________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૫૭
- જ્ઞાન સ્વભાવનો નિર્ણય - જેમ કેવળજ્ઞાની ભગવાનનો આત્મા જ્ઞાનમાત્ર છે, તેમ હું પણ જ્ઞાનમાત્ર છું- આમ નિર્ણય કરીને પોતાના જ્ઞાન સ્વભાવને જ સ્વøય કરતાં આત્માની સભ્યશ્રદ્ધા અને સમ્યજ્ઞાન પ્રગટયા, ત્યારે તે જ્ઞાનમાં નિમિત્ત વગેરે વ્યવહારે શેય થયાં; સ્વ સન્મુખ વળતાં જ્ઞાન સામર્થ્ય પ્રગટયું ત્યારે આ નિમિત્ત હતું એમ નિમિત્તને વ્યવહારે શેય બનાવ્યું. જ્ઞાન જ પ્રગટ ન કરે તો જ્ઞાન વગર શેય કોનું? નિમિત્ત છે તે કર્તાતો નથી પણ અજ્ઞાનીને તો નિમિત્ત ખરેખર શેય પણ નથી. કેમકે જ્ઞાન વગર શેય કોનું?
જેમ લોકાલોક તો સદાય છે, પણ જ્યારે કેવળજ્ઞાન પ્રગટ કર્યું ત્યારે લોકાલોક તેના શેય થયા. કેવળજ્ઞાન થયા પહેલાં લોકાલોક તેનું શેય ન હતું. પણ સ્વાશ્રયે કેવળજ્ઞાન થયું ત્યારે તે તેનું શેય થયું. તેમ નીચલી દશામાં પણ ખરેખર તો રાગાદિ અને નિમિત્તો તે જ્ઞાનનું જોય જ છે, પણ ખરેખર તેને જ્ઞાનનું શેય ક્યારે કહેવાય? હું રાગ અને નિમિત્તોથી ભિન્ન છું એમ સ્વસમ્મુખ થઈને જો આત્માનું જ્ઞાન પ્રગટ કરે તો તે જ્ઞાન રાગ અને નિમિત્તને પરય તરીકે યથાર્થ જાણે, અને ત્યારે તેને શેય કહેવાય. રાગાદિ કે નિમિત્તનો જ્ઞાન કર્તા તો નથી પણ અજ્ઞાનીને તો ખરેખર જ્ઞાનનું શેય પણ નથી, કેમકે તેનામાં સ્વાશ્રિત જ્ઞાન જ ખીલ્યું નથી, તેનું જ્ઞાન રાગમાં જ એકાકાર થઈ જતું હોવાથી; રાગને શેય કરવાની તાકાત જ તેના જ્ઞાનમાં ખીલી નથી. રાગથી જુદો પડયા વગર રાગને શેય કરવાની જ્ઞાનની તાકાત ખીલે નહીં. રાગ અને નિમિત્તથી ભિન્ન આત્મ સ્વભાવને જાણ્યા વગર રાગને રાગ તરીકે અને નિમિત્તને નિમિત્ત તરીકે જાણશે કોણ? જાણનારું જ્ઞાન તો રાગ અને નિમિત્તની રુચિમાં અટકી પડયું છે. આત્માની રુચિ તરફ વળ્યા વગર અને રાગ તથા નિમિત્તની રુચિ ટળ્યા વગર નિમિત્તનું અને વ્યવહારનું સાચું જ્ઞાન થાય નહીં. જ્યારે સ્વાશ્રયે જ્ઞાન સ્વભાવની પ્રતીત કરી ને જ્ઞાન સ્વભાવને જ સ્વષ્ણય કર્યો ત્યારે સ્વપર પ્રકાશક જ્ઞાન સામર્થ્ય ખીલતાં નિમિત્ત વગેરે પણ તેનાં વ્યવહાર શેય થયાં.
હે ભાઈ ! પહેલાં હું સત્ય જ્ઞાન સ્વભાવ છું-એમ પ્રીતિ કરીને હા તો પાડ. તારા જ્ઞાન સ્વભાવને પુણ્ય-પાપના વિકલ્પ પણ ખરેખર તો શેયપણે જ છે. પણ અજ્ઞાનથી પર્યાયબુદ્ધિમાં તેની સાથે કર્તાકર્મપણું માન્યું હતું ત્યારે તે યથાર્થપણે શેય થતાં ન હતાં. હવે સ્વસમ્મુખ રુચિથી સ્વભાવને જાણતાં તારા જ્ઞાનમાં તે શેય થયું. આવો જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરતા શુદ્ધતા પ્રગટે છે અને અશુદ્ધતા તથા કર્મ સહેજે ટળતા જાય છે; તેનું નામ નિર્જરા છે.
(આત્મધર્મ અંક-૮૨, પેઈજ નં.-૨૦૬)