________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૫૩ વિનાનું જેટલું પરનું જ્ઞાન હોય તે બધું અચેતન છે. ચેતન તો તેને કહેવાય કે જે ત્રિકાળી જ્ઞાન સ્વભાવને સ્વીકારીને તેમાં અભેદ થાય. ચૈતન્યથી ભેદ પાડીને પરમાં અભેદપણું માને તો તે જ્ઞાનચેતનાનું વિરોધી છે.
આકાશ તે જડ દ્રવ્ય છે ને તેનામાં જ્ઞાન નથી, એવું તો સામાન્યપણે ઘણા જીવો માને; પણ અહીં માત્ર આકાશનું જ અચેતનપણું સાબિત નથી કરવું પણ આચાર્યદેવે અહીં ગૂઢ ભાવો ભર્યા છે; એકલા આકાશ તરફનું જ્ઞાન પણ અચેતન છે- એમ કહીને ત્રિકાળી આત્મસ્વભાવ સાથે જ્ઞાનની એકતા જણાવે છે; એટલે વર્તમાન જ્ઞાનમાં પરનો અને પર્યાયનો પણ આશ્રય છોડીને ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરવાનું જણાવ્યું છે.
જે જીવે કુદેવ-કુગુરુ-કુશાસ્ત્ર-કુતીર્થની માન્યતા છોડી દીધી છે અને જૈનના નામે પણ જે કલ્પિત મિથ્યા માર્ગ ચાલે છે તેની શ્રદ્ધા છોડીને સાચા દેવ-શાસ્ત્ર–ગુરુની શ્રદ્ધા ઓળખાણ કરી છે અને તેમણે કહેલા આકાશ વગેરે દ્રવ્યોના વિચારમાં જ અટકી રહ્યો છે પણ પોતાના સ્વભાવ તરફ વળતો નથી એવા પાત્ર જીવને માટે અહીં ઉપદેશ છે કેહે જીવ! પરદ્રવ્યો તરફ વળીને રાગ સહિત જે જ્ઞાન જાણે તે તારું સ્વરૂપ નથી, પણ ચૈતન્ય સ્વભાવમાં વળીને જે અવસ્થા ચૈતન્ય સ્વભાવમાં અભેદ થઈને સ્વપરને જાણે તે તારું સ્વરૂપ છે. ચૈતન્ય સ્વભાવમાં વળી ને તેમાં લીન થયેલો પર્યાય તે જ ચૈતન્યનું સર્વસ્વ છે.
અહો! અનંત આકાશને ખ્યાલમાં લેનાર એવા જ્ઞાનને પણ જે જીવ “અચેતન” સ્વીકારશે તે જીવ રાગ-દ્વેષને પોતાના કેમ માનશે? ને તેનાથી ધર્મ કેમ માનશે? પરમાં ક્યાંય સુખ કેમ માનશે?ને પરનો કર્તા પોતાને કેમ માનશે? એ જીવ તો પોતાના જ્ઞાન પર્યાયનો આશ્રય પણ છોડીને પોતાના પરિપૂર્ણ સ્વભાવ તરફ વળીને તેમાં લીન થશે. અહો, આવા ભગવાન ચૈતન્ય સ્વભાવના સ્વીકારમાં કેટલો પુરુષાર્થ છે! પોતાના મતિ-શ્રુતજ્ઞાનને સ્વભાવમાં એક કરીને સ્વભાવના આશ્રયે હું જ્ઞાતા-દેષ્ટા છું એમ જેણે સ્વીકાર્યું તેની જ્ઞાન ચેતના જાગૃત થઈ તે આત્મા પોતે જાગૃત થયો, સાધક થયો અને હવે અલ્પકાળમાં કેવળજ્ઞાન લેવાનો છે.
(આત્મધર્મ અંક-૬૮, પેઈજ નં.-૧૪૧-૧૪૨)
* અગિયાર અંગનું જ્ઞાન અનંતવાર કર્યું પણ એ પરનું જ્ઞાન છે. એ જ્ઞાન હા પરશેયમાં નિમગ્ન છે. પરયમાં નિમગ્ન છે; એ શું કહ્યું પ્રભુ? અગિયાર અંગમાં કરોડો, અબજો શ્લોકો તેના જ્ઞાનની પર્યાયમાં જણાયા છતાં એ (જ્ઞાન) પર mય છે. કેમકે તેમાં સ્પશેય ભગવાન આત્મા આવ્યો નહીં.
(પ્રવચન સુધા ભાગ-૧, પેજ-૧૬૮)દ્વ