે. પણ શેય મિશ્ર થયાં નથી, એવા શેય મિશ્રિતજ્ઞાન
વડે વિષયોની જ પ્રધાનતા ભાસે છે. મારો જ્ઞાન પર્યાય મારાથી પ્રવર્યો એમ ન ભાસ્યું પણ વિષયોથી પ્રવર્યો એમ ભાસે છે, આને જાણું, ફૂલને ચૂંથું એમ પદને પ્રધાનતા આપે છે. કલ્પનામાં શેયને જ્ઞાન મિશ્રિત કરે છે, પંચ ઇન્દ્રિયના વિષયો ને મનના વિષયો પોતામાં એકમેક કરે છે. આ ચીજો હોય તો જણાય તેથી તે ચીજો મેળવવા માગે છે. પરને મેળવવા માગે છે. પરને જાણવા માગે છે પણ પોતાને માણવા માગતો નથી. પોતાને ભિન્ન નહિ માનતો ય પોતાને મિશ્રિત જ્ઞાન વડે તે ચીજોની મુખ્યતા ભાસે છે હું જાણનાર –દેખનાર છું એમ ભાસતું નથી. આખો ભગવાન આત્મા રહી જાય છે.
(અંક-૩૨ પૃષ્ઠ-૧૭૪ ) [ કું] જેમના જ્ઞાન દર્પણમાં સમસ્ત સ્વપર શેયો અત્યંત સ્પષ્ટપણે પ્રત્યક્ષપણે પ્રતિભાસે છે
એવા શ્રી સીમંધરાદિ ત્રણે કાળના જગદુધ્ધારક તીર્થકર ભગવંતોને પરમોત્કૃષ્ટ ભક્તિથી નમસ્કાર.
(તા. ૧૩-૩-૫૬, પેઈજ નં. ૯૪૨) [ ] અરીસામાં કેરી દેખાય છે- તે અરીસાની સ્વચ્છતા દેખાય છે, તે પ્રતિબિંબ છે. બિંબ અને પ્રતિબિંબ એક સાથે છે, તેમ સ્વનું અને શેયોનું જ્ઞાન એક સાથે થાય છે.
(તા. ૩-૬-૫૫, પેઈજ નં. ૩૩૭) [ ક ] તે જ્ઞાન દરેક આત્મામાં વર્તતું પ્રતિભાસમય મહાસામાન્ય છે. જ્ઞાનની મહાશક્તિ છે.
જ્ઞાન સ્વ-પરને પ્રતિભાસ કરે એવી શક્તિરૂપ છે. તે જ્ઞાનગુણ-સ્વના જ્ઞાનમય અને પર સંબંધી પોતાના જ્ઞાનમય અનંત વિશેષોમાં વ્યાપનારો છે.
(તા. ૩-૬-૫૫, પેઈજ નં. ૩૩૭) [ ગ ] હવે જે પુરુષ સર્વ દ્રવ્ય પર્યાયો જેમના નિમિત્ત એવા અનંત.. વિશેષમાં વ્યાપનારા
પ્રતિભાસમય મહાસામાન્યરૂપ આત્માને સ્વાનુભવ પ્રત્યક્ષ કરતો નથી તે સર્વ દ્રવ્ય પર્યાયને પ્રત્યક્ષ કરી શકે નહિ. પ્રતિભાસમય મહાસામાન્યરૂપ આત્મા કહીને ગુણ ગુણી અભેદ કરી નાખ્યા. એક સમયની જ્ઞાન પર્યાયમાં પ્રતિભાસમય મહાસામાન્ય આત્મા વ્યાપે છે. એવા આત્માને જ્ઞાનના અનુભવમાં લાવતો નથી. એટલે કેવળજ્ઞાનરૂપે પરિણમતો નથી. જેને દ્રવ્ય-પર્યાય નિમિત્ત છે એવા અનંત વિશેષોમાં વ્યાપનાર મહાસામાન્યરૂપ આત્માને સ્વાનુભવ પ્રત્યક્ષ કરતો નથી તે સર્વ દ્રવ્ય પર્યાયને કેવી રીતે પ્રત્યક્ષ જાણી શકે?.... એટલે કે પ્રતિભાસમય મહાસામાન્ય વડે વ્યાપવા યોગ્ય જે પ્રતિભાસમય અનંત વિશેષો તેમના નિમિત્તભૂત સર્વ દ્રવ્ય પર્યાયોને કઈ રીતે પ્રત્યક્ષ જાણી શકે?
(પેઈજ નં. ૩૩૯) [ ] જે એકને જાણે છે તે સર્વને જાણે છે અહીં મહાસામાન્ય પ્રતિભાસમય તે જ્ઞાન ગુણની
(પેઈજ નં. ૩૪૦).
વાત છે.