________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૫૫ સ્વાદનું સ્વાદન ( અનુભવન) તેને હોય છે, તેથી તે જાણે છે કે – અનાદિ નિધન, નિરંતર સ્વાદમાં આવતો, સમસ્ત અન્ય રસથી વિલક્ષણ ( ભિન્ન) અત્યંત મધુર જે ચૈતન્યરસ તે જ એક જેનો રસ છે એવો હું આત્મા છું.” વળી તે જાણે છે કે “કષાયો મારાથી ભિન્ન રસવાળા (કષાયલ- બે સ્વાદ) છે, તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાન છે. આ રીતે પરને અને પોતાને જ્ઞાની ભિન્નપણે જાણે છે.
તેથી અકૃત્રિમ (નિત્ય) એક જ્ઞાન જ હું છું; પરંતુ કૃત્રિમ (અનિત્ય) અનેક જે, ક્રોધાદિ તે હું નથી એમ જાણતો થકો “હું ક્રોધ છું.” ઇત્યાદિ આત્મ વિકલ્પ જરાપણ કરતો નથી, તેથી સમસ્ત કર્તુત્વને પ્રથમ દૃષ્ટિમાં છોડી દે છે અને ક્રમે ક્રમે ચારિત્રમાં છોડી દે છે.
એ રીતે સદાય ઉદાસીન અવસ્થાવાળો થઈને માત્ર જાણ્યા જ કરે છે, અને તેથી નિર્વિકલ્પ; અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન થયો થકો અત્યંત અકર્તા પ્રતિભાસે છે. જ્ઞાનીની ઉપર કહી તેવી દશા અવિરત સમ્યગ્દષ્ટિથી શરૂ થાય છે.
(આત્મધર્મ અંક ૯, પેઈજ નં.-૧૫૫-૧૫૬)
જાણનારને જાણવાની પર્યાયમાં પ્રત્યક્ષ જાણવો
એ તારો સ્વતઃ સિદ્ધ સ્વભાવ છે.
[ ] જે જ્ઞાન પરને પ્રત્યક્ષ કરે છે કે આ રાગ છે, કર્મ છે, શરીર છે, ઘટ છે, પટ છે, તો તે
જ્ઞાન અને પ્રત્યક્ષ કેમ ન કરી શકે? જે જ્ઞાનની પર્યાય પરને “આ છે' તેમ જાણવામાં કામ કરી શકે તે જ્ઞાનની પર્યાય જાણવાવાળો “હું છું” એમ સ્વનું કામ કેમ ન કરી શકે? આત્માની વર્તમાન દશા “આ ઘટ છે, પટ છે, મકાન છે, પરમેશ્વર છે, મંદિર છે તેમ તેને પ્રત્યક્ષ જ્ઞાનમાં જાણે છે કે નહીં? કે કોઈના આશ્રયે જાણે છે? એ જ્ઞાનની દશા સ્વમાં વળે તો પોતાને પ્રત્યક્ષ કરે. કેમ કે પર્યાયમાં આત્મા જણાય છે. જ્ઞાનની વર્તમાન દશા પરને જાણવામાં પ્રત્યક્ષ કરે છે જાણે છે કે આનું અસ્તિત્વ છે, “આ છે, આ છે' એમ પરને જાણનારી પર્યાય શું સ્વના અસ્તિત્વને સિદ્ધ ન કરી શકે? જે જ્ઞાનની પર્યાય પરને પ્રત્યક્ષ કરે તે સ્વને પ્રત્યક્ષ કેમ ન કરે? કારણકે સ્વનો પ્રકાશક એ તો તેનો મૂળ સ્વભાવ છે. સ્ત્રના પ્રકાશક વિનાનો એકલો પરનો પ્રકાશક એ તો એનો મૂળ સ્વભાવ પણ નથી.
ભગવાન જ્ઞાનસ્વરૂપ પ્રભુની પર્યાયનો સ્વભાવ સ્વ-પર પ્રકાશક છે, તે પોતાના અસ્તિત્વથી છે, તેથી પર પ્રકાશનું જે જ્ઞાન પોતાનામાં રહીને પરની પ્રત્યક્ષતા કરે છેઆ પરનું અસ્તિત્વ છે એમ માને છે તે જ્ઞાન પોતાના સ્વભાવને જાણતાં પર્યાયમાં આત્મા જ જાણવામાં આવે છે એવો નિર્ણય કેમ ન કરી શકે? પાપનો રાગ આવે છે તેને જાણે છે કે નહીં? જેમ છે તેમ જાણે છે કે નહીં? કે આ રાગ છે તેને એમ માને છે.