________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૬૩ જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણું. [ઉ ] જીવે બહારની કળા અનંતવાર જાણી છે પણ આત્માનું વાસ્તવિક સ્વરૂપ કદી જાણ્યું
નથી. જ્ઞાનને અંતરમાં વાળીને આત્માને સ્વય બનાવવો તે અપૂર્વ કળા છે. અહો ! સ્વસમ્મુખ થઈને જેણે પોતાના સ્વાર પ્રકાશક સ્વજોયને જાણ્યું તેને બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. જ્ઞાનને સ્વસમ્મુખ કરીને શુધ્ધ ચિદ્રુપ સ્પશેયને જાણતાં રાગરહિત આનંદનો અપૂર્વ સ્વાદ આવે છે. એકવાર પણ શુધ્ધ આત્માને સ્પશેય બનાવે તો અલ્પકાળમાં મુક્તિ થઈ જાય.
(આત્મધર્મ અંક-૧૨૫, પેઈજ નં.૯૩ માંથી)
આત્માને જાણવામાં તત્પર થા [ ] આત્મા ક્યાં રહેતો હશે? આ દેહમાં રહ્યો હોવા છતાં તે દેહને અડતો નથી; દેહનાં
લક્ષણથી એનું લક્ષણ જુદું ને જુદું જ રાખે છે. આત્મા સદાય ચૈતન્યલક્ષણપણે રહ્યો છે, જડ દેહરૂપ કદી થયો નથી. અરે, દેહમાં જ રહેલા આવા તારા આત્માને હે જીવ! તું સ્વસંવેદનથી કેમ નથી જાણતો ? બહારના બીજા તો પ્રપંચ ઘણા જાણે છે તો તારા આત્માને કેમ નથી જાણતો? દૂરદૂરની પ્રયોજન વિનાની વાત જાણવા દોડે છે, તો અહીં તારામાં જ રહેલા તારા આત્માને જાણવામાં બુદ્ધિ જોડ. એ અત્યંત પ્રયોજનરૂપ છે. અરે, તું બીજાનું તો જ્ઞાન કર ને તારું નહિ! એ તે જ્ઞાન કેવું કે પોતે પોતાને જ ન દેખે ! માટે હે ભાઈ, આત્માને જાણવામાં તત્પર થા.
(આત્મધર્મ અંક-૨૫૪, પેઈજ નં-૧૭) [ ક ] પહેલાં સ્વ-પરની વહેંચણી અને અંતરમાં સ્વભાવ તથા પરભાવની વહેંચણી કરતાં
જ્ઞાનપર્યાય નિજસ્વભાવ સાથે એકતા કરે, એટલે પરભાવ પ્રત્યે ને પારદ્રવ્ય પ્રત્યે સહેજે ઉપેક્ષાવૃત્તિ થાય. પણ જેને સ્વપરની વહેંચણી કરતાં જ ન આવડે તે શેમાં ઠરશે? અને શેનાથી પાછો વળશે? અજ્ઞાની દોડાદોડીને આકુળતાથી પરમાં જ ઉપયોગને ભમાવે છે, પણ ઉપયોગ તો મારું સ્વદ્રવ્ય છે-એમ સ્વમાં ઉપયોગને વાળતો નથી. તેને અહીં સ્પષ્ટ વસ્તુસ્વરૂપ સમજાવીને ભેદજ્ઞાન કરાવ્યું છે, કે જે ભેદજ્ઞાન થતાં સ્વદ્રવ્યના અવલંબને ઉપશાંતરસનું વેદના થાય. (આત્મધર્મ અંક-૨૫૪, પેઈજ નં. ૧૧)
જગતથી જુદો....... જગતનો જાણનાર [ કુ ] જગતથી જુદો એવો આ જીવ પોતે પોતાની સામે ન જોતાં બહારમાં જગતની સામે જ
જુએ છે, તેથી તે દુઃખી થાય છે. જગતનો જાણનાર તો પોતે છે, જો પોતે પોતાની સામે જુએ તો દુઃખ ટળે ને આત્મશાંતિ વેદાય. માટે, જગતનો મોહ છોડીને આત્માની સામે જોવાનો ઉપદેશ આપતાં નાટક-સમયસારમાં કહે છે કે -
ओ जगवासी यह जगत इन्हसों तोहि न काज। તેરે ઘરમેં ન વસે તામેં તેરો નાફા બંધદ્વાર]