________________
૧૫૦
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
ખરેખર વ્યવહાર ક્યારે હોય?
[ ] ધર્મની શરૂઆત કેમ થાય તેની આ વાત છે. સાચા દેવ-ગુરુ શાસ્ત્ર તે ધર્મના નિમિત્ત છે. તે નિમિત્તોને ઓળખીને કુદેવાદિ મિથ્યાત્વના નિમિત્તોની માન્યતા છોડે, તે જીવને દેવ-ગુરુ શાસ્ત્રના લક્ષે જે મતિ–શ્રુતજ્ઞાન થાય તે પણ હજુ મિથ્યા મતિ-શ્રુત છે. સાચા દેવ-ગુરુ–શાસ્ત્રને કબુલ્યા તેણે હજી તો વ્યવહા૨થી વ્યવહરને માન્યો છે; નિશ્ચય સ્વભાવના ભાન સહિત જે વ્યવહાર હોય તે જ ખરેખર વ્યવહા૨ છે, પણ નિશ્ચય સ્વભાવના ભાન વગરનો વ્યવહાર તે ખરેખર વ્યવહાર નથી પણ વ્યવહારથી વ્યવહાર છે. જો ત્રિકાળ સ્વભાવની પ્રતીતિ પ્રગટ કરી તે વ્યવહા૨નો નિષેધ કરે તો, જેને નિષેધ કર્યો તેને નિશ્ચયપૂર્વકનો વ્યવહાર કહેવામાં આવે છે. અને સ્વભાવના ભાનપૂર્વક તેને જાણે તો તે જ્ઞાનમાં વ્યવહારનય છે, પણ રાગને જ આદરણીય માને અથવા એકલા રાગના લક્ષે જ તેને જાણે તો તે જ્ઞાન તો મિથ્યાજ્ઞાન છે; તેને વ્યવહાર પણ કહેવાતો નથી.
[ ] સાચા દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા, દયા-ભક્તિ વગેરે શુભ પરિણામ તથા દ્રવ્ય-ગુણપર્યાયની કે નવતત્ત્વની ભેદથી શ્રદ્ધા તે બધો વ્યવહાર છે, અને તેના તરફ ઢળનારું જ્ઞાન તે મિથ્યાજ્ઞાન છે. તે વ્યવહાર અને તે ત૨ફ ઢળનારું જ્ઞાન તે મારું સ્વરૂપ નથી, એકરૂપ જ્ઞાયક સ્વભાવ તે હું છું- એમ મતિ-શ્રુતજ્ઞાનને સ્વભાવમાં ઢાળીને વ્યવહા૨થી જુદો પડે ને સ્વભાવમાં એકતા કરે ત્યારે પ્રમાણજ્ઞાન થાય છે અને તે જીવના મતિ-શ્રુતજ્ઞાન તે સમ્યગ્માન છે. આ મતિ-શ્રુતજ્ઞાન પણ અતીન્દ્રિય છે, તે કેવળજ્ઞાનનું કા૨ણ છે. આ આત્મા પોતે ભગવાન કેમ થાય ? તેની આ રીત છે.
[ ] મતિ-શ્રુતજ્ઞાનને સ્વભાવમાં વાળીને દ્રવ્યમાં એકતા કરે તે નિશ્ચય છે, અને સ્વભાવની એકતાપૂર્વક સાચા દેવ-ગુરુશાસ્ત્રની પ્રતીતિ તે વ્યવહા૨ છે. વ્યવહા૨ને જાણતા જે જ્ઞાન વ્યવહારમાં જ અટકી રહે તે જ્ઞાન વ્યવહા૨થી જુદું પડયું નથી, એટલે કે તેણે નિશ્ચય અને વ્યવહા૨ને જુદા જાણ્યાં નથી, તેથી ત્યાં વ્યવહા૨ ૫ણ સાચો હોતો નથી, જ્ઞાન વ્યવહારને જાણે, ખરું પણ વ્યવહા૨જ્ઞાન જેટલો આત્મા નથી એમ સમજી વ્યવહા૨થી જુદું પડી, અખંડજ્ઞાન સ્વભાવ તરફ વળે ત્યારે શ્રુતજ્ઞાન પ્રમાણ થાય છે અને ત્યારે જ નિશ્ચય તથા વ્યવહાર બન્નેનું સાચું જ્ઞાન હોય છે.
જીવનું જે શ્રુતજ્ઞાન સાચા દેવ-ગુરુ શાસ્ત્રને જાણે તે શ્રુતજ્ઞાન જેટલો જ આત્માને સ્વીકારે અને તેના ઉ૫૨ જ વલણ રાખ્યા કરે, પણ ત્રિકાળી જ્ઞાન સ્વભાવ ત૨ફ ન વળે તો તે શ્રુતજ્ઞાન મિથ્યા છે; તેને નિશ્ચય અને વ્યવહાર જુદા ન રહ્યા, પણ ક્ષણિકને જ ત્રિકાળીરૂપ માની લીધું એટલે કે વ્યવહાર ને જ નિશ્ચય માની લીધો; તેને નિશ્ચય