________________
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
૧૫૧ વ્યવહારનું સાચું જ્ઞાન નથી. ત્રિકાળી સ્વભાવનો આશ્રય કરીને જે જ્ઞાન એમ સ્વીકારે કે “આ દેવ-ગુરુશાસ્ત્રથી હું જુદો અને તેને જાણનાર ક્ષણિક જ્ઞાન છે તેટલો પણ હું નથી” તો તે સમ્યજ્ઞાન છે અને તેને ત્રિકાળી સ્વભાવનું તેમ જ વર્તમાન પર્યાયનું એટલે કે નિશ્ચય- વ્યવહારનું સાચું જ્ઞાન છે. (આત્મધર્મ અંક નં-૬પ પેઈજ નં-૯૫)
સ્વાશ્રિત જ્ઞાનથી ધર્મ -
[ ] જ્ઞાનથી આત્માનો ધર્મ કઈ રીતે થાય છે તેની આ વાત છે. ધર્મ ક્યાંય બહારમાં તો
થતો નથી, ને આત્માના દ્રવ્યમાં કે ગુણમાં પણ થતો નથી, ધર્મ આત્માની વર્તમાન અવસ્થામાં થાય છે.
હવે જ્ઞાનની વર્તમાન અવસ્થા જો આકાશ વગેરે પરદ્રવ્ય તરફ લક્ષ કરે તો તે અવસ્થામાં ધર્મ થતો નથી. “બધા દ્રવ્યો કરતાં આકાશદ્રવ્ય અનંતગણું વિશાળ છે – એમ શ્રુતજ્ઞાનના વિકલ્પથી રાગમાં એકતા કરીને જે જ્ઞાન ખ્યાલમાં લ્ય છે તે જ્ઞાનને પણ અચેતન પદાર્થો સાથે અભેદ ગણીને અચેતન કહ્યું છે. અને જે જ્ઞાન અવસ્થા આકાશ વગેરે પરદ્રવ્ય તરફના વિકલ્પથી છૂટી પડીને આત્માના સ્વભાવ તરફ વળે તે જ્ઞાન સાગરહિત છે, ચેતન સાથે અભેદ છે, તે જ્ઞાન જ ધર્મ છે;
અનંત એવા આકાશને લક્ષમાં લેવા છતાં જે જ્ઞાન પરાશ્રિત છે તે અચેતન છે; તેમ જ આત્માનું જે વર્તમાન જ્ઞાન દયા વગેરેના વિચારમાં અટકે તે પણ અચેતન છે. એક સમયના ભાવશ્રુતજ્ઞાનને સ્વભાવ તરફ વાળીને ત્રિકાળી આત્મ સ્વભાવની રુચિ કરતું જે જ્ઞાન પ્રગટે તે જ્ઞાન ત્રિકાળી ચેતન સાથે એક થયું, તેને અહીં ચેતન કહ્યું છે. સ્વભાવનો આશ્રય કરીને આત્માને જાણે તો તે નિશ્ચય છે અને સ્વભાવના આશ્રય-પૂર્વક આકાશની અનંતતા વગેરેને જાણે તે વ્યવહાર છે. એ રીતે બેહદ ચૈતન્ય સ્વભાવને લક્ષમાં લઈને તેનો આશ્રય કરે તેને જ અહીં યથાર્થ જ્ઞાન કહ્યું છે. અજ્ઞાનીના પરાશ્રિત જ્ઞાનને અહીં અચેતનમાં જ ગયું છે.
રાગ ઘટાડીને શાસ્ત્રના આશ્રયે અગિયાર અંગને જાણે તો પણ તે જ્ઞાન માત્ર રાગનું ચક્ર બદલીને થયું છે, તે જ્ઞાનમાં સ્વભાવનો આશ્રય નથી પણ રાગનો આશ્રય છે, તેથી તે અગિયાર અંગનું જ્ઞાન પણ અનાદિની જાતનું જ છે. આત્મ સ્વરૂપની રુચિ કરીને તેમાં સમાધિ-એકાગ્રતા વડે જ જ્ઞાન પ્રગટે તે અપૂર્વ છે, મોક્ષનું કારણ છે. ભલે શાસ્ત્ર વગેરે પરનું બહુ જાણપણું ન હોય તો પણ સ્વભાવના આશ્રયે થયેલું જ્ઞાન તે સમ્યજ્ઞાન છે ને તે કેવળજ્ઞાનનું કારણ છે.
હવે વિચારો કે, કેટલા બહારના કારણે આત્માનું જ્ઞાન પ્રગટે ? બાહ્ય પદાર્થોના જ્ઞાનથી કે તે તરફના શુભરાગથી ચૈતન્ય સ્વરૂપ આત્માનું જ્ઞાન થાય નહીં. આત્મા તરફ વળે તો જ આત્માનું જ્ઞાન થાય. જીવ કરતાં પુગલ-પુદ્ગલ કરતાં કાળના