________________
૧૫૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ પરના કર્તુત્વના મહાઅહંકારરૂપ અજ્ઞાનાંધકાર એવો જે અજ્ઞાનીનો પ્રતિભાસ તે- “વ્યવહાર”
[ ] પ્રશ્ન- શાસ્ત્રોમાં વ્યવહાર” શબ્દ ઘણે ઠેકાણે વાપરવામાં આવે છે તેનો અર્થ શું છે?
ઉત્તર- વ્યવહાર શબ્દના ઘણાં અર્થ થાય છે, તેમાં અજ્ઞાનીની પરના કર્તુત્વની ખોટી
માન્યતા (પ્રતિભાસ) તે વ્યવહાર” એવો એક અર્થ થાય છે. [ 0 ] પ્રશ્ન- વ્યવહારનો જે અર્થ કર્યો તે બરાબર સમજાય તે માટે વિશેષ સ્પષ્ટ કરો.
ઉત્તર- ખરેખર જીવની પ્રવૃત્તિ ( ક્રિયા) અને જડ પદાર્થોની ( ક્રિયા) ભિન્ન- ત જુદી છે; પણ જીવ સાચું જ્ઞાન પ્રગટ ન કરે ત્યાં સુધી તે સ્થૂળ દૃષ્ટિથી જુએ છે અને તેથી તેમની પ્રવૃત્તિ જુદી જુદી હોવા છતાં એક જેવી દેખાય છે. અજ્ઞાન દશામાં જીવને જીવ અને જડ પદાર્થોનું ભેદજ્ઞાન (સાચું જ્ઞાન) નહીં હોવાથી ઉપલક દૃષ્ટિએ ઉપરછલું જેવું દેખાય તેવું (ઊંડો વિચાર કર્યા વગર) તે માની લે છે, અને તેથી તે એમ માને છે કે જીવ જડકર્મને કરે છે અને ભોગવે છે; શ્રીગુરુ ભેદજ્ઞાન કરાવી જીવનું સાચું સ્વરૂપ
બતાવીને અજ્ઞાનીના એ પ્રતિભાસને “વ્યવહાર કહે છે. [ 2 ] પ્રશ્ન- આ મહાઅહંકારને ટાળવાનો ઉપાય શું છે?
ઉત્તર- આ મહાઅહંકારરૂપ અજ્ઞાનાંધકાર તે અજ્ઞાનીનો પ્રતિભાસ છે, તેથી તેને વ્યવહાર કહેવામાં આવે છે. માટે વ્યવહારને જેમ છે તેમ જાણી તેનો આશ્રય છોડવાથી અને એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકે નહીં એમ નક્કી કરી પોતાના ત્રિકાળી ધ્રુવ સ્વભાવનો આશ્રય લેવાથી તે મહાઅહંકારરૂપ અજ્ઞાનાંધકાર ટળી શકે છે.
ભેદ સંવેદન [ ] અજ્ઞાનીની દશા
આત્માની ભેદ સંવેદનની (ભેદજ્ઞાનની) શક્તિ અનાદિથી અજ્ઞાનને લીધે બિડાઈ ગયેલી છે. તેથી પરને અને પોતાને એકપણે તે જાણે છે. “હું ક્રોધ છું, હું પરદ્રવ્ય છું, હું પરદ્રવ્યની ક્રિયા કરી શકું છું, પરદ્રવ્ય મારું કરી શકે છે,” ઇત્યાદિ ખોટા વિકલ્પો (કલ્પિત તરંગો) કર્યા કરે છે. પુદ્ગલકર્મના અને પોતાના સ્વાદનું ભેળસેળપણું કલ્પી, તેનો એકરૂપ તે અનુભવ કરે છે; અને તેથી નિર્વિકલ્પ, અકૃત્રિમ, એક વિજ્ઞાનઘન સ્વભાવથી તે અનાદિથી ભ્રષ્ટ થયેલો છે. તે કારણે વારંવાર અનેક વિકલ્પરૂપે પરિણમે
છે, અને પોતાને પરનો અને પરભાવનો (ક્રોધાદિનો) કર્તા પ્રતિભાસે છે. [ ] જ્ઞાનીની દશા
ભેદ સંવેદનની (ભેદજ્ઞાનની) શક્તિ જ્ઞાનીને ઉઘડી ગઈ હોય છે. આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાનને લીધે જ્ઞાનની આદિથી માંડીને પુદ્ગલ કર્મ અને પોતાનો ભિન્નભિન્નપણે અનુભવ કરે છે, અને એકરૂપે અનુભવ કરતો નથી. બન્નેનાં પૃથક પૃથક