________________
૧eo
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ છતાં કેવળજ્ઞાનમાં બધું જણાય છે. લોકાલોક છે તે લોકાલોકમાં રહેશે, એ તારા જ્ઞાનમાં નહીં આવે છતાં તે ચીજને તારું જ્ઞાન જાણી લેશે.
હું પૂર્ણ સ્વરૂપ છું તેથી તેને સાધતા લોકાલોક સંબંધી પૂર્ણ જ્ઞાન પ્રગટશે જ. કેમ કે જાણનાર તત્ત્વ પ્રભુ છે એ પૂર્ણપણે પરિણમતા તેની જાણ બહાર કાંઈ રહેતું નથી. જાણનારો જાણવાપણે પરિપૂર્ણ પરિણમતા જેને આદિ-અંત નથી તેનું પણ તેને જાણવું થઈ જાય છે.
(આત્મધર્મ અંક-૪૧૯, પેઈજ નં-૨૭) [ G ] આત્માને ઓળખાવવા જ્ઞાન તે આત્મા, જ્ઞાન તે આત્મા, એમ કહ્યું છે. કારણ કે જ્ઞાન
તે પ્રગટ અંશ છે અને આનંદનો અંશ કાંઈ પ્રગટ નથી, પ્રગટ તો આકુળતા છે; તેથી જ્ઞાનના પ્રગટ અંશ દ્વારા આત્માને ઓળખાવ્યો છે. જ્ઞાનના પ્રગટ અંશને અંદરમાં વાળે એટલે આખું સળંગ થઈ જાય છે. (-દ્રવ્યગુણ શુદ્ધ છે તેમ પર્યાય પણ
શુદ્ધ થઈ જાય છે.) આત્માને જ્ઞાનના અંશથી ઓળખાવવાનો મૂળ હેતુ તો આ છે. [ 0 ] પ્રશ્ન- પોતે જ પોતાનું શેય, જ્ઞાન ને જ્ઞાતા છે તો બીજા છ દ્રવ્યો તે શેય ને પોતે
જ્ઞાતા છે તે જોયજ્ઞાયકસંબંધ છોડવો અશકય કહ્યો છે ને? ઉત્તર:- છ દ્રવ્યો તે શેય ને પોતે જ્ઞાતા છે, તે શેય-જ્ઞાયકનો સંબંધ છોડવો અશક્ય કહ્યો છે ત્યાં તો નિમિત્ત-નૈમિત્તિક સંબંધ બતાવ્યો છે અને અહીં તો સ્વ અસ્તિત્વમાં રહેલાં પોતે જ જ્ઞેય જ્ઞાનને જ્ઞાતા છે તેમ નિશ્ચય બતાવીને પરનું લક્ષ છોડાવ્યું છે.
શેય-જ્ઞાયક સંબંધી પણ જીવને ભ્રાંતિ રહી જાય છે. છ દ્રવ્યો તે શેય ને આત્મા તેનો જ્ઞાયક છે. જીવથી ભિન્ન પુગલ આદિ છ દ્રવ્યો તે જોય ને આત્મા તેનો જ્ઞાયક છે એમ નિશ્ચયથી નથી. અરે ! રાગ તે જોય ને આત્મા જ્ઞાયક એમ પણ નથી. પરદ્રવ્યોથી લાભ તો નથી પણ પરદ્રવ્યો જોય ને તેનો તું જાણનાર છો એમ પણ ખરેખર નથી. હું જાણનાર છું, હું જ જણાવા યોગ્ય છું, હું જ મને જાણું છું. પોતાના અસ્તિત્વમાં જે છે તે જ સ્પશેય છે એમ પરમાર્થ બતાવીને પર તરફનું લક્ષ છોડાવ્યું છે.
આત્મા પરદ્રવ્યોને કરતો તો નથી, પરદ્રવ્યને અડતો તો નથી, પણ પરદ્રવ્યને ખરેખર જાણતો પણ નથી. પોતાનો આત્મા જ ખરેખર જાણવા લાયક mય છે ને પોતે જ શેય ને જ્ઞાતા છે. સ્વ અસ્તિત્વમાં જ પોતાનું જ્ઞાતા, શેય ને જ્ઞાન સમાય છે, પરને જાણે છે એ વ્યવહાર છે. નિમિત્ત-નૈમિત્તિક સંબંધનો વ્યવહાર બતાવ્યો છે. સેટિકાની ગાથામાં (સમયસાર ગાથા ૩૫૬-૩૬૫ માં) પણ જ્ઞાન પોતાને જાણે છે તે નિશ્ચય ને જ્ઞાન પરને જાણે છે તે વ્યવહાર એમ કહ્યું છે.
પોતાની અપેક્ષાએ બીજા દ્રવ્યો અસત્ છે, પોતે જ સત્ છે. પોતે જ પોતાનો જ્ઞાતા શેય ને જ્ઞાનરૂપ સત્ છે. માટે પોતાના સનું જ્ઞાન કરવું. પોતાના સનું જ્ઞાન કરતાં અતીન્દ્રિય આનંદની ઝલક આવ્યા વિના રહે જ નહીં; અને આનંદ ન આવે તો તેણે પોતાના સનું સાચું જ્ઞાન કર્યું જ નથી. મૂળ તો અંતરમાં વળવું એ જ આખા સિદ્ધાંતનો સાર છે.
(આત્મધર્મ અંક નં.-૪૨૦, પેઈજ નં.-૨૬-૨૭)