________________
૧૪૮
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧
માત્ર ઉપયોગ બદલવાનો છે.
[ઉ] ધર્મમાં શું કરવાનું આવ્યું? પ્રથમ, જડનું તો કાંઈ આત્મા કરતો નથી, અને જડમાં
કાંઈ આત્માનો ધર્મ થતો નથી. અમુક પુણ્ય કર કે દાન કર કે ભક્તિ એમ પણ કહ્યું નહીં, કેમ કે તે બધાય વિકાર છે ધર્મ નથી. પણ, પોતાના ચૈતન્ય ઉપયોગને પર તરફ વાળીને ત્યાં લીન થઈ રહ્યો છે તે ઉપયોગને સ્વભાવ તરફ વાળીને ત્યાં જ લીન કરવાનો છે. “પુણ્ય-પાપ મારાં એવી માન્યતા કરીને પોતાના ઉપયોગને
ત્યાં રોકી દીધો છે, તે જ અધર્મ છે; તે ઉપયોગને સ્વભાવમાં વાળીને શુદ્ધ ચૈતન્યમૂર્તિ સ્વભાવ તે જ હું એવી સ્વભાવ તરફથી શ્રદ્ધા જ પ્રથમ કરવાની છે. અને તે જ પહેલો ધર્મ છે. અને ત્યાર પછી પણ બહારમાં કાંઈ કરવાનું આવતું નથી. તેમજ વ્રત-તપાદિના શુભરાગ આવે તે પણ ધર્મીનું કર્તવ્ય નથી પરંતુ જે શુદ્ધ સ્વભાવની શ્રદ્ધા કરી છે તે જ શુદ્ધ સ્વભાવમાં ઉપયોગને લીન કરવો તે જ સમ્મચારિત્ર અને કેવળજ્ઞાનનો માર્ગ છે. ધર્મની શરૂઆતથી પૂર્ણતા સુધી એક જ ક્રિયા છે કે “શુદ્ધાત્મ સ્વભાવમાં ચૈતન્ય ઉપયોગને લીન કરવો. એ સિવાય બીજી કોઈ ક્રિયા ધર્મમાં આવતી નથી. જેટલી સ્વભાવમાં લીનતા તેટલો ધર્મ છે, લીનતાની કચાશ તેટલો દોષ છે. (આત્મધર્મ અંક-૫૬, પેઈજ નં.-૧૪૯)
શાંતિનો ઉપાય [] ધર્મી જીવો આત્માના સ્વભાવને કેવો જાણે છે- તેની આ વાત ચાલે છે. જેણે ધર્મ કરવો
હોય તેણે પોતાના જ્ઞાનમાં આત્માની યથાર્થ કિંમત જાણવી પડશે. જ્ઞાનમાં જેનો મહિમા લાગે તેમાં જ્ઞાન એકાગ્ર થાય. જો પરનો મહિમા કરીને ત્યાં જ્ઞાન એકાગ્ર થાય તો તે અધર્મ છે અને આત્માનો મહિમા સમજીને ત્યાં જ્ઞાન એકાગ્ર થાય તો તે ધર્મ છે. જે જીવોને વિષયોમાં કે લક્ષ્મી વગેરેમાં સુખબુદ્ધિ થઈ છે તે જીવ તેમાં એકાગ્ર થાય છેજીવનને જોખમમાં મૂકીને પણ તે વિષયોમાં ઝંપલાવે છે... કેમકે તેને જ્ઞાનમાં તેનો મહિમા ભાસ્યો છે, તેમ આત્માનો સ્વભાવ અનંત સુખ સ્વરૂપ છે. પરથી જુદો છે – એ સ્વભાવનો મહિમા જો જ્ઞાનમાં સમજાય તો બધાયની દરકાર છોડીને જ્ઞાન પોતાના સ્વભાવમાં ઠરે અને સાચી શાંતિ પ્રગટે; એનું નામ ધર્મ છે. પરંતુ જ્ઞાનમાં જણાતાં શબ્દો, પદાર્થો વગેરેને જાણનારા અલ્પબોધ (જ્ઞાન) જેટલી જ આત્માની કિંમત કરે તો તે જ્ઞાન પર વિષયોમાં અને પર્યાયબુદ્ધિમાં જ અટકી જાય, પણ ત્યાંથી પાછું ખસીને પૂર્ણ સ્વભાવમાં વળે નહીં તો શાંતિ પ્રગટે નહીં.
હે ભવ્ય!તારે આત્માની શાંતિ પ્રગટ કરવી છે, તો તે શાંતિ પર વસ્તુમાંથી નહીં આવે, પર વસ્તુઓ સામે જોવાથી નહીં આવે, વિકાર કે ક્ષણિક પર્યાય સામે