________________
૧૪s
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ અંતરના અનુભવ વિના નીવેડા આવે તેમ નથી. શાસ્ત્ર તો દિશા બતાવીને જુદા રહે છે. પણ અંતરમાં પોતાના અનુભવ વિના એકલા શાસ્ત્રથી માર્ગનો પાર પમાય તેમ નથી.
એક બાજુ ભગવતી ચેતના સ્વરૂપ ભગવાન આત્મા તે સ્વય ને બીજી કોર લોકાલોક તે પર શેય, તે સ્વ-પર શેયને જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે.
સામે લોકાલોક તો ઘણાં શેયો છે, ને આ આત્મા તો એક છે, છતાં લોકાલોકના પરણેયને જાણનાર જ્ઞાન કરતાં આત્મસ્વભાવરૂપ સ્વયને જાણે તે જ્ઞાનનો મહિમા છે. સ્પશેયનું જેને જ્ઞાન નથી તેને પરણેયનું જ્ઞાન પણ મિથ્યા છે. સ્વજોયનો મહિમા મોટો છે, જે પરિણતિ અંતર્મુખ થઈને સ્પશેયને જાણે તે પરિણતિ પણ ભગવતી છે-મહિમાવંત છે. તે ભગવતી ચેતના જ મોક્ષનું સાધન છે.
જ્ઞાને જ્યા અંતર્મુખ થઈને જ્યાં પોતાના આત્માને સ્પશેય બનાવ્યો ત્યાં શુદ્ધ આત્માની ઉપલબ્ધિ થઈ ને જ્ઞાનતત્ત્વ પણ સ્વ-પરપ્રકાશકપણે યથાર્થ પરિણમ્યું, તેને આચાર્યદેવે અભિનંદન આપીને તેની પ્રશંસા કરી છે. અહો, જે જ્ઞાને આત્મસન્મુખ થઈને પોતાના આત્મસ્વભાવને જાણ્યો તે જ્ઞાન પ્રશંસનીય છે. અનાદિથી એકલા પરને તથા રાગાદિને જ જાણવામાં રોકાતું તે જ્ઞાનમાં આકુળતાનું જ વદન હતું, હવે સ્વ-પરણેયોને ભિન્ન ભિન્ન ઓળખીને પોતાના જ્ઞાનાનંદસ્વભાવ તરફ વળીને એકાગ્ર થયું તે જ્ઞાન અપૂર્વ આનંદના અનુભવ સહિત છે તેથી તે ધન્યવાદને પાત્ર છે. અનાદિથી જ્ઞાન બહારમાં ભમતું, પરને જ પોતાનું માનીને તેને જાણવામાં રોકાતું, ને સ્વજોયને (આત્માને ) જાણતું ન હતું તે જ્ઞાનમાં શુદ્ધ આત્માની પ્રાપ્તિ ન હતી; હવે સ્પશેયના તથા પરશેયના દ્રવ્ય-ગુણપર્યાયને જુદા જુદા ઓળખીને, પરથી ભિન્ન પોતાના સ્વ-દ્રવ્યને જ્ઞાનનું શેય બનાવીને તેમાં પર્યાયને લીન કરી ત્યાં શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ થઈ, -સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર થયા; આવી અપૂર્વ શુદ્ધ આત્મતત્વની પ્રાપ્તિ થઈ તે અભિનંદનીય છે.
(આત્મધર્મ-૧૪૫, પેઈજ નં.-૧૭-૧૮)
“હું જ્ઞાન છું' એવી અસ્તિના વેદનમાં, “જ્ઞાનથી વિરુદ્ધ અન્ય ભાવરૂપે મારું જ્ઞાન નથી' એમ નાસ્તિધર્મનું વેદન પણ આવી જાય છે. આ રીતે વસ્તુ સ્વયમેવ અનેકાન્તપણે પ્રકાશે છે.
જ્ઞાનથી વિરુદ્ધ અન્ય ભાવોની નાસ્તિ જો ન આવે તો જ્ઞાનની અસ્તિનો પણ નિર્ણય સાચો નથી.
(આત્મધર્મ અંક-૩૬૨, પેઈજ નં-ર૬)