________________
૧૭૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ અરીસામાં અનેક પદાર્થોનું પ્રતિબિંબ દેખાય છે તે અરીસાની જ અવસ્થા છે, અરીસો પોતાના સ્વચ્છ સ્વભાવથી તેવી જ અનેકાકારરૂપ પર્યાયે પરિણમ્યો છે, તેમ જ્ઞાન પણ પોતાના સ્વ-પર પ્રકાશક સ્વભાવને લીધે અનેક શેયાકારોરૂપ પરિણમે છે તે જ્ઞાનની પોતાની અવસ્થા છે, પરશેયોનો આકાર જ્ઞાનમાં આવી જતો નથી.
(જ્ઞાન શેય દૈતનય - પેઈજ નં.- ૧૬૪-૧૬૫) [ ] જ્ઞાનનો દૈત સ્વભાવ પોતાનો છે, તે લોકાલોકને લીધે નથી જ્ઞાનમાં જે લોકાલોકનો
જે પ્રતિભાસ થાય છે તે કાંઈ લોકાલોકની અવસ્થા નથી, પણ તે તો જ્ઞાન પોતે જ પોતાના તેવા ધર્મરૂપે પરિણમ્યું છે, લોકાલોક તો જ્ઞાનની બહાર છે આમ તનયથી અનેકાકાર જ્ઞાન સ્વભાવી આત્માને જાણવો તે સમ્યજ્ઞાન અને વિતરાગતાનું કારણ છે.
(જ્ઞાન શેય દૈતનય પેઇજ નં. ૧૬૫) [ ] જ્ઞાનમાં પરનું પ્રતિબિંબ પડે છે એમ કહેવાય છે ત્યાં કાંઈ જ્ઞાનમાં પર પદાર્થોનું
પ્રતિબિંબ પડતું નથી, પણ જ્ઞાનની જ તેવી અવસ્થા દેખાય છે. જ્ઞાન તો અરૂપી છે અને ઝાડ વગેરે તો રૂપી છે તો અરૂપીમાં રૂપી વસ્તુનું પ્રતિબિંબ કઈ રીતે પડે? જ્ઞાનમાં પરને પણ જાણવાની તાકાત છે તેથી તેમાં પર જણાય છે તે અપેક્ષાએ જ્ઞાનમાં પરનું પ્રતિબિંબ કહ્યું છે. જ્ઞાનનું સ્વપર પ્રકાશક સામર્થ્ય બતાવવા માટે નિમિત્તથી તેમ કહ્યું છે. જો જ્ઞાનમાં ખરેખર પરનું પ્રતિબિંબ પડતું હોય તો કોલસાનું પ્રતિબિંબ પડતા જ્ઞાન કાળું થઈ જાય, દસ હાથ ઊંચા લીમડાનું પ્રતિબિંબ પડતા જ્ઞાનને પણ દસ હાથ પહોળું થવું પડે! પણ એમ થતું નથી. જ્ઞાન પોતે સાડાત્રણ હાથમાં રહીને પણ દસ હાથના લીમડાને જાણી લ્ય છે; માટે પર શેયનો આકાર કે પ્રતિબિંબ જ્ઞાનમાં આવતા નથી, પણ જ્ઞાન તેને જાણી લે છે તે અપેક્ષાએ જ્ઞાનમાં તેનું પ્રતિબિંબ કહ્યું છે.
જ્ઞાન પોતાના જ્ઞાનભાવપણે એકરૂપ હોવા છતાં અનેક જોયો જણાય છે તે અપેક્ષાએ તેનામાં અનેકતા પણ છે, જ્ઞાનમાં અનેક પદાર્થો જણાતાં જે અનેકતા થાય છે તે ઉપાધિ કે મેલ નથી પણ જ્ઞાનનું જ સ્વરૂપ છે. જેમ અરીસામાં કોલસાનું પ્રતિબિંબ જણાતાં જે કાળાપણું દેખાય છે તે કાંઈ અરીસાનો મેલ નથી પણ તે તો તેની સ્વચ્છતાનું પરિણમન છે; તેમ જ્ઞાનમાં અનેક શેયો જણાતાં જે અનેકરૂપતા થાય છે તે કાંઈ જ્ઞાનનો મેલ નથી પણ જ્ઞાનની સ્વચ્છતાનો તેવો સ્વભાવ છે કે બધા શેયો તેમાં જણાય. સાકરને લીમડાને કે લીંબુને જાણતાં જ્ઞાન કાંઈ મીઠું, કડવું કે ખાટું થઈ જતું નથી, કેમકે તે જ્ઞાનમાં પરણેયનો અભાવ છે, તે તે પ્રકારના અનેકવિધ પદાર્થોના
જ્ઞાનપણે થવાનો જ્ઞાનનો સ્વભાવ છે. (જ્ઞાન શેય દૈતનય, પેઈજ નં. ૧૬૭) [ s ] આત્મ દ્રવ્ય નિયતિનયે નિયત સ્વભાવે ભાસે છે, જેમ ઉષ્ણતા તે અગ્નિનો નિયત
સ્વભાવ છે તેમ નિયતનયે આત્મા પણ પોતાના નિયત સ્વભાવવાળો ભાસે છે. આત્માના ત્રિકાળ એકરૂપ સ્વભાવને અહીં નિયત કહ્યો છે. તે સ્વભાવને જોનાર