________________
૧૬૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ હે ભવ્ય! આ સંસારી જીવોથી કે આ સંસારથી તારે કંઈ સંબંધ નથી; તારા જ્ઞાનઘટમાં આખું જગત વસે છે, તેમાં જ તારું રાજ છે. આખું જગત શેયપણે તારા જ્ઞાનમાં ઝળકી રહ્યું છે, માટે જગતનો સંબંધ છોડીને તારા જ્ઞાન સાથે સંબંધ જોડ, જ્ઞાનની સન્મુખ થા. તેમાં જ તારી શોભા છે.
(આત્મધર્મ અંક-૨૦૨, પેઈજ નં.-૧૪) * આત્માનું લક્ષણ ચૈતન્યતા * [ G ] ચૈતન્યતા' પણ આત્માનું લક્ષણ છે. ભગવાન જ્ઞાનના પ્રકાશ વિના સૂર્યના, ચંદ્રના,
દીપકના પ્રકાશને કોણ જાણે? માટે, સ્પષ્ટ પ્રકાશપણું અનંત અનંત કોટી દીપક, મણિ, ચંદ્ર, સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રતિભાસતી નથી અર્થાત્ તે સર્વ પોતે પોતાને જણાવવા અથવા જાણવા યોગ્ય નથી તેને જે જાણનાર છે તે જીવ છે. સૂર્યાદિની કાંતિ જેના પ્રકાશ વિના પ્રગટવા સમર્થ નથી એટલે કે આ દીવો છે, આ મણિ છે, આ સૂર્ય છે તેનો પ્રકાશ છે તેને જાણનાર સિવાય કોણ જાણે? પ્રકાશના અસ્તિત્વવાળા પદાર્થને પણ જેના પ્રકાશમાં જાણવું થાય તે ચૈતન્યચિહ્ન જીવનું લક્ષણ છે.
આત્મા તો ચૈતન્ય પ્રકાશનું નૂર છે કે જેના પ્રકાશ વિના ચંદ્ર, સૂર્યની કાંતિ પણ પ્રકાશવા સમર્થ નથી. એટલે કે જાણનાર વિના જણાતી નથી. ચંદ્ર-સૂર્ય આદિના પ્રકાશતો પોતાને પણ જાણવા સમર્થ નથી. જે પદાર્થના પ્રકાશને વિષે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ ભાસે છે, તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે. અર્થાત્ તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાન, અચળ એવું નિરાબાધ પ્રકાશ્યમાન ચૈતન્ય, તે જીવનું લક્ષણ જીવ પ્રત્યે ઉપયોગ વાળતાં પ્રગટ દેખાય છે.
ચૈતન્ય ભગવાન પ્રકાશ સ્વરૂપ છે. તેનો વર્તમાન ઉપયોગ બહાર પરમાં ગયેલો છે તેને અંતરમાં વાળતાં ચૈતન્યમૂર્તિ પ્રગટ અનુભવમાં આવે છે. ચૈતન્ય પ્રકાશ કેમ જણાય? કહે-જ્ઞાનના તેજની વર્તમાન દશાને અંતરમાં વાળતાં પ્રગટ એવો ચૈતન્ય ઉપયોગ પ્રગટ-પ્રગટ દેખાય છે.
(આત્મધર્મ અંક-પ૭૦, પેઈજ નં.-૧૫) [ ] એક સમયની પર્યાયમાં ધ્રુવનું જ્ઞાન ને પર્યાયનું જ્ઞાન મિશ્રિત છે. ધ્રુવ એક સમયની
પર્યાયમાં આવતો નથી પણ એનું જ્ઞાન છે. શ્રી સમયસાર શાસ્ત્રની ગાથા ૧૭–૧૮ માં આવે છે કે દરેક જીવને પોતાની પર્યાયમાં દ્રવ્ય જ જાણવામાં આવે છે, જ્ઞાયક છે તે પર્યાયમાં આવતો નથી પણ પર્યાયમાં જ્ઞાયકનું જ્ઞાન થાય જ છે. પરંતુ અજ્ઞાનીની દૃષ્ટિ રાગ, નિમિત્ત ને પર્યાય ઉપર છે તેથી જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયકનું જ્ઞાન થવા છતાં પરનું જ્ઞાન કરું છું એમ અજ્ઞાની ભ્રમણા કરે છે.
ભગવાન આત્મા એક સમયની જ્ઞાનની અવસ્થામાં તે બધાને એટલે કે સ્વપરને જાણે છે. સ્વ-પર પ્રકાશક શક્તિ જ્ઞાનની દરેક પર્યાયમાં છે તેથી સ્પશેય એવો પોતાનો આત્મા સ્વ-પ્રકાશક પર્યાયમાં જણાય જ છે; પણ દૃષ્ટિ તે તરફ ના