________________
૧૪૪
મંગલ જ્ઞાન દર્પણ ભાગ-૧ અને જ્ઞાનનું શેય છે એમ બોલે તો મને તો ખટકે છે. એ રીતે “યોગ્યતા”, ક્રમબધ્ધ વગેરે બધામાં લક્ષ બહાર પડયું હોય અને કહે, તે તો મને ખટકે છે.
(બોલ નં. પ૭૯, પેઈજ નં.- ૧૪૩, ૧૪૪) [ કુ ] અરીસામાં સમય સમયના ( પ્રતિબિંબ જેવા) આકાર થાય છે, તોપણ અરીસાનું દળ
જેમનું તેમ રહે છે. તેવી રીતે સ્વભાવ, અરીસાના દળ જેવો છે. સ્વભાવની સાથે તાદાભ્ય છે, આકારની સાથે નહીં. ત્રિકાળીમાં વર્તમાન પરિણામનો અભાવ છે.
(બોલ નં.-૫૮૯, પેઈજ નં.-૧૪૭) [ ] દર્પણનું ત્રિકાલી દળ, એક સમયની દર્પણાકાર પર્યાયથી ભિન્ન જ રહે છે.
બન્નેનું કાર્ય એક સમયમાં છે. જો દળ એક સમયના આકાર-પર્યાયમાં આવી જાય તો ત્રિકાળીપણાનો નાશ થઈ જાય છે....
(પૂ. સોગાનીજીના, આધ્યાત્મિક પત્રાંક નં-૩૯ માંથી)
સર્વજ્ઞતાનો નિર્ણય કરનારો ભાવ સર્વજ્ઞની જાતનો જ છે. શુદ્ધપર્યાય સાધક થઈને શુદ્ધ દ્રવ્યને સાધે છે.
આવી સર્વજ્ઞતાનો નિર્ણય એ સ્વસમ્મુખ ઉદ્યમ છે. રાગથી જુદો પડીને જ્ઞાન તરફ વળ્યો ત્યારે, જ્ઞાનરૂપ થઈને સર્વજ્ઞતાની પ્રતીત કરી. સર્વજ્ઞતાની પ્રતીત જ્ઞાનરૂપ થઈને થાય છે, રાગરૂપ થઈને સર્વજ્ઞતાની પ્રતીત થતી નથી. સર્વજ્ઞતાની પ્રતીત કરનારો ભાવ સર્વજ્ઞતાની જાતનો જ હોય, એવી વિરુદ્ધ જાતનો ન હોય. અંતર્મુખ થઈને જે જ્ઞાન સર્વજ્ઞસ્વભાવની પ્રતીત કરે છે તે જ્ઞાન સર્વજ્ઞતાની જાતનું જ છે. આ રીતે શુદ્ધઆત્માનો અનુભવ શુદ્ધભાવ વડે જ થાય છે, અશુદ્ધતા વડે શુદ્ધાત્માનો અનુભવ થાય નહીં. આ રીતે નિર્મળપર્યાય તે સાધક છે ને શુદ્ધદ્રવ્ય તે સાધ્ય છે.
(આત્મધર્મ અંક ૨૫૭, પેઈજ નં-૫)