________________
૧૬૨
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ વગર પરનું યથાર્થ જ્ઞાન થતું નથી, તેથી જે સંજ્ઞી જીવો પોતાનો પુરુષાર્થ પોતા તરફ વાળતા નથી તેને યથાર્થ શ્રધ્ધા અને યથાર્થ જ્ઞાન થતાં નથી.
(આત્મધર્મ અંક - ૧૦/૧૧, પેઈજ નં.-૧૬૯) [ ] પ્રશ્ન- આ બધું જણાય છે પણ આત્મા કેમ જણાતો નથી?
ઉત્તર:- આ બધું જણાય છે એમ જાણનારો કોણ છે? જે સત્તામાં આ બધું જણાય રહ્યું છે એનો જાણનારો જણાતો નથી એ જ ભ્રમણા છે. આ શરીર છે, આ મકાન છે, આ ધન છે, આ સ્ત્રી-પુરુષ છે, આદિ જે બધું જણાય છે એ શેમાં જણાય છે? આ બધું જણાય રહ્યું છે તે જાણનારની સત્તામાં જણાય છે, જાણનારી સત્તાની મુખ્યતામાં આ બધું જણાય છે. એ જાણનારને જાણે નહિં માને નહિં એ ભ્રમણા જ ચોરાશીના
અવતારમાં રખડવાનું કારણ છે. (આત્મધર્મ અંક-૪૩૬, પેઈજ નં.-૨૮) [ ] પ્રભુ! તું સર્વને જાણનાર દેખનાર સ્વરૂપે પૂરો છો ને! પણ તારા પૂર્ણ સ્વરૂપને નહીં
જાણતાં એકલા શેયને જાણવા દેખવા રોકાઈ ગયો તે તારો અપરાધ છે. પુણ્ય-પાપના ભાવને કરવા અને જાણવા-દેખવા રોકાઈ ગયો ને પોતાના જાણવા-દેખવાના સ્વભાવને ભૂલી ગયો તે તારો અપરાધ છે. પુણ્ય-પાપ એ જ અને એટલું જ મારું શેય છે એમ માનીને તેને જ જાણવામાં રોકાઈ ગયો અને પોતાના પૂર્ણ જાણવાના સ્વભાવને ભૂલી ગયો એ તારો અપરાધ છે. કર્મને કારણે તું તારા પૂર્ણ સ્વભાવને જાણતો નથી એમ નથી, પણ એ તારો પોતાનો જ અપરાધ છે.
(આત્મધર્મ અંક-૪૩૦, પેઈજ નં-૨૫)
જાણનાર વિના જાણ્યું કોણે ? [ ] આ શરીર, મકાન વગેરે પર વસ્તુ જણાય છે, પણ જાણ્યું કોણે? તે જાણનાર કોણ છે
તેને જાણ્યા વિના પરનું જ્ઞાન યથાર્થ થાય નહીં. પર જણાય છે, તેનો જાણનાર હું છું એમ જો જાણનાર તત્ત્વનો નિર્ણય કરે. તો જાણપણું એકલા પરમાં ન રોકાતાં સ્વ તરફ વળે. હું પોતે જાણનાર કોણ છું? બધુંય જણાય છે તેનો જાણનાર પોતે કેવો છે?—એમ
સ્વતત્ત્વનો નિર્ણય જોઈએ. જાણનાર પોતે કોણ છે તે જાણ્યા વિના જાણપણું સાચું થાય નહીં. હું જાણનાર છું –એવો પોતાના સ્વભાવનો નિર્ણય કરે તો તે પરનો પણ જાણનાર રહે, પરનું કરવામાં કે રાગમાં તે અટકતો નથી એટલે તેનું જ્ઞાન સ્વ તરફ વળે છે. જાણનાર તત્ત્વની જેને ખબર નથી તે પરને જાણતાં ત્યાં અટકે છે એટલે આત્મા તરફ તેનું જ્ઞાન વળતું નથી. માટે બધાયને જાણનાર પોતે કોણ છે તેની ઓળખાણ કરવી જોઈએ. (આત્મધર્મ સળંગ અંક-૧૨૪, ટાઈટલની પાછળનું પેઈજ)