________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૫૯
કોઈ આત્મા નથી. રાગ વગરનો આત્મા અનુભવમાં આવે છે, પણ જ્ઞાન વગ૨નો આત્મા કદી અનુભવમાં આવતો નથી. આ રીતે જ્ઞાનસ્વરૂપ આત્મા એક ક્ષણમાં અંતર્દષ્ટથી દેખાય છે. આ રીતે જ્ઞાનસ્વરૂપ આત્મા પોતે પોતાના જ્ઞાનભાવ વડે અનુભવમાં આવે છે. આવો અનુભવ અતીન્દ્રિય-આનંદ સહિત હોય છે. ૫૨ભાવનો અભ્યાસ છોડીને સ્વભાવના વારંવાર અભ્યાસ વડે આવો અનુભવ થાય છે. જ્ઞાનને પરભાવથી ભિન્ન કરીને અંત૨માં વાળતાં ક્ષણમાત્રમાં આત્મસ્વભાવ પ્રગટ અનુભવમાં આવે છે. (આત્મધર્મ અંક-૨૫૮, પેઈજ નં. ૨૭/૨૮ )
એક જ્ઞાનાકારરૂપ જીવ
[ ] અહીં કહે છે કે વળી તે કેવો છે ? કે જીવદ્રવ્યમાં એટલું સામર્થ્ય છે કે પોતાને ને ૫૨ને જાણવા છતાં એક જ્ઞાનરૂપ રહ્યો છે. અનેક શેયોને જાણવા છતાં તે શેયરૂપ થયો નથી. અનેક શેયોને જાણવા છતાં એક જ્ઞાનરૂપ તે રહ્યો છે. જેમાં અનેક ભાવો પ્રતિભાસે છે એવા એક જ્ઞાનના આકા૨રૂપ વસ્તુ છે. ૫૨ને જાણતાં ૫રૂપે તો નહીં, ૫૨ને લઈને તો નહીં પણ પોતાના જ્ઞાનના અસ્તિત્વને લઈને એકરૂપ રહીને જાણે છે. આ વિશેષણથી જ્ઞાન ૫૨ને જાણતું નથી એ વાતનો નિષેધ કર્યો. ૫૨માં તન્મય થઈને જાણતો નથી એ બરાબર છે પણ પોતામાં પોતાપણે રહીને ૫૨ને બરાબર જાણે છે, ૫૨ને જાણવાકાળે જાણવાની પર્યાય પોતાની છે, પોતામાં રહીને જાણે છે. આ તો ‘નીવો’ ની વ્યાખ્યા ચાલે છે.
જેમાં અનેક વસ્તુનો આકાર પ્રતિભાસે છે. આકા૨ પ્રતિભાસે એમ કહેવું એ નિમિત્તની વાત છે. એ તો પોતાની પર્યાયમાં એટલું સામર્થ્ય છે કે સ્વને ને ૫૨ને જાણવાના સામર્થ્યરૂપે પોતે પરિણમે એવું પોતાના પરિણમનની પર્યાયના અસ્તિત્વનું સામર્થ્ય છે, ૫૨ છે માટે ૫૨ને જાણે છે એમ નથી. જે ૫૨ છે તે સંબંધીનું જ્ઞાન તે જ્ઞાનની પર્યાયનું સામર્થ્ય છે. પોતે પોતામાં રહીને સ્વને ને ૫૨ને જાણતાં જ્ઞાન અનેકરૂપે થઈ ગયું છે એમ નથી, જ્ઞાનની પર્યાય તો પોતે એકરૂપ રહી છે.
( આત્મધર્મ અંક-૪૧૮, પેઈજ નં.-૧૦,૧૧) [ ] જેનાં એક દૃષ્ટિ માત્રથી અનંત શક્તિઓ અંશે વ્યક્ત થઈ જાય એવો પ્રભુ છો ને ! તેથી બહારમાં તારું કાંઈ નથી. દેવ પણ તું, ધર્મ પણ તું અને ગુરુ પણ તું છો. તને કાંઈ પણ જાણવાની ઈચ્છા છે તો તું તારા આત્માની સાધના કર. આખું લોકાલોક તેમાં જણાય તેવો તું છો. માટે તારે કાંઈ પણ જાણવું હોય તો આત્માને જાણ. જાણનારો જણાશે તો જાણનારો જાણવાની પર્યાય પ્રગટ કરશે.
પૂર્ણ જ્ઞાન દર્શન આદિ ગુણોથી ભરેલો પ્રભુ છે એવું જ્ઞાન ને પ્રતીત થતાં, સાધના કરતાં જ્યારે પૂર્ણતા પ્રગટશે ત્યારે તેમાં લોકાલોક જણાય જશે. સ્વશેયને જાણવાની સાધના કર તો તેમાં લોકાલોક જણાય જશે. જગત જગતમાં રહે