________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૬૧ [ 0 ] જાણનાર જાણનાર... જાણનાર તે માત્ર વર્તમાન પુરતું સત્ નથી. જાણનાર તત્ત્વ તે
પોતાનું ત્રિકાળી સત્પણું બતાવી રહ્યું છે. જાણનારની પ્રસિદ્ધિ તે વર્તમાન પૂરતી જ નથી પણ વર્તમાન છે તે ત્રિકાળીને પ્રસિદ્ધ કરી રહ્યું છે. વર્તમાન જાણનાર અસ્તિ તે ત્રિકાળી અતિ સને બતાવે છે. ! પ્રભુ! તને વર્તમાન જાણનારની અસ્તિ જણાય છે કે નહીં? કોઈપણ પ્રસંગમાં જાણનારની અસ્તિ બતાવે છે. આ જાણું.... આ જાણું એ જાણવું જાણનારની અસ્તિ સિદ્ધ કરે છે. આ જાણે છેઆ જાણે છે-એ જાણનાર અંશ ત્રિકાળીને બતાવે છે. જેમ પાણીનું તરંગ છે તે પાણીના દળ વિના હોય નહીં, પાણીનું તરંગ પાણીના દળને બતાવે છે. તેમ જ્ઞાનનું વર્તમાન તરંગ તે ત્રિકાળી જાણનાર દળ ધ્રુવને બતાવે છે. કોઈ પણ પર્યાય તેના ત્રિકાળી તત્ત્વને સિદ્ધ કરે છે–પ્રસિદ્ધ કરે છે.
(આત્મધર્મ અંક-૪૨૨, પેઈજ નં.-૨૮) [ કુ ] ગ્રાહક એવી જ્ઞાનની પર્યાય જ્યાં પરશેય તરફથી છૂટીને સ્પશેયને ગ્રાહ્ય બનાવે છે ત્યાં
ગ્રાહ્ય એવા સ્વદ્રવ્ય - ક્ષેત્ર – કાળ – ભાવની અનંત ગહન શક્તિનું જ્ઞાન કરવા જતાં જ્ઞાનની પર્યાય પણ ગહન બની જાય છે. ગ્રાહક પર્યાયમાં સ્વ-પર બંને શેયને જાણવાની તાકાત છે, પરંતુ ગ્રાહક એવી જ્ઞાનની પર્યાય જ્યારે સ્વયને ગ્રાહ્ય બનાવે છે ત્યારે સ્વ-શક્તિની ગહનતાને જાણતાં જ્ઞાનની પર્યાય પણ ગહનતાને પામે છે.
સ્વ-પરને જાણવાની યોગ્યતા પોતાની છે તેથી તેને જાણે ત્યારે શેય તેમાં જણાયા એમ નિકટપણાને લીધે કહેવામાં આવે છે. જ્ઞાનની એક સમયની પર્યાય અનંતા દ્રવ્યોને જાણે છે ને પર્યાયમાં અનંતા દ્રવ્યો જણાવા લાયક છે તેમ કહેવું તે પણ વ્યવહાર છે, ખરેખર તો જ્ઞાનની એક સમયની પર્યાય સ્વશેય ભગવાન આત્માને જાણે ત્યાં અનંતા પરજોયો તેમાં જણાય જાય એવી તે પર્યાયની શક્તિ છે.
(આત્મધર્મ અંક-૩૩, પેઈજ નં.-૫)
સર્વત્ર જ્ઞાનનું જ ચમકવું છે. [ s ] કોઈ જીવ પરને ભોગવી શકતો તો નથી, પણ કોઈ પરનું વર્ણન પણ કરી શકતો નથી;
માત્ર પોતે પરનું જે જ્ઞાન કર્યું છે તેનું પોતાના જ્ઞાનનું ) વર્ણન કરી શકે છે. જ્ઞાનગુણ સિવાય એકેય ગુણનું વર્ણન થઈ શકતું નથી; સુખગુણનું વર્ણન કરી શકાતું નથી પણ જે જ્ઞાને સુખગુણને નક્કી કર્યો છે તે “સુખગુણના જ્ઞાનનું” વર્ણન કરી શકે છે. આ રીતે જ્ઞાન ખરેખર પરપ્રકાશક નથી પણ સ્વ પર્યાયને પ્રકાશે છે. આ રીતે જ્ઞાનનો જ બધે ચમત્કાર છે... અને જ્ઞાન એ જ આત્માની વિશિષ્ટતા છે.
(આત્મધર્મ અંક - ૧૦/૧૧, પેઈજ નં.-૧૮૦) [ 0 ] ક્ષયોપશમ જ્ઞાન જ્યાં લાગે ત્યાં એક શેયમાં લાગે. જો પોતાના સ્વરૂપને જાણવા
તરફ તે જ્ઞાનને લગાડે તો તેનું જ્ઞાન થાય, અને જો પરણેયને જાણવા તરફ પોતે પોતાના જ્ઞાનને લગાડે તો પર શેય જ્ઞાનમાં લાગે. પ૨દ્રવ્યો તો અનંતાનંત છે, એક એક શેયમાં રોકે તો કદી પણ તે બરાબર જાણે નહીં. અને યથાર્થપણે જાણ્યા